વિકલાંગોની નકલ કરનારા ભજજી, રૈના, યુવરાજની સામે એફઆઇઆર નોંધણી

Reena Brahmbhatt
2 Min Read

નવી દિલ્હી તા.16 : પૂર્વ ક્રિકેટર હરભજન સિંહ, સુરેશ રૈના, યુવરાજ સિંહ અને ગુરકીરત માન વિરુદ્ધ દિવ્યાંગોની નકલ કરતો વીડિયો બનાવી શેર કર્યા બાદ દિવ્યાંગોનું અપમાન કર્યાના આરોપમાં દિલ્હીના અમર કોલોની પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. બાદમાં ભૂલ થઈ ગયાનું ભાન થયું હોય તેમ ભજ્જીએ તુરંત આ વીડિયો ડિલીટ કરી માફી માગી હતી. તેણે બચાવ કર્યો કે તેનો અથવા તેના સાથીદારોનો કોઈ વ્યક્તિ કે સમાજને નુકસાન પહોંચાડવાનો કોઈ ઈરાદો નથી. માત્ર મનોરંજન માટે આ વીડિયો બનાવ્યો હતો. નેશનલ સેન્ટર ફોર પ્રમોશન ઓફ એમ્પ્લોયમેન્ટ ફોર ડિસએબલ પીપલના એકિઝકયુટીવ ડાયરેકટર અરમાન અલીએ પુર્વ ચારેય ક્રિકેટરો સામે ફરિયાદ નોંધાવી છે.

Cricket ball GM

- Advertisement -

ભારતીય ટીમે તાજેતરમાં ઈંગ્લેન્ડમાં પૂર્ણ થયેલી લિજેન્ડ ક્રિકેટ ચેમ્પિયનશિપ જીતી હતી. બાદમાં હરભજન સિંહ સોશ્યલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો હતો જેમાં આ ત્રણેય પૂર્વ ક્રિકેટર હુસ્ન તેરા તૌબા તૌબા… ગીત પર દિવ્યાંગની જેમ ચાલીને મજાક ઉડાવી રહ્યા છે. વીડિયો સાથે લખ્યું કે 1પ દિવસ સુધી સતત રમ્યા બાદ આખા શરીરની તૌબા તૌબા થઈ જાય છે. વીડિયો ઝડપથી વાયરલ થતાં ઘેરા પડઘા પડયા અને અનેક દિવ્યાંગો અને પેરા વર્લ્ડ ચેમ્પિયનશીપ વિજેતા માનસી જોશીએ પણ આ વીડિયો સામે વાંધો ઉઠાવ્યો હતો. દિવ્યાંગો વતી કામ કરતાં એક એનજીઓએ આ મામલે ફરિયાદ કરી દિવ્યાંગોના અપમાનનો આરોપ લગાવતાં પોલીસે કેસ નોંધીને તપાસ હાથ ધરી છે.

Share This Article