Election Victory Celebration : અસમ અને પશ્ચિમ બંગાળ ચૂંટણીમાં શરૂઆતી વલણોને જોતા ભાજપ સમર્થકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યાં સુધી કે પાર્ટીના સમર્થકોએ અત્યારથી જ ઢોલ નગારા વગાડવાના શરૂ કરી દીધા છે. દિલ્હીમાં ભાજપ મુખ્યાલય પર સમારોહ માટે જોરશોરથી તૈયારી શરૂ થઈ ગઈ છે. આ દરમિયાન સૂત્રો દ્વારા મોટા સમાચાર મળી રહ્યા છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે સમારોહમાં સામેલ થશે. પીએમ મોદી સાંજે આશરે 7 વાગ્યે BJP મુખ્યાલય પહોંચશે અને પાર્ટી કાર્યકરોને સંબોધિત પણ કરશે.
અસમમાં જીત તરફ વધી રહ્યો છે ભાજપનો વિજય રથ (Election Victory Celebration)
શરૂઆતી વલણોમાં ભાજપ ફરી એકવાર અસમમાં પોતાની સરકાર બનાવતી જોવા મળી રહી છે. ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ રાજ્યમાં ભાજપ 79 બેઠકો પર આગળ ચાલી રહ્યું છે. જ્યારે કોંગ્રેસ 25 બેઠકો પર સરસાઈ જાળવી રહી છે. બોડોલેન્ડ પીપલ્સ ફ્રન્ટ BPF 10 બેઠકો, અસમ ગણ પરિષદ (AGP) 9 બેઠકો અને ઓલ ઇન્ડિયા યુનાઈટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ (AIUDF) માત્ર 2 બેઠકો પર આગળ છે.
પશ્ચિમ બંગાળમાં પણ ફૂલ ખીલવાના મળી રહ્યા છે સંકેત (Election Victory Celebration)
પશ્ચિમ બંગાળમાં પણ ભાજપ આ વખતે મજબૂત સ્થિતિમાં જોવા મળી રહ્યું છે. ચૂંટણી પંચના વલણોમાં રાજ્યમાં ભાજપ 168 વિધાનસભા બેઠકો પર આગળ ચાલી રહ્યું છે જ્યારે મમતા બેનર્જીના નેતૃત્વવાળી તૃણમૂલ કોંગ્રેસ 82 બેઠકો પર સરસાઈ જાળવી રહી છે. આ સિવાય ભારતીય ગોર્ખા પ્રજાતાંત્રિક મોરચા, કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા (માર્કસિસ્ટ), ઓલ ઇન્ડિયા સેક્યુલર ફ્રન્ટ AISF માત્ર એક-એક બેઠક પર આગળ ચાલી રહ્યા છે.

