Solar Powered Chiller: ધગધગતા તડકામાં પણ -4.7 ડિગ્રી સુધી ઠંડક, સૂર્યની ગરમીથી બરફ બનાવે છે આ અનોખી ટેક્નોલોજી

Arati Parmar
4 Min Read

વીજળી, કૉમ્પ્રેસર કે કૂલિંગ ગૅસ વિના તડકામાં જામે છે બરફ, જાણો કેવી રીતે કામ કરે છે Solar Powered Chiller

Solar Powered Chiller: સામાન્ય રીતે સૂર્યની ગરમીમાં બરફ પીગળી જાય છે, પરંતુ એક એવી ટેક્નોલોજી પણ છે, જે સૂર્યની ગરમીથી -4.6 ડિગ્રીની ઠંડક પેદા કરી શકે છે. ખાસ વાત એ છે કે તેમાં કોઈપણ પ્રકારના કૉમ્પ્રેસર અથવા કૂલિંગ ગૅસનો ઉપયોગ થતો નથી. આ ટેક્નોલોજીને સોલર પાવર્ડ ચિલર કહેવામાં આવે છે, જેમાં ભરપૂર તડકામાં વીજળી વિના તાંબાની કૉઇલ પર બરફનું જાડું પડ જામી જાય છે. આ કૉઇલની વચ્ચે પાણીની બોટલ રાખવામાં આવે તો તેને જામી જવામાં થોડી જ મિનિટ લાગે છે.

Solar Powered Chiller કેવી રીતે કામ કરે છે

ધ્યાન આપવા જેવી વાત એ છે કે સોલર પાવર્ડ ચિલરમાં વીજળી, કૉમ્પ્રેસર અથવા ગૅસનો ઉપયોગ થતો નથી. આવી સ્થિતિમાં સવાલ થાય છે કે આ ટેક્નોલોજી તડકામાં બરફ કેવી રીતે જમાવે છે. વાસ્તવમાં આ કોઈ સોલર પેનલ અથવા બૅટરીથી ચાલતું ફ્રિજ નથી. ટેક્નિકલ ભાષામાં તેને સોલર થર્મલ કૂલિંગ અથવા એબ્સોર્પ્શન/ઍડ્સોર્પ્શન રેફ્રિજરેશન કહેવામાં આવે છે.

- Advertisement -

તેમાં મુખ્યત્વે બે ભાગ હોય છે. પહેલો પૅરાબોલિક સોલર રિફ્લેક્ટર, જે તડકાને એક સીધી રેખામાં કેન્દ્રિત કરીને તીવ્ર ગરમી પેદા કરે છે. જ્યારે બીજો ભાગ કૉપર કૉઇલ એટલે કે ચિલર યુનિટ હોય છે. તે દેખાવમાં ઘણી હદ સુધી હીટિંગ રૉડ જેવું લાગે છે, પરંતુ તેની વચ્ચે રાખવામાં આવતી વસ્તુની ગરમીને ખેંચીને ફ્રીઝિંગ તાપમાન સુધી પહોંચાડી દે છે.

તડકાથી બરફ કેવી રીતે જામે છે?

આ ટેક્નોલોજી પાછળ થર્મોડાયનેમિક્સનો સિદ્ધાંત પણ કામ કરે છે. આ ટેક્નોલોજીમાં ઉપયોગમાં લેવાતા તાંબાના પાઇપમાં એક રેફ્રિજરન્ટ સંપૂર્ણપણે સીલબંધ હોય છે. તે પ્રવાહી સ્થિતિમાં રહે છે.

- Advertisement -

જ્યારે પૅરાબોલિક રિફ્લેક્ટર સૂર્યનાં કિરણોને એક પાઇપ પર કેન્દ્રિત કરે છે, ત્યારે પાઇપમાં રહેલું પ્રવાહી રેફ્રિજરન્ટ ગરમ થઈને હાઇ-પ્રેશર ગૅસમાં બદલાઈ જાય છે. ત્યારબાદ આ ગૅસ કૉપર કૉઇલવાળા ભાગમાં પહોંચે છે.

તે ભાગમાં ઓછા દબાણવાળા વિસ્તારમાં ફેલાતાની સાથે જ તે આસપાસના વાતાવરણની સંપૂર્ણ ગરમી શોષી લે છે. ગરમી ખેંચાઈ જતાં તાંબાની કૉઇલનું તાપમાન 0 ડિગ્રીથી નીચે જતું રહે છે. તેનાથી થોડા જ સમયમાં કૉઇલ પર બરફની ચાદર જામી જાય છે. આ તાપમાન -4.7 ડિગ્રી સુધી જઈ શકે છે.

- Advertisement -

સોલર થર્મલ કૂલિંગ ટેક્નોલોજીના ફાયદા

  • આ સેટઅપ ચલાવવા માટે 1 યુનિટ વીજળીની પણ જરૂર પડતી નથી. આ ટેક્નોલોજી સંપૂર્ણપણે તડકા પર નિર્ભર રહે છે.
  • એક સામાન્ય ફ્રિજમાં કૉમ્પ્રેસર ખરાબ થવાની અથવા ગૅસ લીક થવાની સમસ્યા રહે છે. જ્યારે આ ટેક્નોલોજીમાં કોઈ મૂવિંગ પાર્ટ હોતો નથી, તેથી મેન્ટેનન્સનો ખર્ચ લગભગ શૂન્ય થઈ જાય છે.
  • સાથે જ તેમાં કોઈપણ પ્રકારની ગૅસનો ઉપયોગ થતો નથી, જેના કારણે આ ટેક્નોલોજી પર્યાવરણ માટે પણ સંપૂર્ણપણે સુરક્ષિત રહે છે.

ક્યાં ઉપયોગમાં લેવાઈ રહી છે આ ટેક્નોલોજી?

  • આ ટેક્નોલોજીનો મોટા પાયે ઉપયોગ થઈ રહ્યો છે. મોટી હોટેલ્સ, હૉસ્પિટલો અને ઑફિસ પરિસરોમાં સેન્ટ્રલાઇઝ્ડ AC ચલાવવા માટે રૂફટૉપ સોલર કલેક્શનર્સ અને એબ્સોર્પ્શન ચિલર્સનો ઉપયોગ કરવામાં આવે છે.
  • દૂરના વિસ્તારોમાં વીજળી વિના વૅક્સિન, ઇન્સ્યુલિન અને જીવનરક્ષક દવાઓને 2થી 8 ડિગ્રી પર રાખવા માટે તેનો ઉપયોગ થાય છે.
  • આ ઉપરાંત ખેતરોની નજીક બટાકા, ટામેટાં અને લીલા શાકભાજીને બગડતાં બચાવવા માટે સોલર માઇક્રો કોલ્ડ સ્ટોરેજનો ઉપયોગ થાય છે.
  • તેવી જ રીતે દૂધના પાશ્ચરાઇઝેશન બાદ તેને તાત્કાલિક ઠંડું કરવા અને પૅકેજિંગ માટે થર્મલ કૂલિંગનો ઉપયોગ થાય છે.
Share This Article