Cyber Crime Complaint Portal: અજાણ્યા નંબર પરથી આવ્યો કોલ કે મેસેજ? ઘરે બેઠા સરકારી પોર્ટલ પર કરો ઓનલાઇન ફરિયાદ

Arati Parmar
2 Min Read

Cyber Crime Complaint Portal: આજકાલ અનેક પ્રકારના સ્કેમ (છેતરપિંડી) ચાલી રહ્યા છે. સ્કેમર્સ મેસેજ, કોલ અને ઈમેલ દ્વારા લોકોને પોતાની ઠગાઈનો શિકાર બનાવી રહ્યા છે. સરકાર અવારનવાર આ પ્રકારના સ્કેમ માટે ચેતવણી જાહેર કરે છે. લોકોને કોઈપણ અજાણ્યા નંબર પરથી આવેલા મેસેજમાં આપેલી લિંક પર ક્લિક ન કરવાની સલાહ આપવામાં આવે છે. સાથે જ, કોલ પર કોઈની સાથે પોતાનો ઓટીપી (OTP) શેર ન કરવા માટે પણ કહેવામાં આવે છે. ઘણી ચેતવણીઓ છતાં પણ કેટલાક લોકો સ્કેમર્સનો નિશાન બની જાય છે. લોકોએ પોતાના નંબર પર આવેલા સ્કેમ કોલ કે મેસેજની તરત જ ફરિયાદ કરવી જોઈએ. આ માટે તેમને ક્યાંય જવાની જરૂર નથી. તેઓ મોબાઈલથી જ NCRP (National Cyber Crime Reporting Portal) પર જઈને ફરિયાદ નોંધાવી શકે છે. તેની રીત ખૂબ જ સરળ છે.

શું છે NCRP?

NCRP (National Cyber Crime Reporting Portal) ભારત સરકારની એક પહેલ છે. તેને ગૃહ મંત્રાલય (Ministry of Home Affairs) દ્વારા શરૂ કરવામાં આવ્યું છે. તેનો મુખ્ય ઉદ્દેશ્ય નાગરિકોને દરેક પ્રકારના સાયબર અપરાધની રિપોર્ટ કરવાની સુવિધા આપવાનો છે. ગૃહ મંત્રાલય દ્વારા સંચાલિત આ પોર્ટલ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની પોલીસ સાથે મળીને કામ કરે છે.

- Advertisement -

કેવી રીતે કરવી રિપોર્ટ?

આ પોર્ટલ પર રિપોર્ટ કરવો ખૂબ જ સરળ છે:

  • આ માટે તમારે cybercrime.gov.in પર જવું પડશે.

  • ત્યારબાદ તમારે ઉપર આપેલા ‘Report & Check Suspect’ સેક્શન પર ક્લિક કરવાનું રહેશે.

  • હવે તમારે બીજા નંબર પર આપેલા ‘Report Suspect’ ના ઓપ્શન પર ક્લિક કરવાનું છે અને પછી ‘Report Suspect to I4C’ ઓપ્શન પર ક્લિક કરી દેવું.

  • અહીં તમારે તમારું રાજ્ય સિલેક્ટ કરવાનું છે.

  • પછી તમારે એ સિલેક્ટ કરવાનું છે કે તમે નંબર, મેસેજ કે પછી વેબસાઈટ કોની રિપોર્ટ કરવા માંગો છો.

  • જો નંબરની રિપોર્ટ કરવી હોય તો ફોન નંબર ઓપ્શન પર ક્લિક કરો.

  • હવે તમારી ફરિયાદ નોંધાવી દો.

આવી રીતે રહો સાવધ

  • સ્કેમથી બચવા માટે ક્યારેય પણ અજાણ્યા નંબર પરથી આવેલા કોલ પર પોતાની પર્સનલ ડિટેલ્સ શેર ન કરો.

  • ઈમેલમાં આપેલી લિંક પર ક્લિક ન કરો.

  • ઓટીપી કોઈની પણ સાથે શેર ન કરો.

Share This Article