Storage Binary Architecture: શું તમારા મગજમાં ક્યારેય આ સવાલ આવ્યો છે કે સ્માર્ટફોન, લેપટોપ કે અન્ય સ્ટોરેજ ડિવાઇસ (જેમ કે પેન ડ્રાઇવ, મેમરી કાર્ડ) માં સ્ટોરેજ વેરિઅન્ટ્સ હંમેશા ૩૨, ૬૪, ૧૨૮, ૨૫૬ GB જેવા ડબલ થતા નંબરોમાં જ કેમ હોય છે? કંપનીઓ ૫૦, ૧૦૦ કે ૨૦૦ GB જેવા રાઉન્ડ ફિગરમાં સ્ટોરેજ કેમ નથી બનાવતી? આના પાછળ એક નહીં, પણ ઘણા રસપ્રદ અને ટેક્નિકલ કારણો છે:
૧. સ્ટોરેજનું બાઇનરી (Binary) પર નિર્માણ
આ સ્ટોરેજ સાઇઝનું સતત બમણું થવાનું મુખ્ય કારણ એ છે કે સ્ટોરેજનું નિર્માણ બાઇનરી (Binary) સિસ્ટમ પર થાય છે.
કમ્પ્યુટરની ભાષા: કમ્પ્યુટરનું મગજ માત્ર ૦ (શૂન્ય) અને ૧ (એક) ના બે નંબરો પર જ કામ કરે છે. આને જ બાઇનરી કહેવાય છે.
ગણતરી: આ કારણોસર, મેમરીનું કદ હંમેશા બે (૨) ના ગુણાંકમાં (Power of 2) એટલે કે ૨, ૪, ૮, ૧૬, ૩૨, ૬૪, ૧૨૮, ૨૫૬… ના ક્રમમાં જ હોય છે.
અશક્યતા: બાઇનરી આર્કિટેક્ચરને કારણે, ૧૦૦ કે ૨૦૦ GB જેવો રાઉન્ડ ફિગરનો સ્ટોરેજ સાઇઝ તેમાં ફિટ થઈ શકતો નથી.
૨. સ્ટોરેજ ચિપનું કદ અને વેસ્ટેજ
સ્ટોરેજનું કદ પણ આ સંખ્યાઓ પાછળનું મોટું કારણ છે. સ્ટોરેજ ચિપને એક ઇમારતની જેમ સમજી શકાય છે, જેમાં રૂમનું કદ (બ્લોક) નિશ્ચિત હોય છે:
ફિક્સ્ડ સ્ટ્રક્ચર: સ્ટોરેજ ચિપમાં બ્લોક્સનું માળખું ફિક્સ હોય છે અને તે બાઇનરી રીતે જ બનાવવામાં આવે છે.
બચાવ: જો કંપની ૧૨૮ GB ની ચિપમાંથી ૧૦૦ GB નો સ્ટોરેજ બનાવે, તો બાકીના ૨૮ GB ના બ્લોક્સને તોડવા પડશે અથવા તે વેસ્ટ જશે. આનાથી કંપનીને નુકસાન થાય છે. આથી, પૂરા બ્લોક્સનો ઉપયોગ થાય તે માટે સાઇઝ ડબલ હોય છે.
૩. સ્ટોરેજ કંટ્રોલરનું કારણ
સ્ટોરેજ ચિપમાં એક સ્ટોરેજ મેનેજર હોય છે, જેને ટેક્નિકલ ભાષામાં કંટ્રોલર (Controller) કહેવામાં આવે છે:
ડિઝાઇન: આ કંટ્રોલર ૬૪ GB, ૧૨૮ GB, ૨૫૬ GB જેવા સ્ટાન્ડર્ડ સાઇઝ માટે જ ડિઝાઇન કરવામાં આવે છે.
ગૂંચવણ: જો ૧૦૦ GB જેવી સાઇઝની ચિપ બનાવવામાં આવે, તો કંટ્રોલર ડેટા ક્યાં લખવો કે ક્યાંથી કાઢવો તે નક્કી કરવામાં ગૂંચવાઈ શકે છે.
સમસ્યાઓ: આનાથી સ્ટોરેજ ચિપમાં ધીમી સ્પીડ અથવા મેમરી કરપ્ટ થવા જેવી સમસ્યાઓ આવી શકે છે.
૪. સોફ્ટવેર કમ્પેટિબિલિટી અને ખર્ચ
સોફ્ટવેર: આજના Android અને iOS જેવા ઓપરેટિંગ સિસ્ટમ્સ (Software) પણ ૩૨, ૬૪, ૧૨૮ GB જેવા ડબલ થતા સ્ટોરેજ સાઇઝ સાથે કામ કરવા માટે તૈયાર કરવામાં આવ્યા છે. અચાનક નવી સાઇઝ (જેમ કે ૫૦ GB) લાવવાથી સોફ્ટવેર કમ્પેટિબલ નહીં રહે અને યોગ્ય રીતે કામ નહીં કરે.
કંપનીને ખર્ચ: જો કંપની ૧૨૮ GB ને બદલે ૧૦૦ GB ની ચિપ બનાવે તો તેને આખા ચિપના સ્ટ્રક્ચરમાં મોટો ફેરફાર કરવો પડશે, જે કંપની માટે ખૂબ મોંઘો સાબિત થઈ શકે છે.
આમ, સ્ટોરેજનું કદ નાના-નાના નિશ્ચિત બ્લોક્સથી બનેલું છે, જે માત્ર બાઇનરી રીતે ડબલ સાઇઝમાં જ એકબીજા સાથે જોડાઈ શકે છે. આ હવે ઉદ્યોગનું ધોરણ (Standard) બની ગયું છે, તેથી નવું સ્ટોરેજ સાઇઝ બહાર પાડવું શક્ય અને વ્યવહારુ નથી.

