Motorola Razr Fold CES 2026: કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ શો (CES) 2026 માં મોટોરોલાએ પોતાનો પહેલો ફોલ્ડબલ સ્માર્ટફોન, મોટોરોલા રેઝર ફોલ્ડ (Motorola Razr Fold) રજૂ કરીને ટેક દુનિયામાં ખળભળાટ મચાવી દીધો છે. અત્યાર સુધી માત્ર ‘ફ્લિપ’ ફોન્સ બનાવવા માટે જાણીતી કંપની હવે સીધી સેમસંગ સાથે સ્પર્ધા કરવા માટે ‘બુક-સ્ટાઇલ’ ફોલ્ડબલ કેટેગરીમાં એન્ટ્રી કરી રહી છે. આ ફોન પુસ્તકની જેમ ખુલે છે અને તેની ડિઝાઇન અત્યંત પ્રીમિયમ રાખવામાં આવી છે.
Motorola Razr Fold ના શાનદાર ફીચર્સ
CES 2026 ના અહેવાલો મુજબ, આ ડિવાઇસને એ રીતે તૈયાર કરવામાં આવ્યું છે કે યુઝર્સ તેને સામાન્ય ફોનની જેમ જ સરળતાથી વાપરી શકે.
ડિસ્પ્લે: ફોન ફોલ્ડ હોય ત્યારે બહારની બાજુએ 6.6 ઇંચની મોટી ડિસ્પ્લે મળે છે, જેથી તેને ખોલ્યા વગર જ નોર્મલ સ્માર્ટફોન તરીકે વાપરી શકાય. ફોન અનફોલ્ડ (ખોલ્યા) પછી અંદરની તરફ 8.1 ઇંચની 2K LTPO ડિસ્પ્લે જોવા મળે છે, જે ટેબ્લેટ જેવો અનુભવ આપે છે.
સ્ટાઈલસ સપોર્ટ: આ ફોનની ખાસિયત એ છે કે તેમાં ‘મોટો પેન અલ્ટ્રા’ (Moto Pen Ultra) સ્ટાઈલસનો સપોર્ટ આપવામાં આવ્યો છે. આની મદદથી યુઝર્સ નોટ્સ લખી શકશે અને ક્રિએટિવ કામ પણ કરી શકશે.
AI પાવર: મોટોરોલાએ આમાં નેક્સ્ટ લેવલ AI ફીચર્સ ઉમેર્યા છે, જેમાં ‘Catch Me Up’ જેવા ફીચર્સ છે જે નોટિફિકેશન્સ અને કોલ્સની સમરી તૈયાર કરી આપે છે.
પ્રોફેશનલ કેમેરા સિસ્ટમ
ફોટોગ્રાફીના શોખીનો માટે મોટોરોલાએ આમાં ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ આપ્યો છે:
રિયર કેમેરા: 50MP નો મેઈન સેન્સર (Sony LYTIA™), 50MP અલ્ટ્રા-વાઈડ અને 50MP પેરિસ્કોપ ટેલિફોટો લેન્સ (3x ઓપ્ટિકલ ઝૂમ).
સેલ્ફી કેમેરા: બહારની ડિસ્પ્લેમાં 32MP અને અંદરની મોટી ડિસ્પ્લેમાં 20MP કેમેરા આપવામાં આવ્યો છે.
આ ફોન Dolby Vision વીડિયો રેકોર્ડિંગ અને સિનેમેટિક સ્ટેબિલાઈઝેશન જેવા એડવાન્સ ફીચર્સથી સજ્જ છે.
બેટરી અને પરફોર્મન્સ
આ સ્લિમ ફોનમાં 5200mAh ની મોટી સિલિકોન-કાર્બન બેટરી આપવામાં આવી છે, જે 90W ટર્બોપાવર ફાસ્ટ ચાર્જિંગ અને 50W વાયરલેસ ચાર્જિંગને સપોર્ટ કરે છે. સેમસંગ ગેલેક્સી ઝેડ ફોલ્ડ 7 ની સરખામણીમાં આ ફોન વધુ સારી બેટરી અને સ્પીડ ઓફર કરતો હોવાનું માનવામાં આવે છે.

