Google new privacy tool: ગૂગલ સર્ચમાંથી હવે પર્સનલ ફોટા હટાવવા થશે સાવ સરળ: ભારત સરકારના નવા IT નિયમો વચ્ચે ગૂગલે આપ્યું પાવરફુલ સેફ્ટી ટૂલ

Arati Parmar
3 Min Read

Google new privacy tool: ભારત સરકારે AI દ્વારા નિર્મિત કન્ટેન્ટ અને ડીપફેક માટે કડક IT નિયમોની જાહેરાત કરી છે. તેની સાથે જ ગૂગલે પણ યુઝર્સની પ્રાઈવસીને ધ્યાનમાં રાખીને એક નવું ટૂલ રજૂ કર્યું છે. આ ટૂલની મદદથી યુઝર્સ ગૂગલ સર્ચમાં રહેલા પોતાના પર્સનલ ફોટા અને સેન્સિટિવ માહિતીને સરળતાથી હટાવી શકશે. ભારત સરકાર દ્વારા જારી કરવામાં આવેલા નવા નિયમોમાં જરૂરી લેબલિંગ અને ઝડપથી કન્ટેન્ટ હટાવવાની ટાઈમલાઈન સામેલ છે. ગૂગલનું આ અપડેટ એવા સમયે આવ્યું છે જ્યારે વિશ્વભરના રેગ્યુલેટર્સ મોટી ટેક કંપનીઓ “મેનીપ્યુલેટેડ કન્ટેન્ટ” ને કેવી રીતે હેન્ડલ કરે છે તેની તપાસ તેજ કરી રહ્યા છે. ગૂગલના જણાવ્યા અનુસાર, આ અપડેટેડ સર્ચ સિસ્ટમનો હેતુ એવા લોકોને મદદ કરવાનો છે જેઓ સંવેદનશીલ કન્ટેન્ટ લીકનો શિકાર બન્યા છે.

નવી રિમૂવલ પ્રોસેસ છે ખૂબ જ સરળ

Google એ તેના બ્લોગ પોસ્ટમાં આ નવા સર્ચ ટૂલની જાણકારી આપી છે. આ નવી પ્રક્રિયા દ્વારા લોકો સીધા સર્ચ રિઝલ્ટમાંથી આપત્તિજનક તસવીરો (Explicit images) ની રિપોર્ટ કરી શકે છે. આ ટૂલની મદદથી યુઝર્સ માત્ર એક જ નહીં, પરંતુ એકસાથે અનેક ફોટા માટે રિપોર્ટ કરી શકે છે. બ્લોગ પોસ્ટમાં જણાવાયું છે કે હવે તમારે દરેક ઈમેજ માટે અલગ-અલગ રિપોર્ટ કરવાની જરૂર નથી. નવું ટૂલ તમને એક જ સરળ ફોર્મેટમાં સર્ચ રિઝલ્ટમાંથી ઘણી ઈમેજ માટે એકસાથે રિક્વેસ્ટ કરવાનો વિકલ્પ આપે છે.

- Advertisement -

સેફગાર્ડ્સનો પણ મળે છે વિકલ્પ

ગૂગલે કહ્યું છે કે હાલના કન્ટેન્ટને હટાવવું એ ઉકેલનો માત્ર એક ભાગ છે. વધુ સુરક્ષા માટે નવી પ્રોસેસ તમને સેફગાર્ડ્સ પસંદ કરવાની સુવિધા પણ આપે છે. આ હેઠળ, સર્ચમાં મળતા-આવતા કોઈ પણ વધારાના રિઝલ્ટને તે પહેલાથી જ ફિલ્ટર કરી દેશે. રિક્વેસ્ટ સબમિટ કર્યા પછી તરત જ તમને નિષ્ણાત સંસ્થાઓની લિંક્સ મળશે, જે ઈમોશનલ અને લીગલ સપોર્ટ પૂરો પાડે છે.

“Results about you” થી ટ્રેક કરો રિક્વેસ્ટ

હવે યુઝર્સ “Results about you” હબમાં એક જ જગ્યાએ પોતાની તમામ રિક્વેસ્ટનું સ્ટેટસ ટ્રેક કરી શકે છે. જ્યારે તમારી રિક્વેસ્ટના સ્ટેટસમાં કોઈ ફેરફાર થશે, ત્યારે તમને ઈમેલ દ્વારા નોટિફિકેશન પણ મળશે. ગૂગલે જણાવ્યું છે કે આ નવી પ્રક્રિયાથી ઈન્ટરનેટ પરથી સંવેદનશીલ કન્ટેન્ટ હટાવવામાં મદદ મળશે અને આગામી દિવસોમાં તેને વધુ દેશોમાં રોલ આઉટ કરવામાં આવશે.

- Advertisement -

ટૂલનો ઉપયોગ કેવી રીતે કરવો?

૧. આપત્તિજનક ડેટાની રિપોર્ટ કરવા માટે યુઝર્સે સર્ચ રિઝલ્ટમાં ઉપર જમણી બાજુએ આવતા થ્રી ડોટ આઈકન પર ક્લિક કરવાનું રહેશે.

૨. ત્યારબાદ દેખાતા મેનૂમાંથી “Remove result” વિકલ્પ પસંદ કરો.

- Advertisement -

૩. આ પછી Google રિમૂવલનું કારણ પૂછશે. જો ઈમેજ આપત્તિજનક હોય, તો યુઝર તે વિકલ્પ પસંદ કરી શકે છે કે તે તેમની અંગત તસવીરો દર્શાવે છે.

Share This Article