Railway Refund Rules: ભારતમાં મોટી સંખ્યામાં લોકો દરરોજ ટ્રેનમાં મુસાફરી કરે છે. લાંબુ અંતર હોય કે ટૂંકું, ટ્રેન સસ્તો અને આરામદાયક વિકલ્પ માનવામાં આવે છે. ટિકિટ બુક કરવી સરળ છે. પરંતુ મુશ્કેલી ત્યારે વધે છે જ્યારે ટ્રેન ઘણી મોડી હોય અથવા મુસાફરીનો પ્લાન અચાનક બદલવો પડે. આવા સમયે સૌથી મોટો સવાલ રિફંડને લઈને ઉઠે છે.
ખાસ કરીને જ્યારે ટિકિટ ટ્રેન ઉપડવાના લગભગ એક કલાક પહેલા કેન્સલ કરવામાં આવે છે. ત્યારે મુસાફરોને સમજાતું નથી કે કેટલી રકમ પરત મળશે. ભારતીય રેલ્વેએ રિફંડ અંગે સ્પષ્ટ નિયમો નક્કી કર્યા છે. આ નિયમોને સમજી લેવાથી નુકસાનથી બચી શકાય છે. જાણી લો રિફંડ માટેના નિયમો શું છે? ટિકિટ કેન્સલ કરવા પર કેટલો ચાર્જ કપાય છે.
એક કલાક પહેલા ટિકિટ કેન્સલ કરવા પર કેટલું રિફંડ?
રેલ્વેના નિયમો મુજબ જો તમારી ટ્રેન નિર્ધારિત સમય કરતા ૩ કલાક કે તેથી વધુ મોડી હોય, તો તમે પૂરેપૂરું રિફંડ મેળવવા માટે હકદાર છો. શરત એ છે કે તમે મુસાફરી ન કરો. આવી સ્થિતિમાં ટિકિટ કેન્સલ કરવાને બદલે TDR ફાઇલ કરવો જરૂરી છે. બીજી બાજુ, જો તમે ટ્રેન ઉપડવાના સમયથી લગભગ એક કલાક પહેલા તમારી ટિકિટ જાતે કેન્સલ કરો છો, તો રિફંડના નિયમો અલગ હોય છે.
આ સ્થિતિમાં પૂરા પૈસા પાછા મળતા નથી. પરંતુ અમુક કેન્સલેશન ચાર્જ કાપીને બાકીની રકમ પરત કરવામાં આવે છે. આ કપાત તમારી ટિકિટની કેટેગરી અને કેન્સલેશનના સમય પર નિર્ભર કરે છે. તેથી જો ટ્રેન મોડી હોય અને જો ટ્રેન મોડી ન હોય અને તમે જાતે કેન્સલ કરી રહ્યા હોવ, તો બંને કિસ્સામાં રિફંડ પ્રક્રિયા અલગ હોય છે.
કેટલો લાગે છે કેન્સલેશન ચાર્જ?
કન્ફર્મ ટિકિટ કેન્સલ કરવા પર રેલ્વે સમય અને ક્લાસ મુજબ કેન્સલેશન ચાર્જ કાપે છે.
જો તમે ટ્રેન ઉપડવાના ૪૮ કલાક પહેલા ટિકિટ કેન્સલ કરો છો, તો ફિક્સ ચાર્જ હેઠળ કપાત થાય છે:
એસી ફર્સ્ટ ક્લાસ: ૨૪૦ રૂપિયા
2AC: ૨૦૦ રૂપિયા
3AC: ૧૮૦ રૂપિયા
સ્લીપર: ૧૨૦ રૂપિયા
સેકન્ડ ક્લાસ: ૬૦ રૂપિયા
૪૮ થી ૧૨ કલાકની વચ્ચે ટિકિટ કેન્સલ કરવા પર કુલ ભાડાના ૨૫ ટકા કપાય છે.
૧૨ થી ૪ કલાકની વચ્ચે કેન્સલેશન પર ૫૦ ટકા ભાડું કાપી લેવામાં આવે છે. સમય જેટલો ઓછો બચે છે, કપાત એટલી વધારે થતી જાય છે.

