Bangladesh Violence: બાંગ્લાદેશમાં ફરી હિંસા ભડકી, અવામી લીગના 200 કાર્યકરોના ઘરો સળગાવ્યાનો સજીબ વાજેદનો આરોપ

Arati Parmar
4 Min Read
Bangladesh Violence

Bangladesh Violence: બાંગ્લાદેશમાં વિરોધ પ્રદર્શનો અને હિંસાનો દોર સતત ચાલુ છે. છેલ્લા ઘણા દિવસોથી તારિક રહેમાનના નેતૃત્વવાળી BNP સરકાર અવામી લીગ પર હિંસાના આરોપ લગાવી રહી છે. શેખ હસીનાની અવામી લીગે શનિવારે સરકારના સમર્થકો પર આગચંપી અને હિંસાના આરોપ લગાવ્યા છે. શેખ હસીનાના પુત્ર સજીબ વાજેદે કહ્યું છે કે તેમની પાર્ટી (અવામી લીગ)ના આશરે 200 કાર્યકરોનાં ઘરોમાં આગ લગાવવામાં આવી છે. શેખ હસીના હાલમાં ભારતમાં આશ્રય લઈ રહ્યાં છે. તેમની પાર્ટી અવામી લીગ પર બાંગ્લાદેશમાં પ્રતિબંધ છે.

અમેરિકામાં રહેતા સજીબ વાજેદે શનિવારે ટ્વીટ કર્યું હતું. તેમાં ઘરોમાં આગ લાગતી જોવા મળે છે. પોતાના ટ્વીટમાં સજીબે લખ્યું, ‘નરેલના કાલિયામાં આગચંપી અને આતંકનો માહોલ છે. બાંગ્લાદેશના આ વિસ્તારમાં અવામી લીગના સમર્થકો અને સ્થાનિક ગ્રામજનોનાં 200 ઘરોમાં લૂંટફાટ કરવામાં આવી અને ત્યારબાદ તેમને સળગાવી દેવામાં આવ્યાં.’

- Advertisement -

હજારો લોકો ઘરવિહોણા થયા

સજીબે કહ્યું, ‘અવામી લીગના આશરે એક હજાર સમર્થકો ઘરવિહોણા થઈ ગયા છે. BNPના વરિષ્ઠ નેતા રુહુલ કબીર રિઝવીનાં ઉશ્કેરણીજનક નિવેદનોના આરોપોએ રાજકીય ઉશ્કેરણી અને તેમાં વહીવટીતંત્રની મિલીભગતને લઈને ગંભીર સવાલો ઊભા કર્યા છે. ઘરો તબાહ થઈ ગયાં છે અને ન્યાય મળ્યો નથી. આ માટે જવાબદાર લોકોને જવાબદાર ઠેરવવા જોઈએ. કોઈ રાજકીય બદલો ન લેવાય અને કોઈને પણ છૂટ ન મળવી જોઈએ.’

- Advertisement -

સજીબે 200 ઘરોમાં આગચંપી થઈ હોવાની વાત કહી છે. બીજી તરફ, બાંગ્લાદેશના અખબાર પ્રથમ આલોના અહેવાલમાં જણાવાયું છે કે નરેલના કાલિયામાં અવામી લીગના નેતાઓ અને કાર્યકરોના ઓછામાં ઓછા 20થી 30 ઘરોમાં આગ લગાવવામાં આવી હતી. આરોપ છે કે આ હુમલા BNPના કાર્યકરોએ કર્યા હતા. આ ઉપરાંત અનેક ઘરો અને દુકાનોમાં તોડફોડ કરીને લૂંટફાટ પણ કરવામાં આવી હતી.

કાલિયા ઉપજિલા BNPના મહાસચિવ એસ.એમ. વાહિદુઝમાને કહ્યું, ‘અમારા કાર્યકરો પર ઘરો પર હુમલા અને આગચંપીના આરોપો સંપૂર્ણપણે પાયાવિહોણા છે. આ ઘટનાઓ BNPના નેતાઓની હાજરીમાં બની હોવાનો દાવો સંપૂર્ણપણે ઘડવામાં આવેલો છે.’

- Advertisement -

પૂર્વ સાંસદ અને મેયરના ઘર પર હુમલો

અહેવાલો અનુસાર, બેન્દારમાં BNPના કાર્યકરોના જૂથોએ અવામી લીગના પૂર્વ સાંસદ બી.એમ. કબીરુલ હક મુક્તિ, પૂર્વ મેયર મુશફિકુર રહેમાન અને પાર્ટીના અન્ય નેતાઓનાં ઘરો પર હુમલો કર્યો હતો. બોરો કાલિયા વિસ્તારમાં ઉપજિલા અવામી લીગના મહાસચિવ કૃષ્ણપદા ઘોષના ઘરમાં પણ તોડફોડ અને આગચંપી કરવામાં આવી હતી. જોકે, BNPએ આ આરોપોનો ઇનકાર કર્યો છે.

કહેવાય છે કે BNPના બે નેતાઓની હત્યા બાદ આ હિંસા થઈ હતી. બુધવારે કાલિયામાં BNPની મોટરસાઇકલ રેલી પર અવામી લીગના કાર્યકરોએ કથિત રીતે હુમલો કર્યો હતો, જેમાં બે લોકોનાં મોત થયાં હતાં. ત્યારથી વિસ્તારમાં તણાવપૂર્ણ વાતાવરણ છે. છૂટીછવાઈ ઘટનાઓ બાદ મોટા પાયે આગચંપીની ઘટનાઓ સામે આવી છે.

બાંગ્લાદેશનાં પૂર્વ વડાંપ્રધાન શેખ હસીનાની પાર્ટી અવામી લીગ અને તેના વિદ્યાર્થી સંગઠનના લોકો ગયા રવિવારે રસ્તા પર ઉતર્યા હતા. અવામી લીગના કાર્યકરોએ શેખ હસીનાના ગૃહ જિલ્લા ગોપાલગંજમાં સરઘસ અને રેલી કાઢી હતી. ત્યારથી રસ્તાઓ પર સતત હલચલ જોવા મળી રહી છે અને અનેક વિસ્તારોમાંથી હિંસા તથા તોડફોડના અહેવાલો સામે આવ્યા છે.

Share This Article