Income Tax Status Tracking: રિફંડના નાણાં ક્યારે આવશે? તમારા મોબાઇલથી ઘરે બેઠા જ ચેક કરો ITR સ્ટેટસ, જાણો તેની સાવ સરળ રીત

Arati Parmar
3 Min Read

Income Tax Status Tracking: ઇન્કમ ટેક્સ રિટર્ન (ITR) ફાઇલ કર્યા પછી ઓનલાઇન પોતાના મોબાઇલથી તેનું સ્ટેટસ તપાસી શકાય છે. ITR ફાઇલ કર્યા પછી મોટાભાગના લોકોના મનમાં સવાલ આવે છે કે રિટર્ન ક્યારે આવશે. રિટર્ન થોડું મોડું થઈ જવા પર તેમના મનમાં એવો સવાલ પણ થાય છે કે ક્યાંક તેમણે ITR ફાઇલ કરતી વખતે કોઈ ભૂલ તો નથી કરી ને. તમે તમારા આ તમામ સવાલોના જવાબ ITR સ્ટેટસ દ્વારા મેળવી શકો છો. આજના ડિજિટલ યુગમાં આવકવેરા વિભાગે ITR સ્ટેટસ ચેક કરવાની પ્રક્રિયાને અત્યંત સરળ બનાવી દીધી છે. કોઈ પણ વ્યક્તિ ઘરે બેઠા પોતાના સ્માર્ટફોનથી પણ ઓનલાઇન ITR સ્ટેટસ જોઈ શકે છે. ITR નું સ્ટેટસ સમયાંતરે ચેક કરવું એટલા માટે પણ જરૂરી છે જેથી તમે જાણી શકો કે તમારું રિટર્ન વેરિફાઈડ, પ્રોસેસ્ડ કે પછી રિફંડ, કઈ સ્થિતિમાં છે. જો કોઈ પ્રકારની ખામી કે નોટિસ આવે છે, તો સમયસર કાર્યવાહી કરી શકાય છે. જો તમને ITR નું સ્ટેટસ જોતા આવડતું નથી તો ચિંતા કરશો નહીં. આ આર્ટિકલમાં તેની પૂરી રીત જણાવવામાં આવી છે.

મોબાઇલથી પણ જોઈ શકાય છે ITR નું સ્ટેટસ

ITR નું સ્ટેટસ તપાસવું દરેક માટે જરૂરી છે. આનાથી તમને ખબર પડે છે કે રિટર્ન વેરિફાઈડ થઈ ગયું છે કે નહીં, રિફંડ આવશે કે નહીં. ઘરેથી જ પોતાના સ્માર્ટફોન દ્વારા ITR નું સ્ટેટસ તપાસી શકાય છે. ITR સ્ટેટસની તપાસ કરવી ખૂબ જ જરૂરી છે.

- Advertisement -

ITR સ્ટેટસ જોવા માટે ફોલો કરો આ સ્ટેપ્સ

  • ITR સ્ટેટસની તપાસ કરવા માટે તમારે ગૂગલ પર જઈને સીધું ‘Income Tax Refund Status’ સર્ચ કરવાનું છે.

  • ત્યારબાદ ગૂગલ પર સૌથી ઉપર Income Tax e-Filing પોર્ટલની લિંક આવશે. તેના પર ક્લિક કરો.

  • આમ કરતા જ તમે incometax.gov.in પર પહોંચી જશો.

  • તમને સ્ક્રીન પર સૌથી ઉપર Login નો વિકલ્પ દેખાશે.

  • અહીં તમારે તમારા પાન કાર્ડ અથવા આધાર કાર્ડ અને પાસવર્ડ દ્વારા લોગ ઇન કરવાનું રહેશે.

  • તમારી જાણકારી માટે જણાવી દઈએ કે તમે ITR ફાઇલ કરતી વખતે રજીસ્ટ્રેશન કર્યું હશે. હવે તમારે એ જ પાસવર્ડ નાખીને લોગ ઇન કરવાનું રહેશે.

  • લોગ ઇન કર્યા પછી dashboard પર પાછા આવી જાઓ.

  • પછી View ITR Status પર ક્લિક કરો. આમ કરતા જ તમને ITR સ્ટેટસ સ્ક્રીન પર સામે આવી જશે.

  • અહીં તમને રિફંડનું પૂરું Status દેખાઈ જશે.

ધ્યાન રાખો કે જો રિફંડ જારી થઈ ગયું છે તો ૭ થી ૧૦ દિવસમાં બેંક એકાઉન્ટમાં ક્રેડિટ થઈ જાય છે. જોકે, આ માટે બેંક એકાઉન્ટ પ્રી-વેલિડેટ હોવું જોઈએ અન્યથા વિલંબ થઈ શકે છે.

Share This Article