Gadgets News 10 August: Vivoએ વધારી કિંમત, Realme 16x લોન્ચ પહેલાં લીક, Samsung અને boAt પણ લાવ્યા મોટા અપડેટ
Gadgets News 10 August: સ્માર્ટફોન અને એન્ટરટેઇનમેન્ટ ગેજેટ્સની દુનિયામાં આજે અનેક મોટી ખબર સામે આવી છે. એક તરફ Vivoએ પોતાના પ્રીમિયમ સ્માર્ટફોન Vivo X300 FE ની કિંમતોમાં સીધો 3,000 રૂપિયાનો વધારો કરી દીધો છે. બીજી તરફ, 12 ઑગસ્ટે લોન્ચ થનારા Realme 16x ની કિંમતો અને સ્પેસિફિકેશન્સ લોન્ચ પહેલાં જ લીક થઈ ગયા છે. ઉપરાંત, Samsung પોતાના યુઝર્સ માટે બજેટ-ફ્રેન્ડલી Samsung Galaxy A18 ટૂંક સમયમાં બજારમાં ઉતારવાની તૈયારીમાં છે, જેમાં 6,000mAhની મોટી બેટરી મળવાની આશા છે. આ દરમિયાન ઑડિયો બ્રાન્ડ boAtએ ‘Made in India’ CineHead F1 Series સાથે દેશમાં પોતાના પ્રથમ Google TV સ્માર્ટ પ્રોજેક્ટર લોન્ચ કર્યા છે. ઉપરાંત, Lavaએ પ્રથમ વખત સ્માર્ટફોન વાપરનારાઓ માટે મિલિટરી-ગ્રેડ મજબૂતીથી સજ્જ પોતાનો નવો Lava Smart 4 સ્માર્ટફોન 8,499 રૂપિયાની કિફાયતી કિંમતે રજૂ કર્યો છે.
Lavaનો નવો સ્માર્ટફોન
Lavaએ બજેટ સેગમેન્ટમાં પોતાનો નવો સ્માર્ટફોન Lava Smart 4 ભારતમાં લોન્ચ કર્યો છે. તેની કિંમત 8,499 રૂપિયા છે. જેને ખાસ કરીને પ્રથમ વખત સ્માર્ટફોન વાપરતા યુવાનોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યો છે. આ ફોનમાં 6.56 ઇંચનું qHD ડિસ્પ્લે, UNISOC SC9863A પ્રોસેસર, 3GB RAM અને 32GB ઇન્ટરનલ સ્ટોરેજ આપવામાં આવી છે.
boAtએ લોન્ચ કર્યા પ્રોજેક્ટર
ભારતની જાણીતી ટેક કંપની boAtએ હોમ એન્ટરટેઇનમેન્ટમાં પોતાનો વિસ્તાર વધારતા ‘Made in India’ CineHead F1 Series હેઠળ બે સ્માર્ટ પ્રોજેક્ટર CineHead F1 અને F1 Pro ભારતમાં લોન્ચ કર્યા છે. Google TV 5.0 સાથે આવતા આ પ્રોજેક્ટર્સમાં 1080p Full HD નેટિવ રિઝોલ્યુશન (4K સપોર્ટ), 40થી 120 ઇંચ સુધીનું મોટું સ્ક્રીન પ્રોજેક્શન, Dolby Audio અને Auto-Focus તેમજ Auto-Keystone જેવા સ્માર્ટ Auto-Setup ફીચર્સ આપવામાં આવ્યા છે. તેમાં F1 Pro મોડલ 500 ANSI Lumens બ્રાઇટનેસ અને 10W સ્પીકરથી સજ્જ છે. તેની કિંમત 32,999 રૂપિયાથી શરૂ થાય છે.
Vivoના ફોન થયા મોંઘા
લોકપ્રિય ટિપ્સ્ટર Sanju Choudharyએ પોતાના ટ્વીટમાં જણાવ્યું કે Vivoએ પોતાના પ્રીમિયમ સ્માર્ટફોન Vivo X300 FE ની કિંમતોમાં સીધો 3,000 રૂપિયાનો વધારો કર્યો છે, જેના પછી તેના 12GB+256GB વેરિઅન્ટની કિંમત 86,999 રૂપિયાથી વધીને 89,999 રૂપિયા અને 12GB+512GB વેરિઅન્ટની કિંમત 96,999 રૂપિયાથી વધીને 99,999 રૂપિયા થઈ ગઈ છે.
Realme 16x ની કેટલી હશે કિંમત?
12 ઑગસ્ટે Realme 16x લોન્ચ થવાનો છે. લોન્ચ પહેલાં જ ટિપ્સ્ટર Sanju Choudharyએ તેની કિંમત જાહેર કરી છે. પોતાના X એકાઉન્ટ પર ટ્વીટ કરીને તેમણે જણાવ્યું છે કે Realme 16xના 4GB RAM + 128GB સ્ટોરેજ બેઝ વેરિઅન્ટની કિંમત 27,999 રૂપિયા અને 6GB+256GB વેરિઅન્ટની કિંમત 30,999 રૂપિયા હશે. ફોનમાં 6.8 ઇંચનું 144Hz HD+ LCD ડિસ્પ્લે, MediaTek Dimensity 6300 પ્રોસેસર, LPDDR4X RAM, UFS 2.2 સ્ટોરેજ, 50MP મુખ્ય કેમેરા અને 7000mAh બેટરી મળશે.
ટૂંક સમયમાં લોન્ચ થશે Samsung Galaxy A18
અહેવાલો મુજબ, Samsung પોતાનો નવો બજેટ સ્માર્ટફોન Samsung Galaxy A18 ટૂંક સમયમાં લોન્ચ કરવાની તૈયારીમાં છે. લીક થયેલી માહિતી મુજબ આ ફોન 4G અને 5G વેરિઅન્ટમાં આવી શકે છે, જેમાં MediaTek Helio G99 / Snapdragon પ્રોસેસર, 6.7 ઇંચનું Super AMOLED 90Hz ડિસ્પ્લે, 50MP પ્રાઇમરી રિયર કેમેરા, 16MP સેલ્ફી કેમેરા અને 25W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે 6,000mAh સુધીની શક્તિશાળી બેટરી મળવાની આશા છે.

