કયારેય નહી થાય તમારા એસીમાં બ્લાસ્ટ જો આ જાણી લેશો કે કેટલા સમય બાદ એસી કરવુ બંધ

Reena Brahmbhatt
2 Min Read

આજકાલ એર કંડીશનરમાં વિસ્ફોટના ઘણા સમાચાર સામે આવી રહ્યા છે. આની પાછળનું મુખ્ય કારણ તાપમાનમાં વધારો અને એર કંડિશનરનો વધુ પડતો ઉપયોગ છે. જો તમારા ઘરમાં એર કંડીશનર હોય તો તમારે જાણવું જ જોઇએ કે એર કંડીશનર કેટલા સમય સુધી સતત ચાલવુ જોઇએ.ખૂબ જ ઓછા તાપમાને લાંબા સમય સુધી એસી ચલાવવું નુકસાનકારક હોઈ શકે છે. આદર્શ તાપમાન 24-26 ડિગ્રી સેલ્સિયસ હોવું જોઈએ. મોટા ભાગના એસીમાં ઓટો મોડ હોય છે, જે તાપમાન અને ભેજ અનુસાર આપમેળે સેટ થઇ જાય છે.જો તમે એર કંડિશનર નક્કી કરેલી મર્યાદા કરતા વધારે ચલાવી રહ્યા છો, તો તમારે સાવચેત રહેવું જોઈએ. એવું ન થાય કે એર કંડિશનરના વિસ્ફોટનો આગામી વારો તમારા એસીનો હોઈ શકે માટે એસીનો ઉપયોગ કરતા પહેલા તમારે અહીં જણાવેલી ટિપ્સને જરૂર ફોલો કરવી જોઇએ
Keep Up On Air Conditioning Maintenance min
જો તમારા શહેરનું તાપમાન 45 ડિગ્રી સેલ્સિયસ સુધી હોય તો તમારે એર કંડીશનરને સતત 6થી 8 કલાક સુધી ચલાવવું જોઈએ. આ પછી, એસી ઓછામાં ઓછા 30 મિનિટ માટે બંધ રાખવું જોઈએ. આમ કરવાથી એર કંડીશનરનું કોમ્પ્રેસર પણ ઠંડુ થઇ જશે. તેમજ એર કંડીશનરનો વીજ પુરવઠો ઓવરહીટીંગ થવાથી શોર્ટ સર્કિટ નહીં થાય.ખૂબ જ ઓછા તાપમાને લાંબા સમય સુધી એસી ચલાવવું નુકસાનકારક હોઈ શકે છે.
aircon compressor
આદર્શ તાપમાન 24-26 ડિગ્રી સેલ્સિયસ હોવું જોઈએ. મોટા ભાગના એસીમાં ઓટો મોડ હોય છે, જે તાપમાન અને ભેજ અનુસાર આપમેળે એડજસ્ટ થાય છે. તેનો ઉપયોગ કરવાથી એસીને વધારે કામ કરવાની જરૂર પડતી નથી.જો એસીને સતત ચાલુ રાખવામાં આવે તો તેના કોમ્પ્રેસર પર દબાણ વધી શકે છે. તેથી જો તમે રાત્રે એર કંડિશનર ચાલુ રાખીને સૂતા હોવ તો તેના સ્લીપ મોડનો ઉપયોગ કરો અને ચોક્કસ સમય નક્કી કરો, જેથી એર કંડીશનર આપોઆપ બંધ થઈ જાય. એસીનો ઉપયોગ કરતી વખતે રૂમના દરવાજા અને બારીઓ બંધ રાખો જેથી ઠંડી હવા બહાર ન જાય અને એસીને વધારે મહેનત ન કરવી પડે.

- Advertisement -
Share This Article