Muse Software: યૂરોપ સહિત વિશ્વના અનેક એરપોર્ટ પર સાઇબર અટેકથી ચેક-ઇન સિસ્ટમ બંધ, ફ્લાઇટો કેન્સલ અને મુસાફરોમાં અફરા-તફરી

Arati Parmar
4 Min Read

Muse Software: યૂરોપના દેશો સહિત દુનિયાભરના કેટલાક એરપોર્ટ પર શનિવારે સાઇબર અટેક થયો હતો. એના કારણે ઘણાં લોકોને પરેશાની થઈ હતી, તો કેટલાકને નુકસાન પણ થયું હતું. આ સાઇબર અટેકને કારણે એરપોર્ટ પર જેટલાં પણ ઓટોમેટિક કામ થઈ રહ્યાં હતાં એ અટકી ગયા હતા. એના કારણે કેટલીક ફ્લાઇટ કેન્સલ થઈ હતી તો કેટલીક ફ્લાઇટ મોડી ઊડી હતી. એરપોર્ટ પર હવે ઘણાં કામ ઓટોમેટિક થઈ રહ્યાં છે. જોકે શનિવારે હિથ્રો એરપોર્ટ, બ્રસેલ્સ એરપોર્ટ અને બર્લિનના એરપોર્ટ પર સાઇબર અટેક થવાથી તેમની ચેક-ઇન સિસ્ટમમાં ખામી આવી ગઈ હતી. આ સિસ્ટમ બંધ થતાં તેમણે વર્ષો પહેલાં તેમના દ્વારા ઉપયોગમાં લેવાતી મેન્યુઅલ ચેક-ઇન પ્રોસેસ અને બોર્ડિંગ લિસ્ટ બનાવવું પડ્યું હતું. શનિવારે હુમલો થયો હતો, પરંતુ એની અસર રવિવારે પણ જોવા મળી હતી.

- Advertisement -
Share This Article