Hotel Privacy Laws: હોટલમાં કપલ્સની સુરક્ષા: શું પોલીસ તમને સાથે જોઈને પકડી શકે? જાણો રૂમમાં રોકાતા પ્રેમી પંખીડાઓ માટેના કાયદાકીય અધિકારો

Arati Parmar
3 Min Read

Hotel Privacy Laws: આજના સમયમાં કપલ્સનું હોટલમાં રોકાવું કે થોડો સમય સાથે વિતાવવો એ કોઈ અજીબ વાત નથી. ટ્રાવેલ, કામ કે અંગત સમય માટે લોકો હોટલ રાખે છે અને વેલિડ આઈડી આપીને ચેક-ઈન કરે છે. આ હોવા છતાં ઘણા કપલ્સના મનમાં ડર રહે છે કે જો અચાનક પોલીસ હોટલમાં આવી ગઈ તો શું થશે. સોશિયલ મીડિયા અને સમાચારોમાં આવા અનેક કિસ્સાઓ સામે આવતા રહ્યા છે.

જ્યાં હોટલ રેડ દરમિયાન કપલ્સને ડરાવવામાં આવ્યા, તેમની સાથે ગેરવર્તણૂક થઈ કે ધરપકડની ધમકી આપવામાં આવી. આ જ કારણે ઘણા લોકો ભૂલ વગર પણ ગભરાઈ જાય છે. અહીં એ સમજવું જરૂરી છે કે કાયદો શું કહે છે. શું પોલીસ કોઈ કપલની માત્ર એટલા માટે ધરપકડ કરી શકે છે કે તેઓ હોટલના રૂમમાં સાથે છે? અને જો પોલીસ આવે તો તમારે શું કરવું જોઈએ, તે કામની વાતો જાણી લો.

- Advertisement -

હોટલ રૂમમાંથી પોલીસ ધરપકડ કરી શકે?

જો બે પુખ્ત વયના (બાલીગ) વ્યક્તિઓ પરસ્પર સંમતિથી હોટલમાં રોકાયા હોય અને તેમણે વેલિડ આઈડી આપીને રૂમ લીધો હોય, તો પોલીસ તેમની માત્ર અનમેરિડ (અપરિણીત) હોવાના આધારે ધરપકડ કરી શકતી નથી. હોટલ રૂમમાં સાથે હોવું એ કોઈ ગુનો નથી. જ્યાં સુધી કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ, બળજબરી, વેશ્યાવૃત્તિ કે સગીર (નાબાલિક) સાથે જોડાયેલો મામલો ન હોય, ત્યાં સુધી પોલીસને પરેશાન કરવાનો કોઈ અધિકાર નથી.

- Advertisement -

પોલીસ કોઈ નક્કર કારણ વગર રૂમમાં ઘૂસીને ધમકી આપી શકતી નથી અને ન તો પોલીસ સ્ટેશન લઈ જવા માટે મજબૂર કરી શકે છે. ઘણીવાર કપલ્સને ડરાવવા માટે કહેવામાં આવે છે કે કેસ બનાવી દઈશું અથવા કસ્ટડીમાં લઈ લઈશું. એવામાં તમને ખબર હોવી જોઈએ કે માત્ર સાથે હોવાને કારણે કોઈ કાનૂની ગુનો બનતો નથી.

પોલીસ આવે તો શું કરવું?

- Advertisement -

જો પોલીસ હોટલમાં આવે છે અને તમારી સાથે વાત કરે છે, તો સૌથી પહેલા શાંત રહો. તેમને સામાન્ય રીતે પૂછો કે તેઓ કયા આધારે કાર્યવાહી કરી રહ્યા છે. જો તેઓ બળજબરી કરી રહ્યા હોય, તો તમે તેમને લેખિતમાં પૂછી શકો છો કે શું તમારી ધરપકડ કરવામાં આવી રહી છે અને કઈ કલમ હેઠળ. તમે પોલીસ સાથેની વાતચીતનો વિડિયો પણ બનાવી શકો છો, તે સંપૂર્ણપણે કાયદેસર છે.

જરૂર પડે તો PCR પર કોલ કરો અથવા કોઈ સિનિયર અધિકારીનો નંબર લઈને ફરિયાદ કરો. તમારું આઈડી બતાવવાની ના ન પાડો પરંતુ ગેરવર્તણૂક પણ ન કરો. ઘણીવાર પોલીસ વાલીઓને (પેરેન્ટ્સને) બોલાવવાની ધમકી આપે છે. જો બંને પાર્ટનર ૧૮ વર્ષથી ઉપરના હોય, તો પોલીસને માતા-પિતાને બોલાવવાનો કોઈ અધિકાર નથી. તમે સ્પષ્ટ કહી શકો છો કે તમે પુખ્ત વયના છો અને તમારો મામલો જાતે સંભાળી શકો છો.

Share This Article