WhatsApp Ads Block: WhatsApp પર આવતી જાહેરાતોથી થઈ ગયા છો પરેશાન તો આ રીતે કરો બંધ

Arati Parmar
2 Min Read

WhatsApp Ads Block: ટેકનોલોજીના આ યુગમાં શોપિંગ પણ ઓનલાઈન થઈ ગઈ છે અને કંપનીઓ ઓનલાઈન જાહેરાતો બતાવીને ગ્રાહકોને અપડેટ કરતી રહે છે. જો તમે ક્યારેય કોઈ વેબસાઈટ પરથી ઓનલાઈન ખરીદી કરી હશે, તો ત્યારપછી જોયું હશે કે ઇન્સ્ટન્ટ મેસેજિંગ પ્લેટફોર્મ WhatsApp પર પણ તેને સંબંધિત અપડેટ્સ આવવા લાગે છે. જો તમે વોટ્સએપ પર આવતા આ પ્રકારના જાહેરાત અપડેટ્સથી પરેશાન થઈ ગયા છો, તો તેનાથી છુટકારો મેળવવાનો સરળ રસ્તો છે. અહીં અમે તમને વોટ્સએપ પર આવતા અનેક કંપનીઓના જાહેરાત અપડેટ્સને રોકવાની રીત વિશે વિગતવાર જણાવી રહ્યા છીએ.

WhatsApp પર આવતા જાહેરાત અપડેટ્સને કેવી રીતે રોકવા:

  • સૌથી પહેલા તમારે તમારા સ્માર્ટફોનને ખોલવાનો છે અને ત્યારબાદ WhatsApp ની એપ પર જવાનું છે.

  • હવે તમારે WhatsApp પર તે કંપનીની ચેટ પર જવાનું છે, જેના જાહેરાત અપડેટને તમે રોકવા માંગો છો.

  • તમે WhatsApp પર કોઈ પણ કંપનીના જાહેરાત અપડેટને રોકી શકો છો અથવા ચેટને પૂરી રીતે બ્લોક કરી શકો છો.

  • તમારે WhatsApp પર તે કંપનીની ચેટ પર ગયા પછી કોઈ પણ જાહેરાત પર જવાનું છે.

  • જાહેરાત પર ક્લિક કર્યા પછી તમારે ‘i’ આઈકન પર ક્લિક કરવાનું છે.

  • ‘i’ આઈકન પર ક્લિક કર્યા પછી ‘Interested’ અને ‘Not Interested’ ના વિકલ્પ જોવા મળશે.

  • જો તમને જાહેરાત પસંદ હોય તો તમે ‘Interested’ પર ક્લિક કરી શકો છો અને જો તમને જાહેરાત પસંદ નથી તો તમે ‘Not Interested’ ના વિકલ્પ પર ક્લિક કરી શકો છો.

  • ‘Not Interested’ વિકલ્પ પર ક્લિક કર્યા પછી તમારા ફોનની સ્ક્રીન પર બે ઓપ્શન દેખાશે.

  • પહેલો “સ્ટોપ ઓફર્સ એન્ડ એનાઉન્સમેન્ટ” ઓપ્શન અને બીજો તે કંપનીને બ્લોક કરવાનો ઓપ્શન હશે.

  • જો તમે માત્ર કંપનીના ઓફર્સના અપડેટને બંધ કરવા માંગતા હોવ તો તેના પર ક્લિક કરી શકો છો. આ સિવાય તે કંપનીને પૂરી રીતે તમારા વોટ્સએપ પર બ્લોક પણ કરી શકો છો.

Share This Article