USA Trump Warnings For iPhone Production: આઇફોન ઉત્પાદન પર ટ્રમ્પની ચેતવણી, ભારત સહિત અન્ય દેશોમાં બનાવશો તો 25% ટેરિફ

Arati Parmar
By Arati Parmar 2 Min Read

USA Trump Warnings For iPhone Production: અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આજે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એપલના ફાઉન્ડર ટીમ કૂકને ચેતવણી આપી છે. તેમણે અમેરિકા સિવાય અન્ય કોઈપણ દેશમાં આઈફોનનું ઉત્પાદન કરવા પર 25 ટકા ટેરિફ ચૂકવવાની ફરજ પાડતો આદેશ જાહેર કર્યો છે.

ટ્રમ્પે એપલના ટીમ કૂકને ચેતવણી આપી છે કે, તમે અમેરિકા સિવાય ભારત જ નહીં, અન્ય કોઈપણ દેશમાં આઈફોનનું ઉત્પાદન કર્યું તો તમારે અમેરિકાને 25 ટકા ટેરિફ ચૂકવવો પડશે. આ નિર્દેશ પર ધ્યાન આપવા બદલ આભાર. ટ્રુથ સોશિયલ પર ટ્રમ્પે પોસ્ટ કરી છે કે, મેં બહું પહેલાં જ એપલના ટીમ કૂકને આ સંદર્ભે ચેતવ્યા હતાં. મને અપેક્ષા છે કે, અમેરિકામાં વેચાણ થતાં આઈફોનનું ઉત્પાદન અમેરિકામાં જ થશે. ન કે ભારત કે અન્ય કોઈ સ્થળ પર. જો અન્ય સ્થળ પર ઉત્પાદન કર્યું તો એપલે અમેરિકાને ઓછામાં ઓછો 25 ટકા ટેરિફ ચૂકવવો પડશે.

- Advertisement -

અગાઉ પણ આપી હતી સલાહ

ટ્રમ્પે અગાઉ જ એપલના સીઈઓ ટીમ કૂક સાથે ચર્ચા કરી ભારતમાં આઈફોનનું ઉત્પાદન બંધ કરવા કહ્યું હતું. તેમજ અમેરિકામાં જ ઉત્પાદન કરવા સલાહ આપી હતી. ટ્રમ્પ પોતાની અમેરિકા ફર્સ્ટ નીતિ હેઠળ સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન આપવા આ પ્રકારના પગલાં લઈ રહ્યા છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વિશ્વની ટોચની ટૅક્નોલૉજી કંપની એપલના સીઈઓ ટિમ કૂકને ભારતમાં ઉત્પાદન ન કરવા સલાહ આપતાં કહ્યું હતું કે, હું નથી ઇચ્છતો કે તમે ભારતમાં એપલની પ્રોડક્ટ્સ બનાવો, તેઓ પોતે પોતાનું જોઈ લેશે.

સ્થાનિક ઉત્પાદનને વેગ આપતાં ટેરિફ નીતિ

ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફવૉરનો ઉદ્દેશ જ સ્થાનિક ઉત્પાદનમાં વધારો કરવાનો છે. તે અમેરિકાની ખાધમાં ઘટાડો કરી સ્થાનિક સ્તરે ઉત્પાદન વધારવા માગે છે. અગાઉ ટ્રમ્પે 2 એપ્રિલના રોજ વિવિધ દેશો પર રેસિપ્રોકલ ટેરિફ લાદ્યો હતો. જો કે, બાદમાં 9 જુલાઈ સુધી (90 દિવસ માટે) ભારત સહિત અમુક દેશોને રેસિપ્રોકલ ટેરિફમાં રાહત આપી હતી.

Share This Article