અમદાવાદઃ રેલવે પ્રોજેક્ટની પ્રગતિની સમીક્ષા કરી

Reena Brahmbhatt
1 Min Read

રેલવે બોર્ડના સભ્ય (ઇન્ફ્રાસ્ટ્રક્ચર) અનિલ કુમાર ખંડેલવાલે વટવા સ્થિત CPOH વર્કશોપનું નિરીક્ષણ કર્યું.

અમદાવાદ, 28 જુલાઇ. અનિલ કુમાર ખંડેલવાલે, સભ્ય (ઇન્ફ્રાસ્ટ્રક્ચર), રેલ્વે બોર્ડ, અમદાવાદ રેલ્વે સ્ટેશન પર ચાલી રહેલા પુનઃવિકાસના કામોની પ્રગતિની સમીક્ષા કરી હતી અને વટવા ખાતે CPOH વર્કશોપ, ઇન્ટિગ્રેટેડ ક્રૂ અને ગાર્ડ રનિંગ રૂમ અને લોબીનું નિરીક્ષણ કર્યું હતું.

- Advertisement -

LGwJrzKR train

ખંડેલવાલે અમદાવાદ સ્ટેશન પર RLDAના અધિકારીઓ અને અમદાવાદ ડિવિઝનના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી અને અમદાવાદ સ્ટેશન રિડેવલપમેન્ટના કામના સ્થળનું નિરીક્ષણ કર્યું હતું અને સંબંધિત અધિકારીઓને કામમાં ઝડપ લાવવા નિર્દેશ આપ્યા હતા. તેમણે વટવા ખાતે CPOH વર્કશોપ અને ઈન્ટીગ્રેટેડ ક્રૂ લોબી, ઈન્ટીગ્રેટેડ ક્રૂ અને ગાર્ડ રનિંગ રૂમનું નિરીક્ષણ કર્યું અને લોકો પાઈલટ્સને મળ્યા.

- Advertisement -

આ દરમિયાન ખંડેલવાલની સાથે અમદાવાદના ડિવિઝનલ રેલ્વે મેનેજર સુધીર કુમાર શર્મા, ચીફ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર કન્સ્ટ્રક્શન અમદાવાદ સંજય ગુપ્તા, ચીફ પ્રોજેક્ટ મેનેજર આરએલડીએ સંજીવ કુમાર અને પશ્ચિમ રેલવેના મુખ્ય અધિકારીઓ તેમજ અમદાવાદ ડિવિઝનના વરિષ્ઠ અધિકારીઓ પણ હાજર રહ્યા હતા.

Share This Article