Hormuz Strait India Ships: ભારત માટે ઈરાનનો મૈત્રીપૂર્ણ સંકેત: હોર્મુઝ સ્ટ્રેટમાં ભારતીય તેલ ટેન્કરોને અપાયો સુરક્ષિત રસ્તો, અમેરિકા-ઈઝરાયેલ પર પ્રતિબંધ યથાવત

Arati Parmar
4 Min Read

Hormuz Strait India Ships: ઈરાનના ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) એ ભારતને લઈને જે સંકેતો આપ્યા હતા, તે સંપૂર્ણપણે સાચા સાબિત થયા છે. ઈરાને હોર્મુઝ સ્ટ્રેટ (Hormuz Strait) ને ભારતીય જહાજો અને ટેન્કરો માટે ખોલી દીધી છે. આ માર્ગે ભારતના બે તેલ ટેન્કર ‘પુષ્પક’ અને ‘પરિમલ’ સુરક્ષિત રીતે પસાર થઈ ચૂક્યા છે, જ્યારે અમેરિકા, ઈઝરાયેલ અને યુરોપના દેશો પર અગાઉની જેમ જ પ્રતિબંધ ચાલુ છે.

હોર્મુઝ સ્ટ્રેટમાંથી ભારતીય તેલ ટેન્કરો પુષ્પક અને પરિમલના સુરક્ષિત પસાર થવાનો માર્ગ બંને દેશો વચ્ચે સતત રાજદ્વારી ચર્ચાઓ પછી જ શક્ય બન્યો છે. આ મુદ્દે વિદેશ મંત્રી એસ. જયશંકર અને તેમના ઈરાની સમકક્ષ વચ્ચે યુદ્ધ ફાટી નીકળ્યા બાદ ઓછામાં ઓછી ત્રણ વખત વાતચીત થઈ છે. જયશંકરે મંગળવારે પણ પશ્ચિમ એશિયામાં ચાલી રહેલી કટોકટી અંગે અબ્બાસ અરાઘચી સાથે વાત કરી હતી.

- Advertisement -

ઈરાને ભારત માટે ખોલી હોર્મુઝ સ્ટ્રેટ

પશ્ચિમ એશિયામાંથી કાચું તેલ અને કુદરતી ગેસ લાવવા માટે હોર્મુઝ સ્ટ્રેટ ખૂબ જ મહત્વપૂર્ણ છે. પરંતુ, ઈરાન પર અમેરિકા અને ઈઝરાયેલ દ્વારા હુમલા શરૂ થયા બાદ ઈરાનના ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) એ આ માર્ગ પર સખત પહેરો ગોઠવ્યો છે. અગાઉ IRGC દ્વારા સંકેત આપવામાં આવ્યો હતો કે હોર્મુઝ સ્ટ્રેટ ભારત જેવા દેશ માટે નહીં, પરંતુ અમેરિકા, ઈઝરાયેલ અને યુરોપના દેશો માટે બંધ છે.

પુષ્પક અને પરિમલ ટેન્કર હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થયા

ત્યારબાદ ઈરાનના નાયબ વિદેશ મંત્રી સઈદ ખતીબઝાદેહે દિલ્હીમાં ‘રાયસીના ડાયલોગ’માં પણ આ વાતની પુષ્ટિ કરી હતી. હવે જે રીતે ઈરાને પુષ્પક અને પરિમલ જેવા ભારતીય ટેન્કરોને સુરક્ષિત રસ્તો આપ્યો છે, તેનાથી તેના દાવા પર મહોર લાગી ગઈ છે.

- Advertisement -

હોર્મુઝ સ્ટ્રેટમાં જ ભારત આવી રહેલા થાઈ શિપ પર અટેક

જોકે, બુધવારે ગુજરાતના કંડલા બંદરે આવી રહેલા થાઈલેન્ડના કાર્ગો શિપ ‘મયૂરી નારી’ પર થયેલા હુમલાએ હોર્મુઝ સ્ટ્રેટમાં ચાલુ જોખમ અંગે ચિંતા વધારી દીધી છે. અહેવાલો અનુસાર, કાર્ગો જહાજને મિસાઈલથી ટાર્ગેટ કરવામાં આવ્યું હતું. આ હુમલામાં 20 ક્રૂ મેમ્બર્સને રેસ્ક્યૂ કરવામાં આવ્યા હતા, પરંતુ ત્રણ લાપતા હોવાનું કહેવાય છે. ભારતે પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધમાં કોમર્શિયલ શિપને નિશાન બનાવવાની આકરી નિંદા કરી છે.

ઈરાન પર હુમલો શરૂ થયા બાદ હોર્મુઝ સ્ટ્રેટ બંધ

  • ઈરાન યુદ્ધને કારણે હોર્મુઝ સ્ટ્રેટ પર ઈરાનના ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સની નાકાબંધી છે.

  • અમેરિકા અને ઈઝરાયેલના હુમલા બાદ હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થતા ટ્રાફિકમાં લગભગ 95% નો ઘટાડો થયો છે.

  • માત્ર પસંદગીના દેશોના જહાજોને જ સુરક્ષિત રીતે પસાર થવા દેવામાં આવ્યા છે.

  • ઈરાની જહાજો અને ‘ડાર્ક ફ્લીટ’ (પાબંધીથી બચવા વાળા ટેન્કર) માં સામેલ ટેન્કરોને પસાર થવાની મંજૂરી મળી છે.

હોર્મુઝ સ્ટ્રેટમાંથી અનેક દેશોના જહાજો પસાર થયા છે

  • ઈરાની નેવીના સંરક્ષણમાં આવા ટેન્કરો અને જહાજો નીકળી રહ્યા છે.

  • રશિયા સાથે જોડાયેલા ટેન્કર ‘એચએચ ગ્લોરી’ (જે અમેરિકન પાબંધી હેઠળ છે) ને સુરક્ષિત રીતે પસાર થવા દેવાયું.

  • ચીનના કેટલાક જહાજો અથવા ચીની ક્રૂ મેમ્બર્સ ધરાવતા જહાજોને પણ પરવાનગી મળી, જેમાંથી મોટાભાગના રાત્રિના સમયે પસાર થયા.

  • ચીની બલ્ક કેરિયર ‘જિન હૈ વો’, ‘સાઈનો ઓશિયન’ અને કન્ટેનર શિપ ‘રન ચેન 2’ સુરક્ષિત રીતે નીકળ્યા.

  • ગ્રીસનું ટેન્કર ‘શેનલોન્ગ’ (લાઈબેરિયાના ધ્વજ વાળું) પણ હોર્મુઝ સ્ટ્રેટમાંથી સુરક્ષિત રીતે પસાર થયું.

  • મેડાગાસ્કરના જહાજને પણ સુરક્ષિત રીતે નીકળવા દેવામાં આવ્યું.

Share This Article