America Gold Card: અમેરિકામાં કેરિયર માટે ભારતીય વિદ્યાર્થીઓને ગોલ્ડ કાર્ડનો ફાયદો!

Arati Parmar
1 Min Read

America Gold Card: પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે બોલાવેલી તેની પહેલી જ કેબિનેટ મીટીંગમાં કહ્યું હતું કે, ડોલર ૫૦ લાખની કિંમતના ગોલ્ડ કાર્ડ ખરીદનાર કંપનીઓ પછીથી યુએસ છોડી ચાલી જાય તે સંભવિત જ નથી. આથી અમેરિકામાં વ્યાપાર ઉદ્યોગને પુષ્ટિ પણ મળશે. વળી તેઓ કંઈ યુએસ છોડીને ચાલી જાય તેમ નથી. તે તેમને પોસાય પણ નહીં. આથી અમેરિકામાં અભ્યાસ અર્થે આવેલા ભારત સહિતના અન્ય દેશોના વિદ્યાર્થીઓને નોકરીમાં સ્થિરતા પણ મળશે. કારણ કે તે કંપનીઓને યુએસમાં રહેવું લગભગ અનિવાર્ય બનશે.

પ્રમુખ ટ્રમ્પે કહ્યું કે, વસાહતી વિદ્યાર્થીઓને જોબની ઓફર કરાય જ છે. પરંતુ તે ઓફર પછી અર્થહીન બની રહે છે. કારણ કે કંપનીઓ જ યુએસમાં રહેશે કે કેમ તે નિશ્ચિત નથી હોતું. પરંતુ, ૫૦ લાખ ડોલર્સ આપી ગોલ્ડ કાર્ડ ખરીદનાર કંપનીને યુએસ છોડી ચાલ્યા જવું પડે તે અસંભવ છે. તે સાથે વિદ્યાર્થીઓને પણ જોબમાં સ્થિરતા મળે તેમ છે. તેઓને અભ્યાસ પૂરો કર્યા પછી જોબના અભાવે યુએસ છોડવાની જરૂર જ નહીં રહે. આવું બીજો કોઈ દેશ કરી શકે તેમ નથી.

- Advertisement -

તેઓએ વધુમાં કહ્યું કે, આ ગોલ્ડ કાર્ડના વેચાણથી અમેરિકા પાંચ ત્રિલિયન ડોલર્સ ઊભા કરી શકે તેમ છે. તેથી રાષ્ટ્રીય દેવામાં ઘણી રાહત મળી શકશે.

Share This Article