Mohan Bhagwat New York Event: મોહન ભાગવતના ન્યૂયોર્ક કાર્યક્રમને લઈને વિવાદ, ધાર્મિક નેતાઓએ છેતરપિંડીથી આમંત્રણ આપવાનો લગાવ્યો આરોપ

Arati Parmar
3 Min Read

Mohan Bhagwat New York Event: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ચીફ મોહન ભાગવતના ન્યૂયોર્કમાં મેડિસન સ્ક્વૉયર ગાર્ડનમાં યોજાયેલા કાર્યક્રમને લઈને નવો વિવાદ ઊભો થયો છે. કેટલાક ધાર્મિક નેતાઓએ છેતરપિંડીથી કાર્યક્રમમાં બોલાવવામાં આવ્યા હોવાનો આરોપ લગાવ્યો છે અને કહ્યું છે કે તેમને આ વાતની જાણકારી આપવામાં આવી નહોતી કે તેમાં RSS ચીફ મોહન ભાગવત સામેલ થવાના છે. આરોપ લગાવનારા ધાર્મિક નેતાઓમાંથી એક તો આ કાર્યક્રમના મુખ્ય મંચ પર પણ પહોંચ્યા હતા.

ભાગવતના કાર્યક્રમમાં છેતરપિંડીથી બોલાવવાનો આરોપ

ન્યૂયોર્ક ટાઇમ્સના અહેવાલ અનુસાર, કાર્યક્રમમાં સામેલ થનારા ઘણા ધાર્મિક નેતાઓએ કહ્યું કે તેમને શનિવાર 29 ઑગસ્ટે પિયરે હોટેલમાં નાસ્તા અને મેડિસન સ્ક્વૉયર ગાર્ડનમાં એક વિશેષ સામુદાયિક સભામાં બોલવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું. તેમણે કહ્યું કે તેમને અપેક્ષા હતી કે કાર્યક્રમમાં ધાર્મિક સમુદાયો વચ્ચે એકતા અંગે ચર્ચા થશે અને તેમને એ જણાવવામાં આવ્યું નહોતું કે તેમાં RSS અને તેના નેતા મોહન ભાગવતનું સન્માન કરવામાં આવશે.

- Advertisement -

ક્વીન્સના જમૈકા મુસ્લિમ સેન્ટરના નિર્દેશક ઇમામ શમસી અલી પણ નાસ્તામાં સામેલ થયા હતા. તેમણે કહ્યું કે, “મને કંઈક અંશે છેતરાયેલા હોવાનો અનુભવ થયો.” સોશિયલ મીડિયા પર એક નિવેદનમાં તેમણે RSS ચીફ સાથે પોતાની હાજરીને લઈને માફી માંગી અને સ્પષ્ટતા કરી.

આમંત્રણમાં મોહન ભાગવતનો ઉલ્લેખ નહોતો

ન્યૂયોર્ક ટાઇમ્સે ધાર્મિક નેતાઓને કાર્યક્રમમાં સામેલ થવા માટે મોકલવામાં આવેલા એક ડઝન ઈમેઇલની સમીક્ષા કરવાનો દાવો કર્યો અને કહ્યું કે આયોજકોએ RSS અથવા ભાગવતનો કોઈ ઉલ્લેખ કર્યો નહોતો. મેનહટનમાં રિવરસાઇડ ચર્ચની સિનિયર મિનિસ્ટર એડ્રિએન થોર્ન મેડિસન સ્ક્વૉયરના કાર્યક્રમમાં સામેલ થઈ હતી. થોર્ને કહ્યું કે તેમણે કાર્યક્રમમાં એકતા અંગે વાત કરી હતી, પરંતુ તેમને RSSના સામેલ થવાની જાણકારી આપવામાં આવી નહોતી.

- Advertisement -

ભાગવતનું નામ છુપાવવા પર ધાર્મિક નેતા નારાજ

બુધવારે એક નિવેદનમાં થોર્ને ભાગવતનું નામ છુપાવવા માટે તેમને બોલાવનાર બાવા જૈન પ્રત્યે નારાજગી વ્યક્ત કરી હતી. થોર્ને કહ્યું કે તેમને જણાવવામાં આવ્યું હતું કે સુરક્ષાના કારણોસર વક્તાઓની સંપૂર્ણ યાદી આમંત્રણમાં આપી શકાય નહીં, જેમાં ભાગવતનું નામ પણ સામેલ હતું. તેમણે લોકોને ગેરમાર્ગે દોરવાનો આરોપ લગાવ્યો.

વર્લ્ડ કાઉન્સિલ ઑફ રિલિજિયસ લીડર્સના મહાસચિવ બાવા જૈને કહ્યું કે ધાર્મિક નેતાઓને પોતે છેતરાયેલા હોવાનો અનુભવ થયો તેનો તેમને અફસોસ છે, પરંતુ ભાગવતનું સન્માન કરવા બદલ તેમને કોઈ અફસોસ નથી. જૈને કહ્યું, “હું ઇચ્છતો હતો કે દુનિયા તેમના મુખેથી સીધું સાંભળે.”

- Advertisement -

મોહન ભાગવતે આપ્યો હતો એકતાનો સંદેશ

શનિવાર 29 ઑગસ્ટે મોહન ભાગવતે એક વિશાળ સમૂહને સંબોધિત કર્યો હતો. આ દરમિયાન તેમણે વિવિધતામાં એકતાને ભારતની ઓળખ અને ભારતીયોના DNAનો હિસ્સો ગણાવ્યો હતો. તેમણે કહ્યું કે તેને સ્વીકારવું જોઈએ. તેનું સન્માન કરવું જોઈએ અને તેની રક્ષા કરવી જોઈએ.

મોહન ભાગવતના કાર્યક્રમના વિરોધમાં કાર્યક્રમ સ્થળની બહાર ધાર્મિક અને રાજકીય સમુદાયોના 100થી વધુ પ્રદર્શનકારીઓ એકત્ર થયા હતા. તેમાં મુસ્લિમો અને ખાલિસ્તાન સમર્થક શીખ કટ્ટરપંથીઓ પણ સામેલ હતા. ખાલિસ્તાન સમર્થક શીખ કટ્ટરપંથીઓના એક સમૂહે ભારતના રાષ્ટ્રીય ધ્વજ તિરંગાને ફાડી નાખ્યો હતો.

Share This Article