અદાણી અને ગૂગલના સહયોગથી ખાવડા-કચ્છથી સ્વચ્છ ઊર્જાનું વહન કરવામાં આવશે

Reena Brahmbhatt
1 Min Read

મુંદરા, 3 : અદાણી ગ્રુપ અને ગૂગલે ભારતમાં આવેલી ગ્રીડમાં વધુ સ્વચ્છ ઊર્જા ઉમેરવા અને કંપનીઓની સામૂહિક સ્થિરતાના લક્ષ્યોને આગળ વધારવાના હેતુથી બન્નેએ સહયોગ સાધ્યો હોવાની આજે જાહેરાત કરી છે. આ ભાગીદારી મારફત અદાણી ગુજરાતના કચ્છ જિલ્લાના ખાવડા ખાતે વિશ્વના સૌથી મોટા રિન્યુએબલ એનર્જી પ્લાન્ટમાં સ્થિત નવા સોલાર-વિન્ડ હાઇબ્રીડ પ્રોજેક્ટમાંથી સ્વચ્છ ઊર્જા સપ્લાય કરશે. આ નવો પ્રોજેક્ટ 2025ના ત્રીજા ક્વાર્ટરમાં વ્યાપારી ધોરણે કામગીરી શરૂ કરે તેવી સંભાવના છે.

adani google 1

- Advertisement -

મોટા પાયે પવન, સૌર, હાઇબ્રીડ અને ઊર્જા સંગ્રહ પ્રકલ્પોના કામકાજ માટે કંપનીની પુરવાર થયેલી ક્ષમતાઓ સાથે વાણિજ્યિક અને ઔદ્યોગિક ગ્રાહકોને તેઓની ઊર્જાની જરૂરિયાતોને પહોંચી વળવા સાથે આ ગ્રાહકોની કાર્બનની ફૂટપ્રિન્ટને ઘટાડવા માટે જરૂરી સેવાઓ પૂરી પાડવા અદાણી સારી રીતે સજ્જ છે.

આગળ જતાં ઉદ્યોગોને ડિકાર્બનાઇઝ કરવામાં સહાયરૂપ થવા અદાણી મર્ચન્ટ અને સી એન્ડ આઈ ક્ષેત્રો ઉપર વધુ લક્ષ્ય આપવા યોજના ધરાવે છે. આ નૂતન સહયોગ ભારતમાં ક્લાઉડ સેવાઓ અને કામગીરીને સ્વચ્છ ઊર્જા દ્વારા સમર્થિત છે, તેની ખાતરી કરવા સાથે ગૂગલના અવિરત કાર્બનમુક્ત ઊર્જાના ધ્યેયને આગળ વધારવામાં મદદ કરશે.

- Advertisement -
Share This Article