Tulsi Gabbard Resignation: તુલસી ગબાર્ડે આપ્યું US ગુપ્તચર વિભાગના ડાયરેક્ટર પદ પરથી રાજીનામું તો ઈરાને કરી પ્રશંસા, જાણો શું કહ્યું?

Arati Parmar
4 Min Read

Tulsi Gabbard Resignation: અમેરિકાના રાષ્ટ્રીય ગુપ્તચર વિભાગના ડાયરેક્ટર તુલસી ગબાર્ડના રાજીનામા પર ઈરાને તેમની પ્રશંસા કરી છે. આર્મેનિયા સ્થિત ઈરાની દૂતાવાસે તુલસી ગબાર્ડની પ્રશંસા કરતા કહ્યું કે તેમણે ઈરાન વિશે તે ‘સત્ય’ બોલ્યું જેનાથી અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અસહજ હતા.

એક્સ પર એક પોસ્ટમાં ઈરાની દૂતાવાસે કહ્યું, “અમે અબ્રાહમના ઝડપથી અને પૂર્ણ સ્વસ્થ થવાની કામના કરીએ છીએ. તમે પહેલા પણ ઘણી વાર એ બતાવ્યું છે કે તમે અમેરિકા માટે કામ કરો છો, ઈઝરાયેલ માટે નહીં અને ઘણી વાર તમે ઈરાન વિશે એવા સત્યો જણાવ્યા જેનાથી ટ્રમ્પ નફરત કરતા હતા. આ દુખદ છે કે તમારા જેવા વ્યક્તિએ આ સરકાર સાથે કામ કર્યું, જેણે અમેરિકાને કિનારે કરી દીધું છે અને ઈઝરાયેલની કઠપૂતળી બનીને કામ કરી રહી છે. શુભેચ્છાઓ.”

- Advertisement -

ગબાર્ડના રાજીનામા પર ટ્રમ્પે શું જણાવ્યું?

ટ્રમ્પે પુષ્ટિ કરી છે કે નેશનલ ઇન્ટેલિજન્સ ડાયરેક્ટર તુલસી ગબાર્ડે પતિને કેન્સર હોવાના કારણે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. ટ્રમ્પે કહ્યું કે નેશનલ ઇન્ટેલિજન્સના પ્રધાન ઉપ નિર્દેશક આરોન લુકાસ હવે કાર્યવાહક રાષ્ટ્રીય ગુપ્તચર નિયામક તરીકે કાર્યભાર સંભાળશે. ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે દુર્ભાગ્યવશ શાનદાર કામ કર્યા પછી તુલસી ગબાર્ડ 30 જૂને પોતાનું પદ છોડી રહી છે. તેમના પતિ અબ્રાહમને હાડકાનું કેન્સર થયું છે અને તે તેમની સાથે રહેવા માંગે છે, જેથી તે બંને મળીને આ મુશ્કેલ લડાઈમાં તેમનું સ્વાસ્થ્ય સુધારી શકે.

ટ્રમ્પે આગળ કહ્યું કે મને પૂરો વિશ્વાસ છે કે તે ટૂંક સમયમાં જ પહેલા કરતા પણ સારા થઈ જશે. તેમણે જણાવ્યું કે ગબાર્ડે રિઝાઇન આપતા કહ્યું કે તેમને લાગે છે કે પોતાના પતિ સાથે રહેવું તેમના માટે અત્યંત આવશ્યક છે.

- Advertisement -

જેડી વેન્સે કરી પ્રશંસા

અમેરિકી ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સે ગબાર્ડને દેશભક્ત ગણાવ્યા. એક પોસ્ટમાં તેમણે કહ્યું, “તુલસી એક દેશભક્ત, વહીવટીતંત્ર માટે ગ્રેટ એસેટ અને મારા પ્રિય મિત્ર છે. તેમના જવા પર મને દુખ છે, પરંતુ હું સમજું છું કે પરિવાર સર્વોપરી છે. તે અને તેમના પતિ અબ્રાહમ આ નવી ચેલેન્જનો એક સાથે સામનો કરશે અને હું તેમના પ્રત્યે આભારી છું. વહીવટીતંત્રમાં મહત્વપૂર્ણ યોગદાન આપવા અને એક વફાદાર વિશ્વાસપાત્ર હોવા માટે હું તેમનો આભારી છું. તુલસીને શુભેચ્છાઓ.”

- Advertisement -

આ પણ વાંચો: IIT Tirupati MTech Admission: વિના GATE સ્કોર આઈઆઈટીમાંથી કરો MTech, ડેટા સાયન્સ-AI અને CSE માં એડમિશન શરૂ – Newz Cafe

Share This Article