India on Turkey: તૂર્કિયેની દુ:ખતી નસ પર ભારતે હાથ મૂકી દીધો છે. ગુપ્ત રિપોર્ટ અનુસાર, તૂર્કિયે ન માત્ર પાકિસ્તાનના આતંકવાદી સંગઠનોને સપોર્ટ કરે છે, પરંતુ અલ-કાયદા, ISIS, HTC જેવા આતંકવાદી સંગઠનોને મદદ કરી રહ્યું છે. એક તરફ તૂર્કિયે NATOનું સભ્ય છે, તો બીજી તરફ તે આતંકવાદને પ્રોત્સાહન આપી રહ્યું છે અને પોતાને ત્યાં કુર્દોને દબાવે છે. આ તેના પાખંડને સ્પષ્ટ દેખાડે છે. તૂર્કિયે લાંબા સમયથી કુર્દ વિદ્રોહીઓને આતંકી ગણાવીને તેના પર કાર્યવાહી કરી રહ્યું છે. ભારતે આ મુદ્દાના બહાને પાકિસ્તાનના આતંકવાદી નેટવર્ક અને તૂર્કિયેના સમર્થનની સરખામણી કરી નાખી. તેનાથી તૂર્કિયે હાંફળુંફાંફળું થઈ ગયું છે કારણ કે તે પોતે આતંકવાદ સામે કાર્યવાહી કરવાનો દાવો કરે છે, જ્યારે પાકિસ્તાન જેવા દેશને ખુલ્લેઆમ સમર્થન આપે છે. આ રાજદ્વારી રીતે તુર્કીને તેના દંભનો અરીસો બતાવવા જેવું છે.
એક ગુપ્ત રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે, તૂર્કિયે માત્ર આતંકવાદીઓના આકા પાકિસ્તાનનું સમર્થન જ નથી કરતા, પરંતુ અલ કાયદા, ISIS અને HTS જેવા ખૂંખાર આતંકવાદી સંગઠનોને પણ ખુલીને મદદ કરે છે. એક તરફ તેઓ NATOનું સભ્ય છે, બીજી તરફ આતંકવાદને ખુલીને મદદ કરી રહ્યું છે. ઑપરેશન સિંદૂર હેઠળ જ્યારે ભારતે પાકિસ્તાનમાં સ્થિત આતંકવાદી ઠેકાણાઓને નષ્ટ કર્યા તો તૂર્કિયે ન માત્ર પાકિસ્તાનની સાથે ઉભું રહ્યું, પરંતુ તેના સમર્થનમાં એક દુષ્પ્રચાર અભિયાન પણ શરૂ કરી દીધો. તૂર્કિયેના રાષ્ટ્રપતિ એર્દોઆને પાકિસ્તાનના સ્ટેટ સ્પોન્સર ટેરરિઝ્મના પૂરાવાઓને અવગણીને ભારતની કાર્યવાહીની ટિકા કરી.
હમાસને ખુલ્લુ સમર્થન, આતંક માટે જમીન તૈયાર
પરંતુ એક રિપોર્ટે તૂર્કિયેની પોલ ખોલી નાખી છે. આ રિપોર્ટ જણાવે છે કે, તૂર્કિયે હમાસ જેવા આતંકવાદી સંગઠનોના નેતાઓને પોતાના દેશમાં આશરો આપ્યો છે. તેમની રાજનીતિક ગતિવિધિઓ માટે પ્લેટફોર્મ આપ્યું છે. એટલું જ નહીં, ફંડ પણ કરી રહ્યું છે. સરકારી એનજીઓની મદદથી તેમને કરોડો રૂપિયા આપવામાં આવી રહ્યા છે. વર્ષ 2024માં એર્દોઆને હમાસ ચીફ ઇસ્માઇલ હનિયા સાથે મુલાકાત કરી હતી, એ પણ ઓફર કરી હતી કે ઇચ્છે તો પોતાનું હેડક્વાર્ટર તૂર્કિયેમાં બનાવી શકે છે.
આતંકી ફંડિંગનું હબ બની રહ્યું છે તૂર્કિયે
રિપોર્ટ અનુસાર, તૂર્કિયે હવે આતંકી ફંડિંગનું વૈશ્વિક કેન્દ્ર બનતુ જઈ રહ્યું છે. અહીંની કંપનીઓ જેમ કે અલ અમાન કાર્ગોએ ઈરાનની IRGCથી જોડાયેલી લેવડ-દેવડને યમનના હૂથિયો સુધી પહોંચાડી. એટલું જ નહીં, ટ્રેન્ડ GYO નામની એક તૂર્કિયે કંપની, જેમાં હમાસની 75 ટકા ભાગીદારી છે, તેનો ઉબયોગ આતંકવાદી અભિયાનોની ફંડિંગ અને તેના નેતાઓને પૈસા આપવા માટે કરાઈ રહ્યો છે. આ રિપોર્ટ તૂર્કિયેની તે છાપને સંપૂર્ણ રીતે ધ્વસ્ત કરે છે, જેમાં તેઓ એક જવાબદાર વૈશ્વિક ભાગીદાર તરીકે દેખાય છે. હકિકત એ છે કે તૂર્કિયેની નીતિઓ ન માત્ર આતંકવાદને પ્રોત્સાહન આપે છે પરંતુ વૈશ્વિક સુરક્ષા અને સ્થિરતાને પણ જોખમમાં મૂકે છે. NATO જેવા સંગઠનને તૂર્કિની ભૂમિકા પર ગંભીર પુનર્વિચાર કરવાની જરૂર છે.