Induction Cooktop Buying Guide: ગોળ કે ચોરસ, કયું ઇન્ડક્શન છે બેસ્ટ?: રસોઈ બનાવતા પહેલા જાણી લો ડિઝાઈનનું ગણિત, વીજળી બચાવવા માટે આ ટિપ્સ આવશે કામ

Arati Parmar
3 Min Read

Induction Cooktop Buying Guide: આજકાલ ઇન્ડક્શનનો વપરાશ વધી ગયો છે. દેશમાં ચાલી રહેલી LPG સિલિન્ડરની અછત વચ્ચે લોકો ઇન્ડક્શન પર રસોઈ બનાવી રહ્યા છે. જેમના ઘરોમાં સિલિન્ડર નથી, તેઓ માર્કેટ જઈને નવું સિલિન્ડર ખરીદી રહ્યા છે. આનાથી તેના વેચાણમાં પણ વધારો થઈ રહ્યો છે. પરંતુ ઇન્ડક્શન લેતી વખતે લોકોના મનમાં એ સવાલ જરૂર હોય છે કે કયું ઇન્ડક્શન તેમના ઘર માટે યોગ્ય રહેશે. તમે માર્કેટમાં ગોળ અને ચોરસ બે ડિઝાઈનના ઇન્ડક્શન જોયા હશે. જો તમે કન્ફ્યુઝ છો કે કયા પર રસોઈ સારી બનશે અને કયું વીજળી ઓછી વાપરશે તો જણાવી દઈએ કે ડિઝાઈનથી વીજળીના બિલ પર સીધો ફર્ક પડતો નથી. તે આ વાત પર નિર્ભર કરે છે કે તમે કયા પ્રકારના અને કેવા વાસણ પર રસોઈ બનાવો છો. ચાલો, બંને ડિઝાઈન વિશે જાણીએ.

ગોળ ઇન્ડક્શન આવા ઘર માટે છે બેસ્ટ

ગોળ ઇન્ડક્શન સામાન્ય રીતે સાઈઝમાં થોડા નાના અને કોમ્પેક્ટ હોય છે. જો કિચન નાનું છે તો તમારા માટે આ સાઈઝ બિલકુલ ઠીક છે. આ જગ્યા ઓછી રોકે છે અને તેને મુસાફરીમાં લઈ જવું સરળ હોય છે. જોકે, ધ્યાન રાખો કે જો તમે આના પર બહુ મોટું તપેલું કે પહોળી કઢાઈ રાખી તો તે કિનારીઓથી બહાર નીકળશે, જેનાથી વાસણ અસંતુલિત થવાનો ડર રહે છે.

- Advertisement -

ચોરસ ઇન્ડક્શનનો સાચો ઉપયોગ

ચોરસ ઇન્ડક્શનને સ્ટાન્ડર્ડ સાઈઝ માનવામાં આવે છે. જો તમારો પરિવાર મોટો છે અને તમે દરરોજ ઇન્ડક્શન પર રસોઈ બનાવો છો તો તમારા માટે આ બેસ્ટ છે. આના ઉપરની સપાટી મોટી હોય છે. આના પર મોટા બેઝવાળી કઢાઈ, મોટું પ્રેશર કુકર કે પહોળી તવી સરળતાથી આવી જાય છે. આમાં બટન્સ કે ટચ પેનલ માટે અલગથી વધુ જગ્યા મળે છે.

શું વીજળી બિલ પર પડે છે કોઈ ફર્ક?

ગોળ કે પછી ચોરસ ડિઝાઈનવાળા ઇન્ડક્શનથી વીજળીના બિલ પર સીધો કોઈ ફર્ક પડતો નથી, પરંતુ તમારા વાસણના સિલેક્શન અને ઉપયોગની રીતથી બિલ ઓછું કે વધારે હોઈ શકે છે. વીજળીનું બિલ કેટલું આવશે તે આ વાત પર નિર્ભર કરે છે કે ઇન્ડક્શનની અંદર લાગેલી કોઈલ કેટલી વીજળી લઈ રહી છે.

- Advertisement -

ઇન્ડક્શનની ઉપરનો કાચ ભલે ગોળ હોય કે ચોરસ, તેની અંદર રહેલી તાંબાની કોઈલ ગોળ જ હોય છે. ઇન્ડક્શન ઓન કરતા જ વીજળી ફક્ત તે કોઈલના ઘેરાવામાં જ વપરાય છે. જો તમે 2000 વોટના ગોળ ઇન્ડક્શન અને 2000 વોટના ચોરસ ઇન્ડક્શનને એક જ પાવર સેટિંગ પર ચલાવશો, તો બંને સરખી જ વીજળી ખર્ચ કરશે.

Share This Article