IRCTC e-pantry service: IRCTCએ શરૂ કરી આ નવી સર્વિસ, મુસાફરોને મળશે ખાસ ફાયદો, મેલ અને એક્સપ્રેસ ટ્રેનોમાં મળશે સુવિધા

Arati Parmar
2 Min Read

IRCTC e-pantry service: ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટૂરિઝમ કોર્પોરેશન (IRCTC) એ હવે મેલ અને એક્સપ્રેસ ટ્રેનોમાં પણ ઇ-પેન્ટ્રી સેવા શરૂ કરી દીધી છે. મુસાફરોની ફરિયાદો, જેવી કે મોંઘું ખાવાનું, ખરાબ ક્વોલિટી અથવા બિનઅધિકૃત વેન્ડરોની પરેશાનીઓને જોતા રેલવેએ આ ડિજિટલ મીલ બુકિંગ સિસ્ટમનો વિસ્તાર કર્યો છે. આ સર્વિસ શરૂ થવાથી મુસાફરોએ ખાવા-પીવાની સમસ્યાઓનો સામનો નહીં કરવો પડે. ચાલો તમને જણાવીએ રેલવેએ આ સુવિધા કેમ શરૂ કરી અને આ સુવિધા કેવી રીતે કામ કરશે.

IRCTCએ શરૂ કરી ઇ-પેન્ટ્રી સેવા

પહેલા આ સુવિધા ફક્ત કેટલીક પ્રીમિયમ ટ્રેનો સુધી મર્યાદિત હતી, પરંતુ હવે રેલવેએ તેને લોન્ગ-ડિસ્ટન્સ મેલ અને એક્સપ્રેસ ટ્રેનોમાં પણ લાગુ કરવાનું શરૂ કરી દીધું છે. શરૂઆતમાં આ સેવા 25 ટ્રેનોમાં શરૂ કરવામાં આવી. મુસાફરોનો પ્રતિસાદ અને સારા પરિણામો મળ્યા બાદ તેને અન્ય ટ્રેનોમાં પણ વધારવામાં આવશે.

- Advertisement -

ઇ-પેન્ટ્રી સેવા શું છે?

ઇ-પેન્ટ્રી એક ડિજિટલ ફૂડ બુકિંગ સિસ્ટમ છે, જેને IRCTCની ટિકિટિંગ સિસ્ટમ સાથે જોડવામાં આવી છે. આ સેવાની મદદથી મુસાફરો પોતાનું જમવાનું ઓનલાઇન પસંદ કરીને બુક કરી શકે છે. ટિકિટ બુક કરતી વખતે અથવા ટિકિટ કન્ફર્મ થયા પછી પણ. આનો મુખ્ય ઉદ્દેશ્ય મુસાફરોને સાફ-સુથરું, સારી ક્વોલિટીનું ખાવાનું અને રેલ નીર (પાણી) ઉપલબ્ધ કરાવવાનો છે.

પાયલટ પ્રોજેક્ટ તરીકે શરૂઆત

ઇ-પેન્ટ્રી સેવાને દેશની સૌથી લાંબા અંતરની ટ્રેનોમાંની એક વિવેક એક્સપ્રેસ (22503/04) પર પાયલટ પ્રોજેક્ટ તરીકે લાગુ કરવામાં આવી છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, જો આ પ્રોજેક્ટ સફળ રહેશે, તો તેને વધુ ટ્રેનોમાં શરૂ કરવામાં આવશે. આ સેવાનો લાભ કન્ફર્મ, RAC અને પાર્ટલી કન્ફર્મ ટિકિટ ધરાવતા મુસાફરો લઈ શકે છે.

- Advertisement -

ઓનલાઇન બુકિંગ કેવી રીતે કરવું?

મુસાફરો IRCTCની સત્તાવાર વેબસાઇટ (www.irctc.co.in) પર ટિકિટ બુક કરતી વખતે e-pantry વિકલ્પ પસંદ કરી શકે છે. આ ઉપરાંત, ટિકિટ કન્ફર્મ થયા પછી પણ ‘Booked Ticket History’ સેક્શનમાંથી જમવાનું બુક કરી શકાય છે. ઓર્ડર કન્ફર્મ થતા જ અધિકૃત પેન્ટ્રી કાર સ્ટાફ તમારું જમવાનું તમારી સીટ પર પહોંચાડશે. આખી પ્રક્રિયા ડિજિટલ અને પારદર્શક છે, જેનાથી પેમેન્ટ અને ડિલિવરીમાં ગેરરીતિની શક્યતા ઓછી રહે છે.

Share This Article