Shubhanshu Shukla On Axiom Mission 4: શુભાંશુ શુક્લાનું 14 દિવસનું અંતરિક્ષ મિશન અને 60થી વધુ વૈજ્ઞાનિક પ્રયોગો, જાણો સંપૂર્ણ માહિતી

Arati Parmar
5 Min Read

Shubhanshu Shukla On Axiom Mission 4: Axiom Mission 4 (Ax-4) એક ઐતિહાસિક મિશન છે. ભારત, હંગેરી અને પોલેન્ડ માટે આ મિશન દ્વારા અંતરિક્ષમાં નવા માર્ગ ખુલશે. આ મિશનમાં ભારતની વાયુસેનાના ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા પાયલટ તરીકેની ભૂમિકા ભજવશે. આ મિશન 8 જૂનના રોજ અમેરિકાના કેનેડી સ્પેસ સેન્ટરમાં લોન્ચ કરવામાં આવશે.

Ax-4 મિશન શું છે?

- Advertisement -

Axiom Space નામની એક પ્રાઇવેટ કંપની દ્વારા Ax-4 મિશન કરવામાં આવી રહ્યું છે. આ કંપનીનું આ ચોથું મિશન છે, જે નાસા અને SpaceX સાથે મળીને હાથ ધરવામાં આવ્યું છે. આ મિશન ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર હાથ ધરાશે, જ્યાં Ax-4ની ટીમ 14 દિવસ સુધી સંશોધન કરશે. તેઓ રિસર્ચની સાથે ટેક્નોલોજી પ્રદર્શન અને જનજાગૃતિ માટેના કાર્યક્રમ પણ યોજશે. આ મિશન ખાસ કરીને ભારત, પોલેન્ડ અને હંગેરી માટે મહત્ત્વપૂર્ણ છે, કારણ કે તેવા દેશો લગભગ 40 વર્ષ બાદ ફરી અંતરિક્ષ યાત્રામાં ભાગ લઈ રહ્યાં છે.

Share This Article