ઓક્ટોબર મહિનામાં સર્વિસ સેક્ટર મજબૂત બન્યું, માંગ વધી અને નવી નોકરીઓને ટેકો મળ્યો
Thursday, 03 November 2022
મોસમી એડજસ્ટેડ S&P ગ્લોબલ ઇન્ડિયા સર્વિસિસ PMI બિઝનેસ એક્ટિવિટી ઇન્ડેક્સ સપ્ટેમ્બરમાં 54.3ના છ મહિનાના નીચા સ્તરેથી વધીને ઓક્ટોબરમાં 55.1ના સ્તરે પહોંચ્યો હતો, જે સર્વિસ સેક્ટરની પ્રવૃત્તિ અને વૃદ્ધિમાં વધારો દર્શાવે છે.
ઑક્ટોબર મહિના દરમિયાન ભારતની સેવા ક્ષેત્રની પ્રવૃત્તિમાં મજબૂત વૃદ્ધિ જોવા મળી છે. માંગમાં વધારો અને હાયરિંગને કારણે બજારમાં આ વૃદ્ધિ જોવા મળી હતી. ગુરુવારે માસિક સર્વેમાં આ માહિતી આપવામાં આવી છે.
સિઝનલી એડજસ્ટેડ S&P ગ્લોબલ ઇન્ડિયા સર્વિસીસ PMI બિઝનેસ એક્ટિવિટી ઇન્ડેક્સ સપ્ટેમ્બરમાં 54.3ના છ મહિનાના નીચલા સ્તરથી વધીને ઓક્ટોબરમાં 55.1ના સ્તરે પહોંચ્યો હતો, જે સેવા ક્ષેત્રની પ્રવૃત્તિ અને વૃદ્ધિમાં વધારો દર્શાવે છે.
તમને જણાવી દઈએ કે સતત પંદરમા મહિને આ આંકડો ન્યુટ્રલ 50ના સ્તરથી ઉપર હતો. પરચેઝિંગ મેનેજર્સ ઈન્ડેક્સ (PMI)ની ભાષામાં, 50થી ઉપરનો સ્કોર વિસ્તરણ સૂચવે છે, જ્યારે 50થી નીચેનો સ્કોર સંકોચન સૂચવે છે.
