Insurance Claim Rejection: ઇન્શ્યોરન્સ કંપનીએ ક્લેમ રિજેક્ટ કર્યો? આ રીતે ઘરે બેઠા કરો ઓનલાઈન ફરિયાદ, થશે સુનાવણી

Arati Parmar
3 Min Read

Insurance Claim Rejection: લોકો પોતાની મહેનતની કમાણીમાંથી હેલ્થ અથવા ટર્મ ઇન્શ્યોરન્સનો ભારે-ભરખમ પ્રીમિયમ માત્ર એટલા માટે ભરે છે, જેથી મુશ્કેલીના સમયે તેમને અથવા તેમના પરિવારને સારવાર અથવા પૈસા માટે ભટકવું ન પડે. જોકે, જો મેડિકલ ઇમરજન્સીના સમયે ઇન્શ્યોરન્સ કંપની તમારો ક્લેમ રિજેક્ટ કરી દે, તો તમે શું કરશો? મોટાભાગના લોકો આગામી વખતે ઇન્શ્યોરન્સ રિન્યૂ ન કરાવવાનો નિર્ણય લઈને મેડિકલ બિલ પોતાના ખિસ્સામાંથી ચૂકવી દે છે.

અહીં ધ્યાન આપવા જેવી વાત એ છે કે કોઈ ઇન્શ્યોરન્સ કંપની દ્વારા તમારો ક્લેમ રિજેક્ટ કરી દેવો અંતિમ નિર્ણય નથી અને જો તમને યોગ્ય રીત ખબર હોય, તો રિજેક્ટ થયેલા યોગ્ય ક્લેમને તમે પાસ કરાવી શકો છો. આ માટે સૌથી પહેલાં તમારે Grievance Redressal Officer ને ઓનલાઈન ફરિયાદ કરવી પડશે. તેનાથી વાત ન બને, તો IRDAIના Bima Bharosa પોર્ટલ પર તમે તમારી ફરિયાદને એસ્કલેટ કરાવી શકો છો. ત્યારબાદ રામબાણ તરીકે તમે બીમા લોકપાલ સુધી તમારી ફરિયાદ પહોંચાડી શકો છો.

- Advertisement -

જો તમારો ક્લેમ યોગ્ય છે અને ઇન્શ્યોરન્સ કંપનીએ કોઈ બિનજરૂરી કારણસર તમારો ક્લેમ રિજેક્ટ કર્યો છે, તો આ રીતોથી ઘણી શક્યતા છે કે તમારો યોગ્ય ક્લેમ પાસ થઈ જશે. ચાલો સમજીએ કે આ રીતોનો ઉપયોગ કેવી રીતે કરવો?

કંપનીના GROને આવી રીતે કરો ફરિયાદ

એકવાર જો તમારો ક્લેમ રિજેક્ટ થઈ જાય, તો કસ્ટમર કેર એક્ઝિક્યુટિવ સાથે ખૂબ વધારે વાત કરવાનો કોઈ ફાયદો મળતો નથી કારણ કે તેમની પાસે ક્લેમને ફરીથી ઓપન કરવાનો અધિકાર હોતો નથી. આવી સ્થિતિમાં ક્લેમ રિજેક્ટ થયા બાદ સૌથી પહેલાં GRO એટલે કે Grievance Redressal Officerને ફરિયાદ કરો.

- Advertisement -
  1. આ માટે તમે જે કંપની પાસેથી ઇન્શ્યોરન્સ ખરીદ્યો છે, તેની વેબસાઇટ પર જઈને GROનું ઈમેલ સરનામું મેળવી શકો છો.
  2. તે ઈમેલ એડ્રેસ પર તમારો પૉલિસી નંબર, પ્રપોઝલ નંબર અને ડેટ ઓફ બર્થ દાખલ કરીને સંપૂર્ણ વિગતો લખો.
  3. તમારા ઈમેલ સાથે પ્રીમિયમ ચુકવણીની રસીદો, તમામ મેડિકલ બિલ, ડિસ્ચાર્જ સમરી અને સૌથી જરૂરી કંપની દ્વારા જાહેર કરવામાં આવેલ રિજેકશન લેટર તથા સંબંધિત સ્ક્રીનશોટ્સ જરૂરથી એટેચ કરો.

તમારી લેખિત ફરિયાદ GROને મોકલ્યા બાદ કંપનીને કાર્યવાહી માટે 15 દિવસનો સમય આપો.

IRDAIના Bima Bharosa પોર્ટલ પર ફરિયાદ એસ્કલેટ કરો

જો 15 દિવસ બાદ પણ કંપની તરફથી તમને કોઈ સંતોષકારક જવાબ મળતો નથી અથવા તમારી સમસ્યાનું નિરાકરણ થતું નથી, તો તમે દેશના ઇન્શ્યોરન્સ રેગ્યુલેટર IRDAIનો સંપર્ક કરી શકો છો અને તમારી ફરિયાદ એસ્કલેટ કરી શકો છો.

- Advertisement -
  1. આ માટે IRDAIના ઓફિશિયલ ફરિયાદ પોર્ટલ Bima Bharosa પર જાઓ.
  2. પોર્ટલ પર તમારી અગાઉની ફરિયાદ અને કંપનીના રિજેકશન લેટરની સંપૂર્ણ વિગતો અપલોડ કરીને કેસને એસ્કલેટ કરો.
  3. જો તમે કોઈ કારણસર પોર્ટલ પર ફરિયાદ કરવા માંગતા ન હોવ તો તમે ટોલ-ફ્રી નંબર 1800
  4. 4254 732 અથવા 155255 પર કોલ કરીને [email protected] પર ઈમેલ મોકલીને પણ ફરિયાદ નોંધાવી શકો છો.
Share This Article