WhatsApp APAAR ID Scam: સાવધાન! વોટ્સએપ પર બાળકની APAAR ID ના નામે આવી રહ્યો છે નવો સ્કેમ: આધાર કાર્ડ અને e-KYC ની વિગતો માંગતા મેસેજથી રહો દૂર, ખાતું થઈ શકે છે સાફ

Arati Parmar
4 Min Read

WhatsApp APAAR ID Scam: વોટ્સએપ પર એક નવો સ્કેમ ખતરાની ઘંટડી બની ગયો છે. લોકોને તેમના બાળકની અપાર (APAAR) આઈડી બનવાનો મેસેજ આવી રહ્યો છે. મેસેજમાં દાવો કરવામાં આવે છે કે નવી અપાર આઈડી, ડિજીલોકર પર ઉપલબ્ધ છે. સાથે જ લોકો પાસેથી આધાર નંબર દ્વારા ઈ-કેવાયસી (e-KYC) પૂરું કરવા માટે કહેવામાં આવી રહ્યું છે. આ એક મોટું ફ્રોડ હોઈ શકે છે અને લોકોને આર્થિક નુકસાન પહોંચાડી શકે છે. એક રિપોર્ટ અનુસાર, ઘણા એવા લોકો જેમણે હજુ સુધી પોતાના બાળકની અપાર આઈડી માટે એપ્લાય પણ નથી કર્યું, તેમને પણ વોટ્સએપ પર આવા મેસેજ આવી રહ્યા છે.

કયો મેસેજ આવ્યો?

રિપોર્ટ અનુસાર, ઘણા લોકોને એક વોટ્સએપ મેસેજ મળ્યો છે. જે કહે છે- “તમારી APAAR ID: 888290852952 સફળતાપૂર્વક જનરેટ થઈ ગઈ છે અને હવે તમારા DigiLocker એકાઉન્ટના Issued Documents સેક્શનમાં ઉપલબ્ધ છે.” મેસેજમાં ‘ONE NATION, ONE STUDENT ID’ નો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેમાં કહેવામાં આવ્યું છે કે વધુ ફાયદા મેળવવા માટે આધાર ડિટેલ્સ સાથે ઈ-કેવાયસી પૂરું કરી લો.

- Advertisement -

e-KYC અને આધાર ડિટેલ્સ માંગવી એ ખતરાની ઘંટડી

વોટ્સએપ પર અજાણ્યા નંબરો પરથી આવતા આવા મેસેજ જેમાં આધાર ડિટેલ અને ઈ-કેવાયસી જેવી વસ્તુઓ હોય, તે ખતરાની ઘંટડી બની શકે છે. કારણ કે આ લોકોના બેંક ખાતા સાથે સીધા જોડાયેલા હોય છે, એવામાં કોઈ લિંક પર ક્લિક કરવું આર્થિક નુકસાન પહોંચાડી શકે છે. રિપોર્ટ અનુસાર, અપાર આઈડીના નામે આવેલો મેસેજ જે અંદાજમાં લખવામાં આવ્યો હતો, તે ઘણો રિયલ લાગે છે અને કોઈ પણ તેના પર ભરોસો કરી શકે છે.

અપાર આઈડી નથી બનાવડાવી, છતાં પણ આવ્યો મેસેજ

ઘણા લોકોનું કહેવું છે કે તેમણે અપાર આઈડી નથી બનાવડાવી, કે નથી તેના માટે અરજી કરી. ત્યારબાદ પણ લોકોને અપાર આઈડી બનવા સાથે જોડાયેલા મેસેજ મળ્યા છે. આ પ્રકારનો મેસેજ આવવો લોકોને કન્ફ્યુઝ કરી શકે છે અને તેઓ છેતરપિંડી કરનારાઓની વાતોમાં આવીને સાયબર ફ્રોડનો શિકાર બની શકે છે.

- Advertisement -

આવી છેતરપિંડીથી રહો એલર્ટ

  • અજાણ્યા નંબરો પરથી આવેલા આવા મેસેજ જે કોઈ સરકારી સેવા સાથે જોડાયેલા છે, તેના પર ભરોસો ન કરો.

  • જો કોઈ મેસેજમાં આધાર અને ઈ-કેવાયસી જેવી વસ્તુઓ પર વાત હોય, તો એલર્ટ થઈ જાઓ.

  • પ્રાઈવેટ વોટ્સએપ મેસેજ જેમાં લિંક પર ક્લિક કરવાનું કહેવામાં આવે છે, તેનાથી પોતાને બચાવો.

  • એવા મેસેજ જેની ભાષા સરકારી હોય અને સાથે લિંક આપવામાં આવી હોય, તેની તપાસ કરો.

શું છે અપાર આઈડી?

અપાર (APAAR) આઈડીનું પૂરું નામ ઓટોમેટેડ પરમેનન્ટ એકેડેમિક એકાઉન્ટ રજિસ્ટ્રી છે. આ એક ડિજિટલ આઈડી છે, જે વિદ્યાર્થીઓને આપવાનો હેતુ તેમના તમામ એકેડેમિક રેકોર્ડ્સનું ડિજિટાઈઝેશન કરવાનો છે. તમામ ડોક્યુમેન્ટ્સને ડિજીલોકરમાં સુરક્ષિત રાખવામાં આવે છે.

કેવી રીતે ખબર પડે મેસેજ સાચો છે કે ખોટો?

જો તમે અપાર આઈડી માટે એપ્લાય કર્યું હતું અને તમને તે બનવાનો મેસેજ પ્રાઈવેટ વોટ્સએપ નંબર પરથી આવ્યો છે તો તરત જ તે મેસેજમાંથી બહાર નીકળી જાઓ. ડિજીલોકર એપ પર જઈને ‘ઈશ્યુડ ડોક્યુમેન્ટ્સ’ ને ચેક કરો, ત્યાં ખબર પડી જશે કે તેમાં કોઈ અપાર આઈડી સાથે જોડાયેલ ડોક્યુમેન્ટ છે કે નહીં. આ સિવાય તમે તમારી સ્કૂલ સાથે પણ વાત કરી શકો છો. જો તમારા બાળકની અપાર આઈડી બની ગઈ હશે તો તેનો રેકોર્ડ સ્કૂલ પાસે પણ હશે.

- Advertisement -
Share This Article