SBI History and Growth: SBI ની ક્યારે અને કેવી રીતે થઈ શરૂઆત, જોતા જોતા કેવી રીતે બની ગઈ દેશની બીજી સૌથી મોટી બેંક, જાણો SBI નો ઇતિહાસ

Arati Parmar
3 Min Read

SBI History and Growth: ભારતીય સ્ટેટ બેંક (SBI) એ અનેક રેકોર્ડ્સ પોતાના નામે કર્યા છે. દેશના ગરીબથી લઈને અમીર સુધીના તમામ લોકો એસબીઆઈ સાથે જોડાયેલા છે. આ જ કારણ છે કે આજે SBI દેશની બીજી સૌથી મોટી બેંક બની ગઈ છે. ભારતીય સ્ટેટ બેંક (SBI) નો ઇતિહાસ લગભગ ૨૨૦ વર્ષ જૂનો છે, જેનાં મૂળ બ્રિટિશ કાળ સાથે જોડાયેલા છે. આ બેંક માત્ર એક નાણાકીય સંસ્થા નથી, પરંતુ ભારતીય અર્થવ્યવસ્થાની કરોડરજ્જુ પણ માનવામાં આવે છે, પરંતુ શું તમે જાણો છો SBI ની ક્યારે અને કેવી રીતે શરૂઆત થઈ?

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાનો પાયો ૧૯મી સદીના પ્રથમ દાયકામાં નંખાયો હતો. તેની સ્થાપના ૨ જૂન ૧૮૦૬ ના રોજ થઈ હતી અને તે ‘બેંક ઓફ કલકત્તા’ (Bank of Calcutta) ના નામે અસ્તિત્વમાં આવી હતી, જેને આશરે ૩ વર્ષ પછી બેંકને પોતાનું ચાર્ટર પ્રાપ્ત થયું અને ૨ જાન્યુઆરી ૧૮૦૯ માં તેનું નામ બદલીને ‘બેંક ઓફ બેંગાલ’ (Bank of Bengal) કરી દેવામાં આવ્યું. બેંકિંગ સેક્ટરમાં તેજી આવવા લાગી, ત્યારે ૧૫ એપ્રિલ ૧૮૪૦ ના રોજ મુંબઈમાં ‘બેંક ઓફ બોમ્બે’ (Bank of Bombay) નો પાયો નંખાયો હતો અને ત્યારબાદ ત્રણ વર્ષ પછી ૧ જુલાઈ ૧૮૪૩ ના રોજ ‘બેંક ઓફ મદ્રાસ’ અસ્તિત્વમાં આવી હતી.

- Advertisement -

ઈમ્પિરિયલ બેંક ઓફ ઈન્ડિયા

આ ત્રણેય બેંકોને ૨૭ જાન્યુઆરી, ૧૯૨૧ ના રોજ ભેળવીને ‘ઈમ્પિરિયલ બેંક ઓફ ઈન્ડિયા’ બનાવવામાં આવી હતી. આ બેંક તે સમયે દેશની સૌથી મોટી ખાનગી વ્યાપારી બેંક હતી અને RBI ની સ્થાપના (૧૯૩૫) પહેલા કેટલાક કેન્દ્રીય બેંકિંગ કાર્યો પણ કરતી હતી.

કેવી રીતે બની ‘ભારતીય સ્ટેટ બેંક’?

આઝાદી પછી ગ્રામીણ વિસ્તારોમાં બેંકિંગના વિસ્તરણ માટે સરકારે ઈમ્પિરિયલ બેંકનું રાષ્ટ્રીયકરણ કરવાનો નિર્ણય લીધો. ૧ જુલાઈ, ૧૯૫૫ ના રોજ ‘સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા એક્ટ’ હેઠળ ભારતીય સ્ટેટ બેંક અસ્તિત્વમાં આવી. ૧૯૫૯ માં આઠ રજવાડાઓની બેંકોને તેની સહાયક (Subsidiaries) બનાવવામાં આવી હતી. ૧ એપ્રિલ ૨૦૧૭ ના રોજ તમામ સહયોગી બેંકો (જેમ કે સ્ટેટ બેંક ઓફ બીકાનેર એન્ડ જયપુર, હૈદરાબાદ વગેરે) અને ભારતીય મહિલા બેંકનું મુખ્ય SBI માં સંપૂર્ણ વિલીનીકરણ કરી દેવામાં આવ્યું.

- Advertisement -

SBI કેવી રીતે બની દેશની બીજી સૌથી મોટી બેંક

તાજેતરમાં જ SBI એ માર્કેટ કેપિટલાઇઝેશનના મામલામાં ICICI બેંકને પાછળ છોડીને દેશની બીજી સૌથી મોટી બેંક બનવાની સિદ્ધિ હાંસલ કરી છે. તેની આ સફળતા પાછળ અનેક મુખ્ય કારણો છે. જેમ કે SBI પાસે ૨૩,૦૦૦+ શાખાઓ અને ૬૪,૦૦૦+ ATM નું નેટવર્ક છે, જે તેને દેશના ખૂણે ખૂણે પહોંચાડે છે. વર્તમાનમાં તેના ૫૦ કરોડથી વધુ ગ્રાહકો છે. સરકારી માલિકી (લગભગ ૫૭% હિસ્સો) ને કારણે લોકો તેને રોકાણ માટે સૌથી સુરક્ષિત માને છે. SBI ની YONO એપ દ્વારા બેંકિંગ સરળ બન્યું છે, જેના માધ્યમથી તે કરોડો યુવાનો અને ડિજિટલ ગ્રાહકો સાથે જોડાયેલી છે.

Share This Article