OneUI 8.5 Beta Samsung: સેમસંગ અપડેટ: સેમસંગ Galaxy S25 સીરીઝ માટે OneUI 8.5 બીટા પ્રોગ્રામ શરૂ, જાણો તમારા ફોનમાં કેવી રીતે કરશો ઇન્સ્ટોલ

Arati Parmar
3 Min Read

OneUI 8.5 Beta Samsung: સેમસંગે તેની Galaxy S25 સીરીઝના યુઝર્સ માટે OneUI 8.5 બીટા પ્રોગ્રામની જાહેરાત કરી દીધી છે. એક અહેવાલ અનુસાર, આ બીટા અપડેટ ૮ ડિસેમ્બરથી ભારતની સાથે સાથે જર્મની, કોરિયા, પોલેન્ડ, યુકે અને અમેરિકામાં ઉપલબ્ધ કરાવી દેવામાં આવ્યું છે. આ અપડેટમાં મલ્ટી-ડિવાઇસ એક્સપિરિયન્સ, સિક્યોરિટી અને સ્માર્ટ ફીચર્સને પહેલા કરતા વધુ બહેતર બનાવવામાં આવ્યા છે.

ધ્યાન રાખવા જેવી બાબતો: આ અપડેટને તમારા ફોનમાં ઇન્સ્ટોલ કરતા પહેલા કેટલીક બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે.

- Advertisement -

One UI 8.5 બીટા અત્યારે માત્ર Galaxy S25 સીરીઝ (S25, S25 Plus, S25 Ultra અને S25 Edge) માટે જ ઉપલબ્ધ છે.

બીટા અપડેટમાં અનેક પ્રકારના બગ્સ (ભૂલો) હોઈ શકે છે, જેના કારણે ફોન વાપરવામાં મુશ્કેલી પડી શકે.

- Advertisement -

અમારી સલાહ છે કે તમારા પ્રાઈમરી (મુખ્ય) ફોન પર બીટા વર્ઝન ઇન્સ્ટોલ કરવાનું ટાળવું જોઈએ.

કયા ફોન્સ પર મળશે OneUI 8.5 બીટા વર્ઝન?

- Advertisement -

જો તમે Galaxy S25 સીરીઝના યુઝર છો, તો તમે આ અપડેટ ઇન્સ્ટોલ કરી શકો છો. સેમસંગે આ વર્ષે Galaxy S25 સીરીઝમાં Galaxy S25, S25 Plus, S25 Ultra અને S25 Edge સ્માર્ટફોન લોન્ચ કર્યા હતા. જો તમે આમાંથી કોઈ ફોન વાપરો છો, તો તમે નવા વર્ઝનનો આનંદ માણી શકો છો.

આ રીતે ડાઉનલોડ કરો OneUI 8.5 બીટા વર્ઝન

૧. સૌથી પહેલા તમારા સેમસંગ ફોન પર Samsung Members એપ ડાઉનલોડ કરો. ૨. તમારા સેમસંગ એકાઉન્ટ સાથે આ એપમાં લોગ-ઇન કરો. ૩. એપના હોમ પેજ પર તમને ‘One UI Beta Program’ નું બેનર દેખાશે, તેના પર ક્લિક કરો. ૪. આ બેનર પર ટેપ કરીને બીટા વર્ઝન માટે પોતાને રજિસ્ટર કરો. ૫. ત્યારબાદ ફોનના Settings > Software Update > Download and install પર ક્લિક કરો. ૬. થોડી વારમાં તમારા ફોન પર અપડેટ આવી જશે, જેને ઇન્સ્ટોલ કરીને તમે નવા ફીચર્સ વાપરી શકશો.

OneUI 8.5 બીટા વર્ઝનના કેટલાક ખાસ ફીચર્સ:

Galaxy AI અને Photo Assist: નવા AI ફીચર્સ ઉમેરવામાં આવ્યા છે અને ફોટો એડિટિંગને વધુ સ્માર્ટ અને ઝડપી બનાવવામાં આવ્યું છે.

Quick Share: હવે ક્વિક શેર ફીચર તમારા નજીકના કોન્ટેક્ટ્સના ફોટા બતાવશે અને ફાઇલ શેર કરવાનું સૂચન આપશે.

Storage Share: આ ફીચર દ્વારા તમે બીજા ગેલેક્સી ડિવાઇસ (ફોન, ટેબ્લેટ કે PC) ની ફાઇલો સીધી ‘My Files’ એપમાં જોઈ શકશો. તમે તમારા ફોનની ફાઇલો સેમસંગ ટીવી પર પણ એક્સેસ કરી શકશો.

Theft Protection: ફોન ચોરી થવાની સ્થિતિમાં તમારા ડેટાને સુરક્ષિત રાખવા માટે નવું થેફ્ટ પ્રોટેક્શન ફીચર આપવામાં આવ્યું છે.

નવી ડિઝાઇન: કેલ્ક્યુલેટર, ક્લોક અને સેમસંગ હેલ્થ જેવી એપ્સ હવે નવા ડિઝાઇન અને બહેતર વિઝ્યુઅલ્સ સાથે જોવા મળશે.

Share This Article