Know Your Smartphone: ૧ મેસેજમાં ખબર પડશે સત્ય, આ રીતે જાણો તમારો ફોન અસલી છે કે નકલી?

Arati Parmar
2 Min Read

Know Your Smartphone: અસલી અને નકલીમાં ઓળખ કરવી ખૂબ મુશ્કેલ છે. આજકાલ માર્કેટમાં વસ્તુઓની ડુપ્લિકેટ કોપી (ફર્સ્ટ કોપી) મળે છે. થોડા સમય પહેલા સુધી આવું માત્ર કપડાં, શૂઝ અને બેગ સાથે થતું હતું, પરંતુ હવે સ્માર્ટફોન્સની પણ ફર્સ્ટ કોપી માર્કેટમાં આવવા લાગી છે. સેકન્ડ હેન્ડ ફોન ખરીદતી વખતે લોકોને અવારનવાર એ ડર રહે છે કે ક્યાંક તેઓ ચોરીનો અથવા નકલી ડિવાઇસ ન ખરીદી લે. ફોનની અસલિયત જાણવાની સૌથી સરળ રીત KYM સર્વિસ છે. ચોરીનો મોબાઈલ ઓળખવા માટે CEIR (Central Equipment Identity Register) એ KYM (Know Your Mobile) સર્વિસ રજૂ કરી છે. આના દ્વારા તમે એક મેસેજ કરીને જાણી શકો છો કે ફોન ચોરીનો છે કે નહીં. આ માટે તમને ફોનનો IMEI નંબર ખબર હોવો જોઈએ. પૂરી રીત નીચે મુજબ છે.

ફોનથી કરવો પડશે એક મેસેજ

સેકન્ડ હેન્ડ મોબાઈલ ખરીદતા પહેલા તમારા માટે એ જાણવું ખૂબ જરૂરી છે કે તે ચોરીનો તો નથી ને. આ માટે તમે KYM સર્વિસનો ઉપયોગ કરી શકો છો. તમારે ફક્ત ફોનનો IMEI નંબર લખીને મેસેજ કરવાનો રહેશે અને ફોનની પૂરી વિગત જેમ કે નામ અને મોડલ નંબર વગેરે સ્ક્રીન પર આવી જશે.

- Advertisement -

આ રીતે જાણો ફોનનો IMEI નંબર

જો તમને ફોનનો IMEI નંબર ખબર નથી, તો ડાયલ પેડ ઓપન કરો અને ફોનથી *#06# ડાયલ કરો. આવું કરતા જ ફોનનો IMEI નંબર સ્ક્રીન પર આવી જશે. હવે તમારે ફોનમાં Messages એપ ઓપન કરવાની છે અને 14422 નંબર પર SMS મોકલવાનો છે.

મેસેજમાં લખવાનું છે: KYM

- Advertisement -

મેસેજ કરતાની સાથે જ વળતા જવાબમાં (રિપ્લાયમાં) મોબાઈલની બ્રાન્ડ, મોડલ અને IMEI ની સ્થિતિની જાણકારી મળી જશે. જો સ્ટેટસ બ્લેકલિસ્ટ (Blacklisted), ડુપ્લિકેટ અથવા પહેલેથી ઉપયોગમાં દેખાય તો સમજી જવું કે આ ચોરીનો અથવા ગેરકાયદેસર ફોન છે. આ રીતે તમે સરળતાથી ફોનની અસલિયત જાણી શકો છો.

- Advertisement -
Share This Article