ઈઝરાયલ અને હમાસ વચ્ચે છેલ્લા ઘણા દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે.

newzcafe
1 Min Read

અમેરિકન પ્રમુખ સુનક કહે છે કે આતંકવાદ સામે આજે અને હંમેશાં ઈઝરાયલ સાથે


અમેરિકન પ્રમુખ સુનક કહે છે કે આતંકવાદ સામે આજે અને હંમેશાં ઈઝરાયલ સાથે


નવી દિલ્હી, તા. 19 : ઈઝરાયલ અને હમાસ વચ્ચે છેલ્લા ઘણા દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે. ઈઝરાયલે ગાઝા પટ્ટીમાં હુમલાને વધાર્યા છે. હમાસના આતંકીઓ જે વિસ્તારમાં છુપાયા હોવાની આશંકા છે તેને નિશાન બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ યુદ્ધથી દુનિયાભરના દેશો ચિંતિત છે. તેવામાં અમેરિકી રાષ્ટ્રપતિ બાયડન બાદ હવે બ્રિટિશ પીએમ ઋષિ સુનક ઇઝરાયલ પહોંચ્યા છે. સુનકે કહ્યું છે કે, આતંકવાદ જેવી બુરાઈ સામે આજે અને હંમેશાં તેઓ ઈઝરાયલની સાથે છે. સુનકે કહ્યું હતું કે તેઓ ખૂબ જ દુ:ખી છે. ઈઝરાયલ દુ:ખમાં ડૂબેલું રાષ્ટ્ર છે. પોતે પણ તમામ લોકો સાથે દુ:ખી છે અને આતંકવાદ સામે ઈઝરાયલની સાથે આજે અને હંમેશાં છે. ઉલ્લેખનીય છે કે બુધવારે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાયડન ઈઝરાયલ પહોંચ્યા હતા. તેમના સ્વાગત માટે ઇઝરાયલના પીએમ નેતન્યાહુ પોતે એરપોર્ટ પહોંચ્યા હતા. બન્નેએ બેઠક બાદ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં બાયડને હમાસને ક્રૂર આતંકી સંગઠન ગણાવ્યું હતું. સાથે જ હમાસે જે રીતે ઈઝરાયલ ઉપર હુમલો કર્યો તેને અમાનવીય ગણાવ્યો હતો.

Share This Article