Ration Card WhatsApp Complaint Number: રેશનકાર્ડની માથાકૂટમાંથી મળશે મુક્તિ: હવે વોટ્સએપ પર કરો ફરિયાદ, ઘરે બેઠા એક મેસેજથી ઉકેલાઈ જશે તમામ સમસ્યા

Arati Parmar
3 Min Read

Ration Card WhatsApp Complaint Number: જો તમારે રેશનકાર્ડને લગતી કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો હવે તેના માટે સરકારી કચેરીઓના ધક્કા ખાવાની જરૂર નથી. રેશનકાર્ડમાં નામ ઉમેરવા કે કઢાવવામાં તકલીફ પડતી હોય, અનાજ ન મળી રહ્યું હોય, ખોટી એન્ટ્રી થઈ ગઈ હોય, કિંમત વધારે લેવામાં આવતી હોય અથવા તો તેને લગતી કોઈપણ ફરિયાદ હોય તો તમે વોટ્સએપ દ્વારા તેની ફરિયાદ કરી શકો છો. સરકારે નાગરિકોની સુવિધા માટે આ સર્વિસ શરૂ કરી છે. આ ડિજિટલ પહેલ દ્વારા તમે ઘરે બેઠા તમારા મોબાઈલ ફોનથી જ એક મેસેજ કરીને તમારી ફરિયાદ નોંધાવી શકો છો. તેની પ્રક્રિયા ખૂબ જ સરળ છે. ચાલો, જાણીએ.

એક મેસેજ દ્વારા રેશનકાર્ડની સમસ્યા ઉકેલાઈ જશે આ સર્વિસ માત્ર સમય જ બચાવતી નથી, પરંતુ ફરિયાદના નિકાલમાં પણ મદદ કરે છે. ખાસ વાત એ છે કે વોટ્સએપ જેવા પ્લેટફોર્મનો ઉપયોગ આજના સમયમાં ગ્રામીણ અને શહેરી એમ બંને ક્ષેત્રના લોકો કરે છે. તેનો અર્થ એ છે કે ગામડાના લોકો પણ પોતાના ઘરેથી જ ફરિયાદ કરી શકે છે. રેશનને લગતી કોઈ પણ મુશ્કેલી હોય તો તમારે અહીં-તહીં ભટકવાની જરૂર નથી. તમે મોબાઈલ ફોનથી જ તમારી ફરિયાદ સીધી સંબંધિત વિભાગ સુધી પહોંચાડી શકો છો. તમારી જાણકારી માટે જણાવી દઈએ કે આ એપ કુલ ૧૨ ભાષાઓને સપોર્ટ કરે છે. જેમાં હિન્દી, અંગ્રેજી અને ભારતની ઘણી પ્રાદેશિક ભાષાઓનો સમાવેશ થાય છે.

- Advertisement -

આ નંબર પર મોકલવો પડશે Hi મેસેજ

આ માટે તમારે વોટ્સએપ નંબર ૯૮૬૮૨૦૦૪૪૫ પર મેસેજ કરવો પડશે અથવા તો તમે નીચે આપેલા ટ્વિટમાંથી ક્યુઆર કોડ સ્કેન કરીને પણ સીધો તે નંબર સાથે ચેટ શરૂ કરી શકો છો.

ત્યારબાદ તમારે Hi લખીને મેસેજ કરવાનો રહેશે. મેસેજ કરતાની સાથે જ તમને ભાષા પસંદ કરવાનું કહેવામાં આવશે. તમે અંગ્રેજી અને હિન્દી સહિત અન્ય ઘણી પ્રાદેશિક ભાષાઓ જેવી કે ગુજરાતી, પંજાબી અને મરાઠીમાંથી કોઈ પણ પસંદ કરી શકો છો. પછી તમારે તમારો રેશનકાર્ડ નંબર નાખવો પડશે. ત્યારબાદ તમને પૂછવામાં આવશે કે તમને શું તકલીફ છે. તમે આગળ વધતા જાઓ અને તમારી ફરિયાદ નોંધાવી દો.

- Advertisement -

ઇન્ટરનેટ વગર પણ કામ થઈ જશે

જો તમારા વિસ્તારમાં ઇન્ટરનેટ નથી અથવા તો તમે વોટ્સએપનો ઉપયોગ કરતા નથી તો IVRS નંબર ૧૪૪૫૭ પર કોલ કરી શકો છો. આ નંબર પર તમારી બધી વાત સાંભળવામાં આવશે અને તમારી સમસ્યાનું સમાધાન થઈ જશે.

- Advertisement -
Share This Article