America without a Visa: વિઝા ન મળવા છતાં અમેરિકા જનારાની પીડા અને છુપાયેલી સત્યતા

Arati Parmar
4 Min Read

America without a Visa: અમેરિકા દુનિયાના લગભગ તમામ દેશોના લોકોને આકર્ષિત કરતો રહ્યો છે. આવામાં અમેરિકામાં નોકરી, અભ્યાસ, બિઝનેસ કે ફરવા માટે ઘણાં ત્યાં જતા હોય છે. આવામાં કેટલાક લોકો સીધી રીતે ન જઈ શકાય તો ખોટો માર્ગ પણ અપનાવતા હોય છે. પરંતુ આ રીતે જનારાઓની કેવી હાલત થાય છે તેનું એક ઉદાહરણ અમેરિકાએ રજૂ કર્યું છે. અમેરિકાએ 104 ભારતીયોને દેશવટો આપ્યો છે. આ સિવાય અમેરિકાની ઘેલછા કેવી છે તે ભૂતકાળમાં ડિંગુચાની ઘટનામાં જોવા મળ્યું છે. આમ છતાં હજુ ઘણાં એજન્ટની મદદથી ગેરકાયદે અમેરિકા જવા માટે કંઈ પણ કરવા માટે તૈયાર થઈ જાય છે પરંતુ ત્યાં પહોંચ્યા પછી કેવી હાલત થાય છે તે તેમને એજન્ટ કહેતા નહીં હોય. જેઓને આ ઘટનાઓનો અનુભવ થયો છે તેમણે આ અંગે વાત કરી છે.

લાખો કે કરોડ રૂપિયા હોવા છતાં જેમનું અમેરિકા જવાનું સપનું પુરું થતું નથી તેઓ એજન્ટની મદદ લેતા હોય છે. એજન્ટ જેમને સીધી રીતે અમેરિકા જવા મળતું નથી તેમને દુનિયાના વિવિધ દેશોમાં ફેરવીને અમેરિકા પહોંચાડવાના પ્લાન બનાવતા હોય છે. એજન્ટ દ્વારા જેમને ગમે તેમ કરીને અમેરિકા જવું છે તેમને જેઓ ત્યાં પહોંચી ગયા હોય તેમના ઉદાહરણ પણ આપવામાં આવતા હોય છે પરંતુ જે હકીકત છે તેનો સામનો કઈ રીતે કરવો પડશે તે વિશે મોટાભાગના અજાણ હોય છે. અમેરિકાએ પોતાના ત્યાં ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરી રહ્યા હોય તેમને રોકવાના પ્રયાસ કરતું રહ્યું છે પરંતુ હવે દક્ષિણ અમેરિકામાં સૈન્ય બળ ઉતારીને ઘૂસણખોરી કરનારા લોકો પર બાજ નજર રાખવામાં આવી રહી છે. આવામાં જે લોકો અગાઉ મેક્સિકો-અમેરિકાની બોર્ડર ક્રોસ કરવામાં સફળ થયા છે તેમણે પોતાની આપવીતી જણાવી છે.

- Advertisement -

અગાઉની ઘટના છે જેમાં કેટલાક ઘૂસણખોરી કરી રહેલા લોકોએ પોતાની આપવીતી જણાવી છે. વેનેઝુએલાના એડન નિએવ્સે અહીંની પરિસ્થિતિ વર્ણવીને કહ્યું, અમે અંદર (અમેરિકા) જવા માટે આતુર છીએ, આશા રાખીએ કે તેઓ દરવાજો ખોલે અને અમને અંદર બોલાવી લે.. આ પછી તેમણે પાણી, સૂકા મેદાની પ્રદેશ, જંગલ વગેરેમાંથી જીવના જોખમે આગળ વધવું પડે છે. એવા પણ કિસ્સા છે કે અહીં એક ગ્રુપમાં સાથે નીકળેલા લોકો રાતના અંધરામાં કે કોઈ પ્રાણીના હુમલા દરમિયાન કે પછી એક્સ્ટ્રીમ વેધરના કારણે વિખુટા પડી જતા હોય છે. તેમાંથી જો કોઈ અમેરિકા પહોંચવામાં સફળ ન થાય તો માની લેવામાં આવે છે કે તે વ્યક્તિની મોત થઈ ગઈ છે, અથવા તો સુરક્ષા એજન્સીએ તેમની ધરપકડ કરી લીધી હશે ક્યાંતો તેમને પોતાના દેશમાં રવાના કરી દીધા હશે.

બોર્ડર પર પહોંચેલા લોકો આશ્રય મેળવવાના ભાવ સાથે પણ અમેરિકામાં એન્ટ્રી મેળવવાના પ્રયાસ કરતા હોય છે. તાજેતરમાં મોટી સંખ્યામાં માઈગ્રન્ટ્સ મેક્સિકો બોર્ડર થઈને અમેરિકામાં પ્રવેશ મેળવ્યો હતો. અમેરિકા જવાનો પ્રયાસ કરી રહેલા જે નદી કે જંગલમાં જાય છે તેના વિશે તેમને કોઈ માહિતી હોતી નથી પરંતુ એક વ્યક્તિ હિંમત કરે પછી તેની પાછળ લોકોનું ટોળું નીકળી જતું હોય છે. આવામાં ઘણાં નાના બાળકો સાથે ઊંડી નદીમાં પરિવાર અને પોતાનો જીવ જોખમમાં મૂકીને ઉતરી પડતા હોય છે. આવામાં જો કોઈ વ્યક્તિને સાપ કરડી જાય કે પ્રાણી હુમલો કરી દે તો તેમની સારવાર માટેની કોઈ જ વ્યવસ્થા હોતી નથી.

- Advertisement -

ઘૂસણખોરી કરી રહેલા લોકો મેક્સિકોની ઉત્તર તરફ જતી માલવાહક ટ્રેનની પણ મદદ લેતા હોય છે. આ અંગેની માહિતી મળ્યા બાદ મેક્સિકોથી ઉત્તર તરફ જતી ઘણી ટ્રેન અટકાવી દેવાની ફરજ પડતી હોય છે. આ પછી મેક્સિકોની સિક્ટોરિટી એજન્સી દ્વારા આ મામલાની તપાસ પણ કરવામાં આવતી હોય છે. આ ઘટનામાં ઘણાં લોકોના ઘાયલ થવાના અને મોત થઈ જવાના બનાવો પણ બનતા હોય છે. જે લોકો ગેરકાયદે અમેરિકામાં ઘૂસણખોરી કરવા માગે છે તેમાં મોટાભાગના યુએસ-મેક્સિકો અને કેનેડા-અમેરિકા બોર્ડરનો સહારો લેતા હોય છે. જ્યારે ઘૂસણખોરી કરી રહેલા લોકોની માહિતી મળતા મેક્સિકો દ્વારા દોડાવાથી ટ્રેન રોકી દેવામાં આવે છે, પછી જેઓ ટ્રેનમાં બેઠા હોય તેમણે હજારો કિલોમીટર દૂર રહેલા અમેરિકા સુધી જવા માટે ચાલીને આગળ વધવાની શરુઆત કરવામાં આવતી હોય છે.

Share This Article