Phone Display Freeze: મોબાઈલ આજે આપણા જીવનનો મહત્વનો ભાગ બની ગયો છે. આજે આપણે આપણા મોટાભાગના કામ આપણા ફોનની મદદથી કરીએ છીએ. આજે બેંકિંગથી લઈને શોપિંગ સુધીના તમામ કામ મોબાઈલની મદદથી ઘરે બેસીને પળવારમાં કરી શકાય છે. આવી સ્થિતિમાં ક્યારેક ફોન ખરાબ થઈ જાય તો તમારે સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. તેમા પણ ખાસ કરીને જ્યારે તમારા મોબાઈલની ડિસ્પ્લે ફ્રીઝ થઈ જાય કે પછી ટચ બરાબર કામના કરતુ હોય ત્યારે.
જો તમારા ફોનમાં પણ ક્યારેક આવી સમસ્યા ઉભી થાય છે તો રિપેર કરાવવા આપતા પહેલા આટલું કરી લેજો આમ તમારા ફોનની ડિસપ્લે અટકી જાય કે ટચ ના થાય ત્યારે કામ લાગશે.
જો ફોનની ડિસ્પ્લે ખરાબ થઈ જાય, તો અન્ય ભાગો સારી રીતે કામ કરે છે, પરંતુ તમે તમારા મોબાઇલ અથવા સ્માર્ટફોનના કોઈપણ હાર્ડવેરનો ઉપયોગ કરી શકતા નથી. મોબાઇલ ડિસ્પ્લે સામાન્ય રીતે બે કારણોસર નુકસાન પામે છે. આમાં મોબાઇલને નુકસાન અથવા કોઈપણ સોફ્ટવેરમાં વાયરસ અથવા બગ આવ્યો હોય કે પછી ફોનના અંદરથી હીટ થઈ ગયો હોય.
રિ-સ્ટાર્ટ કરો: ઘણી વખત તમારા મોબાઈલની ડિસ્પ્લે ફ્રીઝ થઈ જાય છે. ખાસ કરીને ગેમ રમતી વખતે આવું ઘણીવાર થાય છે. ત્યારે ફોન પરના બટનો કામ કરવાનું બંધ કરી દે છે. જો તમારા ફોનમાં પણ આ સમસ્યા આવી છે, તો પહેલા ફોનને રિસ્ટાર્ટ કરવાનો પ્રયાસ કરો. જો ફોન રીસ્ટાર્ટ ન થાય, તો તેને રૂટ મોડ પર લઈ જાઓ. જ્યારે તમારો ફોન રૂટ મોડમાં જાય, ત્યારે તેને વોલ્યુમ બટનો વડે નિયંત્રિત કરીને તેને રિ-સ્ટાર્ટ કરો.
ફોનને રેસ્ટ આપો: જો ફોનની સ્ક્રીન અચાન ફ્રીઝ થઈ જાય તો પહેલા ફોનને થોડો સમય એવી જગ્યાએ રાખો જ્યાંથી ગરમ હવા કે ગરમ વસ્તુ તેને અડતી ના હોય એટલે કે કોઈ ઈલેક્ટ્રોનીક સાધનો પર ફોન ન મુકવો, 5-10 મીનિટ બાદ તમે જોશો તો ફોન ફરી ચાલુ થઈ ગયો હશે.
ચાર્જમાં મુકો: થોડી વાર પછી જોવા પર પણ ફોન ચાલુ ના થાય તો તેને ચાર્જ મુકો, થોડી વાર ફોન ચાર્જ થતા તે આપમેળે ચાલુ થઈ જશે.
આ સિવાય જો તમારા ફોનની ડિસપ્લે પર ફ્રીઝ થઈને ઊભી લાઈન જોવા મળતી હોય ત્યારે ડિસ્પ્લે ખૂબ જ ઝાંખી દેખાવા લાગે છે અને જો તેને યોગ્ય સમયે ઠીક કરવામાં ન આવે તો તમારા મોબાઈલની ડિસ્પ્લેને પણ નુકસાન થઈ શકે છે. આ સમસ્યા સામાન્ય રીતે ત્યારે થાય છે જ્યારે ફોનમાં બગ હોય છે. આવી સ્થિતિમાં, જો કોઈ ઊભી રેખા દેખાય, તો પહેલા ફોનને સ્વિચ ઓફ કરી ફરી થોડી વાર પછી ચાલુ કરવાનો પ્રયાસ કરો. ઘણી વખત ફોનને રિસ્ટાર્ટ કરીને જ આ સમસ્યા દૂર થઈ શકે છે.
આ સિવાય લાંબા સમય સુધી મોબાઈલનો ઉપયોગ કર્યા પછી અથવા અચાનક ક્યારેક આપણા ફોનની સ્ક્રીન ઝબકવા લાગે છે. આ સમસ્યા મોબાઈલના સોફ્ટવેર કે હાર્ડવેર બંનેના કારણે થઈ શકે છે. જો તમારા ફોનમાં પણ આવી જ સમસ્યા છે, તો તમે OLED સેવર એપ ડાઉનલોડ કરીને આ સમસ્યાથી છુટકારો મેળવી શકો છો.

