PAN Card New Rules 2026: શું તમે જાણો છો કે 31 માર્ચ 2026 પછી તમે માત્ર આધાર કાર્ડનો ઉપયોગ કરીને PAN કાર્ડ બનાવી શકશો નહીં? 1 એપ્રિલથી PAN કાર્ડ બનાવવા માટે તમારે આધાર કાર્ડની સાથે જન્મતારીખ (Date of Birth) થી જોડાયેલા અન્ય દસ્તાવેજોનો પણ ઉપયોગ કરવો પડશે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર CSCeGov દ્વારા આ અંગે મહત્વની જાણકારી શેર કરવામાં આવી છે. જેમાં જણાવાયું છે કે 1 એપ્રિલથી PAN કાર્ડ બનાવવાના જૂના એપ્લિકેશન ફોર્મ સ્વીકારવામાં આવશે નહીં. હાલમાં નવું PAN કાર્ડ બનાવવા માટે માત્ર આધાર કાર્ડ જ પૂરતું છે.
31 માર્ચ સુધી સરળતાથી બનાવો PAN કાર્ડ
1 એપ્રિલથી PAN કાર્ડ માટે જન્મતારીખના પુરાવા તરીકે વધારાના ડોક્યુમેન્ટ્સની જરૂર પડશે. જોકે, જો તમે 31 માર્ચ સુધીમાં અરજી કરો છો, તો તમારું કામ માત્ર આધાર કાર્ડથી જ થઈ જશે. આથી, જો તમારી પાસે PAN કાર્ડ નથી, તો અત્યારે તે મેળવવાની સૌથી સરળ તક છે.
PAN કાર્ડ માટે કેવી રીતે એપ્લાય કરવું?
ઓનલાઈન PAN કાર્ડ બનાવવા માટે આ સ્ટેપ્સ ફોલો કરો:
વેબસાઇટ: સૌથી પહેલા NSDL ની સત્તાવાર વેબસાઇટ પર જાઓ.
ફોર્મ: ‘Apply Online’ ટેબમાં જઈને ‘New PAN – Indian Citizen (Form 49A)’ પસંદ કરો. કેટેગરીમાં ‘Individual’ સિલેક્ટ કરો.
વિગતો: તમારું નામ, જન્મતારીખ, ઈમેઈલ આઈડી અને મોબાઈલ નંબર જેવી વિગતો ભરો.
ટોકન નંબર: કેપ્ચા કોડ ભરીને સબમિટ કર્યા બાદ એક Token Number મળશે, તેને નોટ કરી લો. જો ફોર્મ અધૂરું રહી જાય તો આ નંબર કામ આવશે.
વેરિફિકેશન: આધાર કાર્ડ દ્વારા OTP વેરિફિકેશન પૂરું કરો. આનો ફાયદો એ છે કે તમારે અલગથી ફોટો કે સહી અપલોડ કરવાની જરૂર નથી પડતી.
અન્ય માહિતી: પિતાનું નામ અને સરનામું જેવી વિગતો ભરો. e-KYC ઓપ્શન પસંદ કરવાથી આધાર વાળું સરનામું આપમેળે લેવામાં આવશે.
પેમેન્ટ: પાન કાર્ડની ફીનું ઓનલાઈન પેમેન્ટ કરો.
સબમિશન: પેમેન્ટ બાદ આધાર લિંક મોબાઈલ પર આવતા OTP ને દાખલ કરો. તમારું ફોર્મ સબમિટ થઈ જશે.
1 એપ્રિલથી આ ડોક્યુમેન્ટ્સની પડશે જરૂર
CSCeGov ની પોસ્ટ મુજબ, 1 એપ્રિલથી PAN કાર્ડ માટે નીચેનામાંથી કોઈ પણ એક દસ્તાવેજ ફરજિયાત હશે:
બર્થ સર્ટિફિકેટ (જન્મનો દાખલો)
વોટર આઈડી કાર્ડ (ચૂંટણી કાર્ડ)
10મા ધોરણની માર્કશીટ અથવા પ્રમાણપત્ર
ડ્રાઈવિંગ લાયસન્સ
મેજિસ્ટ્રેટ દ્વારા પ્રમાણિત એફિડેવિટ
પાસપોર્ટ

