Does your mobile listen your secret talk ? તાન્યા અને તેના પતિને આજે કોઈ બાબતને લઈને ઝઘડો શરુ થયો હતો.તાન્યા તેના સાસરિયા વિશે ફરિયાદ કરતી પરંતુ તેનો પતિ તેની વાત જ સાંભળતો ન હતો.અને તાન્યા કોઈ બાબતમાં સાચી હોય તો પણ તેને જુઠ્ઠી ઠેરવી તેના જ પરિવારની ફેવર કરતો હતો.જેથી તાન્યા ખુબ દુઃખી હતી.બપોરે આરામ કરતા કરતા ત મોબાઈલ સર્ફ કરતી હતી.ત્યારે તેના આશ્ચર્ય વચ્ચે જાણે કોઈએ તેની દુખતી રગ પર હાથ મૂકી દીધો હોય તેમ તેવા પતિઓ વિશેના વિડિઓ અને મેસેજ ચાલુ થઇ ગયા કે જેઓ પત્ની માટે એક સારા પતિ ન હતા.અને આવી પત્નીઓ સાસરિયાથી દુઃખી હોય.આવા કોન્સ્ટન્ટ અને ઢગલાબંધ વિડિઓ તેણે આખા બપોર જોયા.
પરંતુ તેને આશ્ચર્ય તે વાતનું હતું કે, કદી નહીં અને આજે જ કેમ આવા વિડિઓ આવી રહ્યા હતા, જાણે તેના મનની જ વાત ન કહી રહ્યા હોય.તે વિચારમાં પડી ગઈ.તો નેન્સીને પણ આવો અનુભવ થયો.તે એને તેની ફ્રેન્ડ કોઈ એક બ્રાન્ડની બેગ અને તેની ડિઝાઈનની વાત કરતા હતા.અને નેન્સી તે ખરીદવા માંગતી હતી.હજી તો તેણે આ માટે મોબાઈલમાં સર્ચ પણ નોતું કર્યું તેમછતાં મોબાઈલમાં તેઓ જે ડિઝાઈનની વાત કરતા હતા તે ડિઝાઇન ની એડ ફ્રીક્વન્ટલી આવવા લાગી.ત્યારે ઘણા લોકો સાથે આવું થતું હોય છે.તો સાંભળો કેટલાક સમાચાર મુજબ, તમારા ઘરના એક ખૂણામાં કે તમારી પાસે પડેલ તમારો સ્માર્ટફોન તમારી ગુપ્ત વાતો સાંભળતો હોય છે. પરંતુ આ અંગે કોઈ નક્કર પુરાવા આપવામાં આવ્યા ન હતા. પરંતુ હવે પુરાવા મળ્યા છે. એક માર્કેટિંગ ફર્મે જણાવ્યું કે સ્માર્ટફોનમાં એવા સોફ્ટવેર હોય છે જે યુઝર્સની વાત સાંભળે છે. આ પેઢીના ગ્રાહકો ગૂગલ અને ફેસબુક છે અને આ પેઢીએ સ્વીકાર્યું છે કે તેઓ માહિતી એકત્ર કરવા માટે ફોનના માઇક્રોફોનનો ઉપયોગ કરે છે. એટલે કે, જો તમે તમારી પત્ની સાથે નવા એર કંડિશનરની વાત કરો છો, તો ફોન સાંભળ્યા પછી, તે તમને ACની જાહેરાતો બતાવવાનું શરૂ કરે છે. અમને લાગે છે કે અમે આ સમસ્યાને ક્યારેક Google કરી હશે. પરંતુ એવું નથી, 404 મીડિયાના અહેવાલ મુજબ, તમે જે સર્ચ કરો છો તે જ નહીં, પરંતુ તમે ફોન પર જે બોલો છો તે પણ તમે જાહેરાતો જુઓ છો.
આ સોફ્ટવેર શું છે?
એક રિપોર્ટ અનુસાર, ટેલિવિઝન અને રેડિયો ન્યૂઝમાં એક મોટું નામ કોક્સ મીડિયા ગ્રુપે રોકાણકારોને કહ્યું કે તેમની પાસે એવી ટેક્નોલોજી છે જે AIનો ઉપયોગ કરીને યુઝર્સના ઈરાદાને શોધી કાઢે છે. આ ટેક્નોલોજી વપરાશકર્તાની વાતચીત સાંભળીને અને તેનું વિશ્લેષણ કરીને રીઅલ-ટાઇમ ડેટા એકત્રિત કરે છે. કંપનીએ એમ પણ કહ્યું કે આ ટેક્નોલોજીની મદદથી એડવર્ટાઇઝર્સ યુઝર્સના વર્તન અને તેમની વાતચીતના ડેટાનો એકસાથે ઉપયોગ કરી શકે છે. આની મદદથી એડવર્ટાઇઝર્સ એવા યુઝર્સને ટાર્ગેટ કરી શકે છે જેઓ કંઈક ખરીદવાનું વિચારી રહ્યા છે. લક્ષિત જાહેરાતો માટે આ એક ખૂબ જ શક્તિશાળી સાધન છે.
રિપોર્ટ અનુસાર, કંપનીએ એમ પણ કહ્યું કે આ ટેક્નોલોજીથી યુઝર્સના “કન્વર્ઝન અને ઓનલાઈન બિહેવિયર”નો ડેટા એકત્ર કરી શકાશે. તેણે એમ પણ કહ્યું કે AI-સંચાલિત સૉફ્ટવેર 470 થી વધુ સ્થળોએથી “વર્તણૂક અને વૉઇસ ડેટા” એકત્રિત કરે છે અને તેનું વિશ્લેષણ કરે છે.
મેટા અને એમેઝોને કડક પગલાં લીધાં
તાજેતરમાં લીક થયેલી માહિતીને કારણે અનેક સવાલો ઉઠી રહ્યા છે. મેટા અને એમેઝોન આ માર્કેટિંગ ફર્મ સાથે સંકળાયેલા હોવાથી બંનેએ મામલો પોતાના હાથમાં લીધો છે. લીક થયેલી માહિતીમાં સામે આવ્યું છે કે આ એજન્સીએ યુઝર્સના ડેટાને તેમની જાણ વગર એકત્ર કરીને તેનો ઉપયોગ કર્યો હશે. આ કારણોસર, મેટા આ એજન્સીના નિયમો અને શરતોની તપાસ કરી રહી છે.