IMF Defends Loan to Pakistan: ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે IMFનું પ્રથમ નિવેદન, લોન વિતરણ પર સ્પષ્ટતા

Arati Parmar
By Arati Parmar 3 Min Read

IMF Defends Loan to Pakistan: ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે જયારે ભારત IMF તરફથી પાકિસ્તાનને મળતા ફંડનો વિરોધ કરી રહ્યું હતું ત્યારે, ઇન્ટરનેશનલ મોનિટરી ફંડે(IMF) પાકિસ્તાનને લોન આપવાની જાહેરાત કરી હતી. 9 મેના રોજ, IMF એ પાકિસ્તાનને વધારાની $1 બિલિયન લોન મંજૂર કરી. હવે બેલઆઉટ પેકેજનો બચાવ કરતાં, IMFએ કહ્યું કે, ‘અમારું બોર્ડ સંતુષ્ટ છે કે પાકિસ્તાને લોન મેળવવા માટે તમામ નિયમોનું પાલન કર્યું છે.’

ભારતે કર્યો હતો વિરોધ 

- Advertisement -

ભારતે આતંકવાદ માટે આશ્રયસ્થાન બનેલા પાકિસ્તાન માટેના આઈએમએફના રાહત પેકેજનો વિરોધ કર્યો હતો અને IMFને અપીલ કરી હતી કે પાકિસ્તાનને લોન ન આપે કારણ કે પાકિસ્તાન આ પૈસાનો ઉપયોગ આતંકવાદને પ્રોત્સાહન આપવા માટે કરી શકે છે. થોડા દિવસો પહેલા, સંરક્ષણમંત્રી રાજનાથ સિંહે પણ કહ્યું હતું કે પાકિસ્તાન IMF તરફથી મળેલી લોનમાંથી 14 કરોડ રૂપિયા મસૂદ અઝહરને આપશે.

Share This Article