Google Fi Wireless: હવે ઇન્ટરનેટની ધીમી સ્પીડ અને કોલ ડ્રોપની સમસ્યા થશે દૂર, બે 5G નેટવર્ક પર થશે ઑટોમેટિક સ્વિચિંગ

Arati Parmar
3 Min Read
Google Fi Wireless

Google Fi Wireless: ઘણી વખત એવું બને છે કે ફોનમાં સિગ્નલ પૂરાં આવી રહ્યા હોય છે, પરંતુ ઇન્ટરનેટની સ્પીડ ખૂબ ઓછી થઈ જાય છે. આવું ઘણીવાર ભીડભાડવાળી જગ્યાઓ પર થાય છે. નેટવર્ક ડ્રોપ અથવા ધીમા ઇન્ટરનેટની આ સમસ્યાને કાયમી ધોરણે દૂર કરવા માટે ગૂગલે Google Fi Wireless નામની સુવિધા રજૂ કરી છે. કંપની તેને પોતાનું સુપર નેટવર્ક ગણાવી રહી છે.

હકીકતમાં, આ ટેક્નોલોજીની મદદથી તમારો ફોન બે ટોચનાં 5G નેટવર્ક સાથે જોડાયેલો રહી શકે છે અને જરૂરિયાત મુજબ ઑટોમૅટિક રીતે નેટવર્ક બદલી પણ શકે છે. તેનો અર્થ એ છે કે જ્યાં એક ટેલિકૉમ ઑપરેટરનું સિગ્નલ નબળું હશે, ત્યાં ફોન કનેક્શન તોડ્યા વિના તરત જ બીજા હાઈ-સ્પીડ નેટવર્ક પર જઈ શકશે.

- Advertisement -

બે 5G નેટવર્ક વચ્ચે ઑટોમૅટિક સ્વિચિંગ

Google Fi Wireless નામે રજૂ કરવામાં આવેલી નવી સર્વિસની ખાસિયત એ છે કે તે ડાયનેમિક નેટવર્ક સ્વિચિંગ મિકેનિઝમને સપોર્ટ કરે છે. આમાં સિસ્ટમ બે મુખ્ય ટેલિકૉમ ઑપરેટર્સ સાથે મળીને કામ કરે છે.

ગૂગલની બ્લૉગ પોસ્ટ અનુસાર, મુસાફરી દરમિયાન જેવો એક નેટવર્કનો સિગ્નલ નબળો પડે અથવા બેન્ડવિડ્થ ઘટે, કે તરત જ નવી સિસ્ટમ કૉલ ડ્રોપ કર્યા વિના અથવા ઇન્ટરનેટની સ્પીડ ઘટાડ્યા વિના બીજા ઑપરેટરના ઝડપી 5G નેટવર્ક સાથે જોડાઈ જાય છે. વપરાશકર્તાને આ બદલાવની જાણ પણ થતી નથી અને સતત ઝડપી કનેક્ટિવિટી મળતી રહે છે. આ ટેક્નોલોજીમાં ધીમા ઇન્ટરનેટ અને કૉલ ડ્રોપ જેવી સમસ્યાઓ દૂર કરવાની ક્ષમતા છે.

- Advertisement -

લાખો વેરિફાઇડ WiFi નેટવર્ક સાથે જોડશે Wi-Fi Auto Connect+

  • ગૂગલે મૉલ અથવા સ્પોર્ટ્સ સ્ટેડિયમ જેવી જગ્યાઓ પર અચાનક નેટવર્ક નબળું પડી જવાથી અથવા નેટવર્ક કન્જેશનને કારણે ઇન્ટરનેટ બંધ થઈ જવાની સમસ્યા માટે Wi-Fi Auto Connect+ નામની સુવિધા પણ રજૂ કરી છે.

  • તેની મદદથી સેટિંગ્સ ખોલ્યા વિના અને કોઈ લૉગિન પાસવર્ડ નાખ્યા વિના સીધા લાખો વેરિફાઇડ પ્રીમિયમ વાઇ-ફાઇ નેટવર્ક સાથે કનેક્ટ થઈ શકાય છે.

  • તેનાથી બંધ જગ્યાઓ અથવા ડેડ ઝોનમાં ઇન્ટરનેટ કનેક્શન બંધ થઈ જવાની સમસ્યા કાયમી ધોરણે દૂર થઈ શકે છે.

કયા સ્થળે અને કયા ડિવાઇસમાં મળશે આ સુવિધા?

શરૂઆતમાં આ સર્વિસ અમેરિકામાં Google Pixel 9 અને ત્યાર પછીનાં ડિવાઇસમાં ઉપલબ્ધ થશે. જોકે, Wi-Fi Auto Connect+ સુવિધાને ગૂગલ માત્ર પિક્સેલ સુધી મર્યાદિત રાખવાનું નથી.

આવનારા સમયમાં આ સુવિધા સેમસંગ અને મોટોરોલાના પસંદગીના ફ્લેગશિપ અને પ્રીમિયમ સ્માર્ટફોનમાં પણ મળશે. ખાસ વાત એ છે કે વિદેશમાં મુસાફરી કરતા લોકો પણ આ સુવિધાઓનો ઉપયોગ કરી શકશે. આ બંને સર્વિસનો લાભ ગૂગરના અનલિમિટેડ પ્રીમિયમ અને ફ્લેક્સિબલ પ્લાનનો ઉપયોગ કરતા વપરાશકર્તાઓ કોઈપણ વધારાના શુલ્ક વિના લઈ શકશે.

- Advertisement -
Share This Article