Aadhaar Deactivation After Death: મૃત સ્વજનનું આધાર કાર્ડ લાવારિસ ન છોડો, સાયબર ઠગાઈથી બચવા માટે UIDAI એ જણાવેલી આ રીતે કરો ઓનલાઇન રિપોર્ટ

Arati Parmar
3 Min Read

Aadhaar Deactivation After Death: આધાર કાર્ડ જારી કરતી સરકારી સંસ્થા UIDAI એ તેની એક્સ (X) પોસ્ટમાં ભારતીયો માટે જરૂરી માહિતી શેર કરી છે. અવારનવાર લોકોના ઘરોમાં જ્યારે કોઈ વડીલનું મૃત્યુ થાય છે ત્યારે તેઓ તેમના જરૂરી દસ્તાવેજોને ડિએક્ટિવેટ કરાવવાનું ભૂલી જાય છે અને આવું કરીને તેઓ મુસીબતમાં ફસાઈ શકે છે. ખાસ કરીને આધાર કાર્ડ. આજના સમયમાં ભારતીયો માટે આધાર કાર્ડ ખૂબ જ જરૂરી દસ્તાવેજ છે. જો આ ખોટા હાથોમાં પડી જાય તો લાખોનું નુકસાન પણ થઈ શકે છે. આ કારણે UIDAI એ એક્સ પર પોસ્ટ કરીને લોકોને આ બાબતે જાગૃત કર્યા છે. સાથે જ, એ પણ જણાવ્યું છે કે માય આધાર પોર્ટલ પર જઈને આધાર કાર્ડ ડિએક્ટિવેટ કરાવવા માટે એપ્લાય કરી શકો છો.

UIDAI એ આપી માહિતી

UIDAI એ તેના સત્તાવાર એક્સ એકાઉન્ટ પરથી ટ્વીટ કરીને લખ્યું છે કે પરિવારના તે સભ્યના આધારના ડિએક્ટિવેશનની રિપોર્ટ કરો, જેમનું મૃત્યુ થઈ ચૂક્યું છે, તેમના આધારનો ખોટો ઉપયોગ થતો અટકાવવામાં મદદ મળી શકે છે. UIDAI એ એ પણ જણાવ્યું છે કે આના માટે તમે myAadhaar પોર્ટલ પર જઈને રિપોર્ટ કરી શકો છો.

- Advertisement -

શું થશે ફાયદો?

સૌથી સારી વાત તો એ છે કે આ પ્રોસેસ સંપૂર્ણપણે ડિજિટલ છે. કોઈ પણ પ્રકારના પેપરની જરૂર પડતી નથી. આધારને ડિએક્ટિવેટ કરાવવાથી તેનો ખોટો ઉપયોગ થતો રોકવામાં મદદ મળશે.

- Advertisement -

કેવી રીતે કરશો ડિએક્ટિવેટ?

તમારે કોઈ મૃત સ્વજનના આધારને ડિએક્ટિવેટ કરાવવા માટે માયઆધાર પોર્ટલ (myaadhaar.uidai.gov.in) પર જવું પડશે.

  • ત્યારબાદ તમારા આધાર નંબરથી લોગ ઈન કરો.

  • પછી તમને ઘણા બધા ઓપ્શન દેખાશે. તેમાંથી Report Death of a Family Member પર ક્લિક કરો.

  • હવે તમારી સામે એક પેજ ઓપન થઈને આવશે. તેમાં તમારે ઘણી વિગતો ભરવી પડશે.

  • અહીં તમારે તે રાજ્ય પણ નાખવું પડશે, જ્યાંથી મૃત્યુ પ્રમાણપત્ર જારી કરવામાં આવ્યું છે. આ ઉપરાંત, બીજી વિગતો પણ નાખવી પડશે.

  • પછી Submit બટન પર ક્લિક કરી દો. આ રીતે તમે ડિએક્ટિવેશનની રિપોર્ટ કરી શકો છો.

- Advertisement -
Share This Article