Trump Now Shows Soft Corner for Terrorists: અમેરિકા ન કદી ભરોસાને લાયક હતું, ન છે કે ન રહેશે.તેમાં પણ ટ્રમ્પના સત્તામાં આવ્યા બાદ તો ન જાણે કેવા અવનવા ડીસીઝન તે લઇ રહ્યા છે કે, જેને દુનિયા વિસ્ફારિત નજરોથી જોઈ રહી છે.ટ્રમ્પ ના દિમાગી ફિતુર જોઈ તેમ લાગે છે કે, તે ક્યારે શું નિર્ણય લેશે, કઈ નીતિ બનવાશે, કઈ નીતિ અમલમાં મુકશે ? કઈ જ કહી શકાય તેમ નથી.તેના ટેરિફ વોરે દુનિયાને કેટલાય ભાગોમાં વહેંચી છે.અને હવો નવો જ વિવાદ સામે આવ્યો છે કે જેની પર આખી દુનિયાની નજર પડી છે.હાલમાં જ ટ્રમ્પ 3 મુસ્લિમ દેશોની મુલાકાતે જઈ આવ્યા છે.અને ત્યાંના પ્રમુખોના ગળે મળતા ફોટા પણ જોવા મળ્યા છે.જેને પગલે સોશિઅલ મીડિયામાં કેટલાય કટ્ટરતાવાદીઓએ ટ્રમ્પને ઇસ્લામ અપનાવવાની પણ સલાહ આપી હતી .ત્યારે વધુમાં ટ્રમ્પને મુસ્લિમ દેશો તરફ આવેલ પ્રેમના ઉભરામાં એક કદમ આગળ તેઓએ હાલમાં જ આશ્ચર્યજનક રીતે ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશન દ્વારા વ્હાઇટ હાઉસ એડવાઇઝરી બોર્ડ ઓફ લીડર્સમાં બે નવા સભ્યોની નિમણૂક કરવામાં આવી છે. તેમાં પહેલું નામ ઇસ્માઇલ રોયરનું છે. ઇસ્માઇલ એક સમયે આતંકવાદી હાફિઝ સઈદનો શિષ્ય હતો અને બીજો જેહાદી શેખ હમઝા યુસુફ છે. જેના પર હમાસ અને મુસ્લિમ બ્રધરહુડની કટ્ટરપંથી વિચારધારા ફેલાવવાનો આરોપ મૂકવામાં આવ્યો છે.
ટ્રમ્પ હવે આતંકવાદ પ્રત્યે નરમ પડી ગયા છે!
રાષ્ટ્રપતિ તરીકેના તેમના પહેલા કાર્યકાળ દરમિયાન, ટ્રમ્પે આતંકવાદ સામે કડક પગલાં લીધાં. ડોનાલ્ડ ટ્રમ્પ આતંકવાદ સામેની લડાઈમાં પોતાને સુપરહીરો કહેતા હતા. 21 મે, 2017 ના રોજ રિયાધની મુલાકાત દરમિયાન ટ્રમ્પે આતંકવાદ વિરુદ્ધ ઘણી વાતો કહી હતી. જોકે, ટ્રમ્પ 2.0 માં, આતંકવાદ અંગે અમેરિકન સરકારની નીતિમાં 360 ડિગ્રી ફેરફાર જોવા મળી રહ્યો છે.
જેહાદીઓ સાથે હાથ મિલાવતા નજરે પડ્યા ટ્રમ્પ
ધ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેટિવ જર્નાલિઝમના અહેવાલ મુજબ, તેમના પહેલા કાર્યકાળ દરમિયાન, ટ્રમ્પે વ્હાઇટ હાઉસની પરવાનગી વિના યુએસ આર્મીના આફ્રિકન કમાન્ડને સોમાલી આતંકવાદીઓ પર હુમલો કરવાની મંજૂરી આપી હતી. જ્યારે ટ્રમ્પ 2.0 માં, યુએસ રાષ્ટ્રપતિ સીરિયન આતંકવાદી જોલાની સાથે હાથ મિલાવતા જોવા મળે છે.
તાલિબાન પર મૌન છે
ટ્રમ્પ ૧.૦ માં, યુએસ સેનાએ ૨૦૧૬ કરતા અફઘાનિસ્તાનમાં તાલિબાન પર બમણા હુમલા કર્યા હતા. પરંતુ ટ્રમ્પ ૨.૦ માં, યુએસ સરકારે તાલિબાન પર મૌન જાળવી રાખ્યું છે.ટ્રમ્પ ૧.૦ માં અમેરિકન સરકારની દક્ષિણ એશિયા વ્યૂહરચનાની જાહેરાતને પાકિસ્તાન વિરુદ્ધ જોવામાં આવી હતી. પરંતુ ટ્રમ્પ 2.0 માં, યુએસ સરકાર શાહબાઝ સરકારને દરેક રીતે મદદ કરી રહી છે. તત્કાલીન રાષ્ટ્રપતિ ટ્રમ્પે 2018 માં ઇસ્લામાબાદને આપવામાં આવતી સુરક્ષા સહાય બંધ કરી દીધી હતી. પરંતુ ટ્રમ્પ 2.0 વ્હાઇટ હાઉસમાં પ્રવેશ્યા પછી તરત જ, ટ્રમ્પ વહીવટીતંત્રે પાકિસ્તાનને તેના F-16 ફાઇટર જેટ કાફલાને જાળવવા માટે $397 મિલિયન મંજુર કર્યા હતા.
જો કે, અગાઉ પણ આ જ અમેરિકા પાકિસ્તાનને ખરબો ડોલરની મદદ કરતું આવ્યું હતું.જેને આતંકવાદ વિરુદ્ધની લડાઈનું નામ આપી આ જંગી સહાય આપવામાં આવતી.અને તેના કેટલાય પ્રમુખો અને વિદેશ મંત્રી ભારત આવતા ત્યારે પાકિસ્તાનમાં સાથે જ મુલાકાત ગોઠવી બેલેન્સ કરતા.અને આનાથી પણ વધુ હાલમાં જ ઓપરેશન સિંદુરમાં જે F-16 નો ઉપયોગ ભારતમાં યુદ્ધ માટે થયો તે અમેરિકા એ જ પાકિસ્તાનને આપેલા હતા.બાકી આ ભીખારી દેશ પાસે હોય પણ શું ?
અને આખરમાં પાકિસ્તાન નથી સુધર્યું તો અમેરિકા કે ચીન પણ ભારત માટે નથી સુધર્યા.એટલે આપણે આવા લોકોને તત્કાળ મિત્ર જાહેર કરતા પહેલા અવશ્ય વિચારવું જોઈએ.ભારતે તેની વિદેશ નીતિમાં અમેરિકા અને ચાઈના જેવા ખંધા દેશોને જલ્દી કદી મિત્ર ન માનવા જોઈએ.ચાણક્ય નીતિને અનુસરીને જ આગળ વધવામાં માલ છે.