Smartphone Fake Charger Identification: બારકોડ સ્કેન કરતા જ ખુલી જશે ચાર્જરની પોલ, સ્માર્ટફોનને નુકસાનથી બચાવવા માટે જાણી લો અસલી અને નકલી વચ્ચેનો આ મોટો તફાવત

Arati Parmar
2 Min Read

Smartphone Fake Charger Identification: તમે ઘણી વાર જોયું હશે કે સ્માર્ટફોનના ચાર્જર પર એક ક્યૂઆર કોડ અથવા બારકોડ બનેલો હોય છે. શું તમે ક્યારેય વિચાર્યું છે કે આ ક્યૂઆર કોડ કયા કામ આવે છે? સ્માર્ટફોન કંપનીઓ ફોનના ચાર્જર પર આ કોડ કેમ આપે છે? જણાવી દઈએ કે આજકાલ માર્કેટમાં વિવિધ કંપનીઓના ચાર્જર આવે છે, કારણ કે સ્માર્ટફોન્સની સાથે કંપનીઓએ ચાર્જર આપવાનું બંધ કરી દીધું છે. આ કારણે માર્કેટમાં રિયલ અને ફેક ચાર્જર વચ્ચે તફાવત કરવો ઘણો મુશ્કેલ છે. ચાર્જર પર બનેલા ક્યૂઆર કોડ દ્વારા તમે જાણી શકો છો કે ચાર્જર અસલી છે કે નકલી.

ફોનથી સ્કેન કરો બારકોડ

તમે તમારા ફોનના ચાર્જર પર બનેલા ક્યૂઆર કોડને ગુગલ લેન્સ દ્વારા સ્કેન કરી શકો છો. તમારે તમારો ફોન ઓપન કરવાનો છે. ત્યારબાદ ગુગલ લેન્સ ઓપન કરો. પછી ચાર્જર પર બનેલા QR કોડને સ્કેન કરો. ત્યારબાદ, જે નંબર દેખાઈ રહ્યો છે તેને કોપી કરી લો. આ નંબરને ક્યાંય પણ સેવ કરીને રાખી લો.

- Advertisement -

એક હોવો જોઈએ ચાર્જર પર લખેલો SN અને બારકોડથી મળેલ નંબર

હવે આ નંબરની તુલના ચાર્જર પર લખેલા નંબર સાથે કરો. જણાવી દઈએ કે ચાર્જર પર ૧૬ અંક અને અક્ષરનો એક નંબર (SN) લખેલો હોય છે. આ નંબર બારકોડ કે ક્યૂઆર કોડને સ્કેન કર્યા પછી જે નંબર મળ્યો છે, તેની સાથે મેચ થવો જોઈએ. જોકે, ધ્યાન રહે કે બારકોડથી મળતા નંબર ૧૬ અંકોથી વધુના હોઈ શકે છે, તેથી ગભરાશો નહીં. જો બારકોડથી મળેલ નંબર અને ફોનના ચાર્જર પર લખેલ નંબર મેચ ન થાય તો સમજી લેવું કે તે ચાર્જર અસલી નથી.

આ રીત પણ છે અસરકારક

આ સિવાય, તમે બીજી એક રીતે પણ ચાર્જરની અસલિયત જાણી શકો છો. ચાર્જરને પકડો અને તમારી આંગળીને ચાર્જરની કિનારીઓ પર ફેરવો અથવા તેને ધ્યાનથી જુઓ. જો તમને કોઈ બારીક ટુકડો કે ફાલતુ પ્લાસ્ટિક મહેસૂસ થાય, તો સમજી લેવું કે તે નકલી છે. તમારી કેબલ્સ સાથે પણ આવું જ કરો. અસલી ચાર્જર અને કેબલ્સમાંથી કોઈ અજીબ કે ઉબડ-ખાબડ પ્લાસ્ટિક અથવા રબરના ટુકડા બહાર નીકળેલા હોતા નથી.

- Advertisement -
Share This Article