Redmi Band 4 લૉન્ચ: 21 દિવસની બેટરી, 5ATM વૉટર રેઝિસ્ટન્સ ફીચર સાથે, જાણો કિંમત

Arati Parmar
2 Min Read

Redmi Band 4 ને કંપનીએ નવીનતમ સ્માર્ટબેન્ડ તરીકે બજારમાં લૉન્ચ કર્યું છે. આ રેડમી બેન્ડ 3નું અનુગામી મૉડલ છે, જે અપગ્રેડેડ ફીચર્સ સાથે આવે છે. સ્માર્ટબેન્ડમાં 2.5D કર્વ્ડ કવર ગ્લાસ આપવામાં આવ્યો છે. તેમાં 1.47 ઇંચનું ડિસ્પ્લે છે. સ્માર્ટબેન્ડમાં 60Hzનો રિફ્રેશ રેટ મળે છે. રેડમી બેન્ડ 4માં અનેક પ્રકારનાં હેલ્થ ફીચર્સ મળે છે. કંપની અનુસાર, તે એક જ ચાર્જમાં 21 દિવસ સુધી ચાલી શકે છે. જ્યારે તેના અગાઉના મૉડલમાં 18 દિવસની બેટરી લાઇફ મળે છે. સ્માર્ટબેન્ડમાં 5ATM વૉટર રેઝિસ્ટન્સ આપવામાં આવ્યું છે. ચાલો, તેની કિંમત અને અન્ય ખાસ ફીચર્સ વિશે વિગતવાર જાણીએ.

Redmi Band 4 ની કિંમત

કંપનીએ રેડમી બેન્ડ 4ને પોતાના સ્થાનિક બજારમાં લૉન્ચ કર્યું છે. ચીનમાં તેની કિંમત 169 યુઆન (લગભગ ₹2,400) છે. તેને કંપનીની સત્તાવાર વેબસાઇટ પરથી ખરીદી શકાય છે.

- Advertisement -

Redmi Band 4 નાં સ્પેસિફિકેશન્સ

રેડમી બેન્ડ 4ને કંપનીએ નવીનતમ સ્માર્ટબેન્ડ તરીકે બજારમાં લૉન્ચ કર્યું છે. આ રેડમી બેન્ડ 3નું અનુગામી મૉડલ છે, જે અપગ્રેડેડ ફીચર્સ સાથે આવે છે. સ્માર્ટબેન્ડમાં 2.5D કર્વ્ડ કવર ગ્લાસ આપવામાં આવ્યો છે. તેમાં 1.47 ઇંચનું ડિસ્પ્લે છે. સ્માર્ટબેન્ડમાં 60Hzનો રિફ્રેશ રેટ મળે છે. ફિટનેસ બેન્ડમાં મેટલ ટેક્સ્ચરવાળી ફ્રેમ આપવામાં આવી છે. તેમાં યુનિબોડી ડિઝાઇન છે.

રેડમી બેન્ડ 4માં અનેક પ્રકારનાં હેલ્થ ફીચર્સ મળે છે. તે આખો દિવસ સ્ટ્રેસ મોનિટરિંગ કરી શકે છે. તેમાં હાર્ટ રેટ ટ્રેકિંગ ફીચર પણ છે. સ્માર્ટબેન્ડ બ્લડ ઑક્સિજનનું રીડિંગ પણ દર્શાવે છે. આ ઉપરાંત તેમાં સ્લીપ ટ્રેકિંગ પણ છે. તેમાં મહિલાઓ માટે હેલ્થ ટ્રેકિંગ ફીચર પણ આપવામાં આવ્યું છે. તેમાં 50થી વધુ સ્પોર્ટ્સ મોડ્સ છે, જેમાં દોડવું, સાઇકલિંગ, ટેબલ ટેનિસ વગેરેનો સમાવેશ થાય છે.

- Advertisement -

રેડમી બેન્ડ 4માં લાંબી બેટરી લાઇફનો દાવો કરવામાં આવ્યો છે. કંપની અનુસાર, તે એક જ ચાર્જમાં 21 દિવસ સુધી ચાલી શકે છે. જ્યારે તેના અગાઉના મૉડલમાં 18 દિવસની બેટરી લાઇફ મળે છે. સ્માર્ટબેન્ડમાં 5ATM વૉટર રેઝિસ્ટન્સ આપવામાં આવ્યું છે. અન્ય ફીચર્સમાં નોટિફિકેશન, અલાર્મ અને પેમેન્ટ સપોર્ટ વગેરે મળે છે. હાલમાં કંપનીએ તેને પોતાના સ્થાનિક બજારમાં રજૂ કર્યું છે.

- Advertisement -
Share This Article