WhatsApp Dual Account iPhone: જો તમે એકથી વધુ ફોન નંબરનો ઉપયોગ કરી રહ્યા છો અને તમે બંનેને વોટ્સએપ પર રજિસ્ટર્ડ કરવા માંગો છો તો હવે આ શક્ય છે. ડ્યુઅલ સિમ અને eSIM સપોર્ટ જેવા ફીચર્સને કારણે ઘણા નંબર મેનેજ કરવા સરળ છે. જોકે, આઈફોન પર બે અલગ-અલગ વોટ્સએપ એકાઉન્ટ ચલાવવા ખૂબ જ મુશ્કેલ રહ્યા છે. ખાસ વાત એ છે કે હવે આ સરળતાથી કરી શકાય છે. વોટ્સએપ સત્તાવાર રીતે એક આઈફોન પર ડ્યુઅલ એકાઉન્ટનો સપોર્ટ કરે છે. જો તમે કામ અને અંગત વાતચીત માટે અલગ-અલગ નંબર ઉપયોગ કરો છો તો આજે આપણે આઈફોન પર બીજું વોટ્સએપ એકાઉન્ટ સેટ અપ કરવા વિશે વાત કરી રહ્યા છીએ. આવો જાણીએ તેના વિશે વિસ્તારથી.
આઈફોન પર કેવી રીતે બનાવવું બીજું વોટ્સએપ એકાઉન્ટ:
સૌ પ્રથમ તમારે તમારા આઈફોન પર વોટ્સએપ ખોલવાનું છે અને નીચે આપેલા નેવિગેશન બારમાંથી સેટિંગ્સ પર ટેપ કરવાનું છે.
તમારા પ્રોફાઇલ નામની બાજુમાં રહેલા પ્લસ (+) આઇકન પર ટેપ કરવાનું છે અને એડ એકાઉન્ટની પસંદગી કરવાની છે.
વોટ્સએપની ટર્મ્સ ઓફ સર્વિસ અને પ્રાઈવસી પોલિસીને સ્વીકારવા માટે એગ્રી એન્ડ કન્ટિન્યૂ પર ટેપ કરવાનું છે.
હવે તમારા દેશની પસંદગી કરવાની છે અને તે ફોન નંબર નાખવાનો છે, જેનો ઉપયોગ તમે બીજા એકાઉન્ટ માટે કરવા માંગો છો.
કન્ટિન્યૂ પર ટેપ કરવાનું છે અને SMS અથવા ફોન કોલથી પ્રાપ્ત થયેલા ૬ ડિજિટવાળા કોડનો ઉપયોગ કરીને એકાઉન્ટને વેરિફાય કરવાનું છે.
તમારું નામ દાખલ કરવાનું છે અને નેક્સ્ટ પર ટેપ કરવાનું છે.
જો તમે ઈચ્છો તો પ્રોફાઇલ પિક્ચર અને અબાઉટમાં માહિતી ઉમેરી શકો છો.
સેટઅપ પ્રોસેસ પૂરી કરવાની છે અને વોટ્સએપના એકાઉન્ટ રજિસ્ટર કરવાની રાહ જોવાની છે.
વેરિફિકેશન પ્રોસેસ પૂરી થવા પર આઈફોનમાં બીજું વોટ્સએપ એકાઉન્ટ જોડાઈ જશે અને જરૂર પડવા પર તમે સેટિંગ્સ મેનૂથી તેમની વચ્ચે સ્વિચ કરી શકો છો.
જો એડ એકાઉન્ટનો વિકલ્પ નથી દેખાઈ રહ્યો તો યુઝર્સે તે સુનિશ્ચિત કરવાનું છે કે તેઓ iOS માટે વોટ્સએપના લેટેસ્ટ વર્ઝનનો ઉપયોગ કરી રહ્યા છે.
વેરિફિકેશન પ્રોસેસ પૂરી થવા પર આઈફોનમાં બીજું વોટ્સએપ એકાઉન્ટ જોડાઈ જશે અને જરૂર પડવા પર તમે સેટિંગ્સ મેનૂથી તેમની વચ્ચે સ્વિચ કરી શકો છો.
વોટ્સએપનું કહેવું છે કે જો એડ એકાઉન્ટનો વિકલ્પ નથી દેખાઈ રહ્યો તો યુઝર્સે તે નક્કી કરવું જોઈએ કે તેઓ iOS માટે વોટ્સએપના લેટેસ્ટ વર્ઝનનો ઉપયોગ કરી રહ્યા છે.
જો તમે કોઈ ખાસ ડિવાઇસ પર સેકન્ડરી એકાઉન્ટનો ઉપયોગ કરવા નથી માંગતા તો તમે આખા વોટ્સએપ એકાઉન્ટને હંમેશા માટે ડિલીટ કર્યા વિના તેને દૂર કરી શકો છો.
આ પણ વાંચો: PAN Card Update: પાન કાર્ડ પર ફોટો કે સહી બદલવી છે? ઘરે બેઠા આ રીતે કરો અપડેટ – Newz Cafe

