REDMI Turbo 5 સ્માર્ટફોન ભારતમાં લોન્ચ થઈ ગયો છે. આ ફોન ખાસ કરીને તે યુઝર્સ માટે બનાવવામાં આવ્યો છે, જેમને ઉત્તમ પરફોર્મન્સ, લાંબી બેટરી અને દમદાર બિલ્ડ ક્વોલિટી જોઈએ છે. ફોનમાં ૭૫૪૦mAh ની બેટરી આપવામાં આવી છે. આ ભારતમાં રેડમીનો સૌથી મોટી બેટરી વાળો ફોન છે. આ ઉપરાંત, ફોન ૧૨GB સુધી RAM સાથે આવ્યો છે. ફોનમાં ૧૨૦Hz રિફ્રેશ રેટ વાળું ડિસ્પ્લે આપવામાં આવ્યું છે. ધૂળ અને પાણીથી બચાવ માટે ફોન P66, IP68, IP69 અને IP69K રેટિંગથી સજ્જ છે. લોન્ચ ઓફર હેઠળ ફોનને થોડા સમય માટે ૩૫,૯૯૯ રૂપિયાની શરૂઆતની કિંમતમાં રજૂ કરવામાં આવ્યો છે. તમામ સ્પેશિફિકેશન જાણવા માટે નીચે વાંચો.
પરફોર્મન્સ અને રેમ
રેડમીના આ ફોનમાં MediaTek Dimensity 8500 Ultra ચિપસેટ આપવામાં આવ્યું છે, જે ભારે કામ અને ગેમિંગ દરમિયાન પણ સ્મૂધ એક્સપિરિયન્સ આપશે.
ફોનને બે રેમ વેરિઅન્ટમાં લાવવામાં આવ્યો છે. બેઝ વેરિઅન્ટમાં ૮GB રેમ અને ટોપ વેરિઅન્ટમાં ૧૨GB રેમ આપવામાં આવી છે.
ગેમર્સ માટે તેમાં 3D IceLoop કુલિંગ સિસ્ટમ અને વાઇલ્ડ બૂસ્ટ ઓપ્ટિમાઈઝેશન આપવામાં આવ્યું છે, જે ફોનને ગરમ થવાથી બચાવે છે. તે ૨૦ થી વધારે પોપ્યુલર ગેમ્સમાં સતત ૧૨૦fps ની સ્મૂધ ગેમિંગને સપોર્ટ કરે છે.
ફોનની મોટી બેટરી અને ડિસ્પ્લે
ફોનમાં ૭૫૪૦mAh ની બેટરી આપવામાં આવી છે, જે આરામથી બે દિવસથી વધારે ચાલી શકે છે. બેટરી ૧૦૦W હાઈપરચાર્જને સપોર્ટ કરે છે. જણાવી દઈએ કે કંપની ફોન સાથે ચાર્જર પણ આપી રહી છે.
કંપનીનો દાવો છે કે ફોન ૩૦ મિનિટમાં ૫૧% સુધી ચાર્જ થઈ જાય છે.
સ્માર્ટફોનમાં ૬.૫૯ ઇંચનું ૧.૫K AMOLED ડિસ્પ્લે લાગેલું છે, જે ૧૨૦Hz રિફ્રેશ રેટને સપોર્ટ કરે છે. તેની પીક બ્રાઈટનેસ ૩,૫૦૦ nits છે.
ફોનમાં Dolby Atmos અને હાઈ-રેસ ઓડિયો સપોર્ટ સાથે ડ્યુઅલ સ્ટીરિયો સ્પીકર્સ આપવામાં આવ્યા છે.
કેવો છે કેમેરા સેટઅપ?
સ્માર્ટફોનની બેક સાઈડમાં ૫૦MP નો Sony IMX882 મેન કેમેરા આપવામાં આવ્યો છે. ફોટો અને વીડિયોને એડિટ કરવા માટે તેમાં AI ઈમેજ એડિટિંગ સૂટ મળે છે. ફોનની બંને તરફ પ્રીમિયમ ગ્લાસ, એરોસ્પેસ-ગ્રેડ મેટલ ફ્રેમ અને Corning Gorilla Glass 7i ની સુરક્ષા આપવામાં આવી છે. આ ફોન શાઓમીના લેટેસ્ટ Xiaomi HyperOS 3 પર ચાલે છે.
કિંમત અને સેલ
ફોન ભારતમાં ૧૯ જૂન, ૨૦૨૬ ના રોજ બપોરે ૧૨:૦૦ વાગ્યાથી Mi.com, Amazon.in અને શાઓમીના રીટેલ સ્ટોર્સ પર વેચાણ માટે ઉપલબ્ધ થશે.
ફોનના ૮GB + ૨૫૬GB સ્ટોરેજ વાળા વેરિઅન્ટને ૩૭,૯૯૯ રૂપિયામાં લોન્ચ કરવામાં આવ્યો છે. જ્યારે, ટોપ વેરિઅન્ટની કિંમત ૪૦,૯૯૯ રૂપિયા છે.
જોકે, લોન્ચ ઓફર હેઠળ ૨૦૦૦ રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. આ કારણે ફોન થોડા સમય માટે ૩૫,૯૯૯ રૂપિયાની શરૂઆતની કિંમતમાં ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યો છે.
આ પણ વાંચો: Oppo Find X9 Ultra પર બમ્પર ડિસ્કાઉન્ટ: ૧૭ હજારની બચત સાથે ખરીદો ૨૦૦MP કેમેરા વાળો ફ્લેગશિપ ફોન – Newz Cafe

