Gmail email scheduling process: જો તમે કોઈને ઈમેલ મોકલવા માંગતા હોવ તો એક સારો ઈમેલ લખવો જ પૂરતો નથી. હા, ઈમેલને યોગ્ય સમયે મોકલવો પણ ખૂબ જ જરૂરી છે, કારણ કે યોગ્ય સમય હોય ત્યારે જ પ્રાપ્તકર્તા તે ઈમેલ વાંચી શકશે. જો યોગ્ય સમયે ઈમેલ નહીં મોકલવામાં આવે તો તે ફક્ત ઈનબોક્સમાં જ રહી જશે. આ સ્થિતિથી બચવા માટે અમે જીમેલમાં રહેલા ઈમેલ શિડ્યુલ ફીચરની વાત કરી રહ્યા છીએ, જેનાથી તમે ગમે ત્યારે ઈમેલ મોકલી શકશો અને તે સમયે તમારે જીમેલ પર સક્રિય રહેવાની પણ જરૂર નથી. આ ફીચર યુઝર્સને ઈમેલ લખવાની સુવિધા આપે છે અને તમે કામ ન કરતા હોવ ત્યારે તેને મોકલવાની સુવિધા પ્રદાન કરે છે. આવો જીમેલના શિડ્યુલ ઈમેલ ફીચર વિશે વિગતવાર જાણીએ.
ઈમેલ કેવી રીતે કરવા શિડ્યુલ
સૌ પ્રથમ તમારે તમારા કમ્પ્યુટરમાં જીમેલ ખોલવાનું છે અને ઉપર ડાબી બાજુના ખૂણામાં કમ્પોઝ પર ક્લિક કરવાનું છે અને તમારો ઈમેલ લખવાનો છે.
હાઈડન મેનૂ શોધો:
તમારી કમ્પોઝિશન વિન્ડોની નીચે ડાબી બાજુએ જોવાનું છે. બ્લૂ સેન્ડ બટનની બરાબર બાજુમાં આવેલા સ્મોલ ડાઉન એરો પર ક્લિક કરવાનું છે.
શિડ્યુલ સેન્ડ પર ક્લિક કરવાનું છે અને તમારી પસંદગીની તારીખ અને સમયની પસંદગી કરવાની છે. જ્યારે તમે ઈમેલ શિડ્યુલ કરો છો, ત્યારે તે સમયે તમે જે ટાઈમઝોનમાં હોવ છો, તે મુજબ જ તમારો ઈમેલ આપમેળે મોકલી દેવામાં આવશે.
શિડ્યુલ ઈમેલ કેવી રીતે જોવા:
તમારા ઈનબોક્સના ડાબા મેનૂ પેનલમાં શિડ્યુલ ફોલ્ડર પર ક્લિક કરવાનું છે.
જે ઈમેલમાં તમે ફેરફાર કરવા માંગો છો, તેના પર ક્લિક કરવાનું છે અને પછી મેસેજની ટોચમાં જમણી બાજુના ખૂણામાં કેન્સલ સેન્ડ પર ક્લિક કરવાનું છે.
ઈમેલ કેવી રીતે કરવા રી-શિડ્યુલ
સૌ પ્રથમ ઈમેલમાં ફેરફાર કરવાનો છે. પછી સેન્ડની બાજુમાં આવેલા ડાઉન એરો પર ફરીથી ક્લિક કરવાનું છે અને શિડ્યુલ સેન્ડ પર ક્લિક કરવાનું છે. ત્યારબાદ નવા સમયની પસંદગી કરવાની છે. જીમેલ પર તમે કોઈપણ સમયે વધુમાં વધુ ૧૦૦ શિડ્યુલ કરેલા ઈમેલ ક્યુમાં રાખી શકો છો.
શિડ્યુલ ઈમેલ કેવી રીતે કરવા કેન્સલ:
આ માટે તમારે ડાબી બાજુએ રહેલા સાઈડબારમાં શિડ્યુલ ફોલ્ડર પર જવાનું છે અને ઉપર જમણી બાજુએ કેન્સલ સેન્ડ પર ક્લિક કરવાનું છે. કેન્સલ કરવાથી ઈમેલ ગાયબ નહીં થાય. તે આપમેળે એક સામાન્ય ડ્રાફ્ટમાં બદલાઈ જશે, જેથી તમારો લખેલો ટેક્સ્ટ ખોવાઈ ન જાય.
આ પણ વાંચો: Poco C85 5G: ધમાકેદાર ઓફર, ૬ હજાર સસ્તો મળી રહ્યો છે Poco નો ૬૦૦૦mAh બેટરી વાળો શાનદાર ફોન – Newz Cafe

