ભારે વરસાદથી પ્રભાવિત વિસ્તારોમાં રાહત અને બચાવ કામગીરી ચાલુ છે
ગુજરાતમાં ચાલી રહેલા ભારે વરસાદને કારણે વડોદરા શહેરમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. શહેરના અનેક વિસ્તારો પાણીમાં ડૂબી ગયા છે. આ દુર્ઘટના વચ્ચે સુરત મહાનગર પાલિકાની ફાયર બ્રિગેડની ટીમે વડોદરાના પૂરગ્રસ્ત વિસ્તારોમાં ફસાયેલા લોકોને બચાવવામાં મહત્વની ભૂમિકા ભજવી છે.

28 ઓગસ્ટની રાત્રે ફાયર ઓફિસર ઈશ્વર પટેલની આગેવાનીમાં સુરત ફાયર વિભાગની ત્રણ રેસ્ક્યુ ટીમ વડોદરાના અંકોટા વિસ્તારમાં પહોંચી હતી. અહી વિશ્વામિત્રી નદીમાં પાણી ભરાયા હતા અને છેલ્લા ચાર દિવસથી બે મહિલા, એક પુરૂષ અને બે યુવતીઓ એક ઘરમાં ફસાયા હતા. સુરતના ફાયર બ્રિગેડે મધરાતે જટિલ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરીને તમામને સુરક્ષિત બહાર કાઢ્યા હતા.
આ ઉપરાંત સુરત ફાયર વિભાગે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના ડેપ્યુટી કમિશનર અર્પિતાબેનના સંપર્કમાં રહીને અકોટા ગેસ્ટ હાઉસમાંથી ફૂડ પેકેટ એકત્ર કર્યા હતા અને માંજલપુર, નિર્માણ વિહાર ફ્લેટ, વિશ્વામિત્રી ટાઉનશિપ, પ્રમુખસ્વામી સહિતના વિસ્તારોમાં 450 થી વધુ લોકોને ભોજન અને પાણી પૂરું પાડ્યું હતું. કુટીર

