India-EU Trade Deal: અમેરિકાના દબાણ છતાં ભારત-યુરોપ વચ્ચે ઐતિહાસિક ડીલ: રશિયન તેલ મુદ્દે ટ્રમ્પ પ્રશાસનનો યુ-ટર્ન, જાણો કેવી રીતે અમેરિકાના ‘ડબલ સ્ટાન્ડર્ડ’ સામે ભારત અડીખમ રહ્યું

Arati Parmar
3 Min Read

India-EU Trade Deal: ભારત અને યુરોપિયન યુનિયન (EU) એ શનિવાર ૨૭ જાન્યુઆરીએ ઐતિહાસિક મુક્ત વ્યાપાર સમજૂતી પર હસ્તાક્ષર કર્યા છે. આ ટ્રેડ ડીલને રોકવા માટે અમેરિકાએ પૂરી કોશિશ કરી હતી. ટ્રમ્પ વહીવટીતંત્રના અધિકારીઓએ તો ત્યાં સુધી કહ્યું કે યુરોપ પોતાના વિરુદ્ધ યુદ્ધનું ફંડિંગ કરી રહ્યું છે. આખરે ભારત અને યુરોપે અમેરિકી દબાણ સામે ઝૂકવાનો ઇનકાર કર્યો અને આ સમજૂતીને અમલી બનાવી દીધી. પરંતુ અમેરિકાને આ સહન થઈ રહ્યું નથી. ડીલ બાદ ટ્રમ્પ વહીવટીતંત્રએ ફરી એકવાર ભારતને નિશાન બનાવવાનું શરૂ કર્યું છે. ટ્રમ્પના વ્યાપાર પ્રતિનિધિએ રશિયન તેલની ખરીદી અંગે નિવેદન આપ્યું અને કહ્યું કે અમેરિકાની ચિંતાઓને દૂર કરવા માટે ભારતે હજુ વધુ કામ કરવાની જરૂર છે.

રશિયન તેલ પર ટ્રમ્પ વહીવટીતંત્રનો યુ-ટર્ન

ટ્રમ્પના વ્યાપાર પ્રતિનિધિ જેમિસન ગ્રીરે જણાવ્યું કે વોશિંગ્ટન હજુ પણ ભારતની રશિયન તેલની ખરીદી પર નજર રાખી રહ્યું છે. આનો અર્થ એ છે કે ટ્રમ્પ વહીવટીતંત્રનો ભારત સામે લાદવામાં આવેલા વધારાના ટેરિફને જલ્દી હટાવવાનો કોઈ ઈરાદો નથી. ગ્રીરનું આ નિવેદન ટ્રમ્પના નાણામંત્રી સ્કોટ બેસેન્ટના દાવોસમાં આપેલા નિવેદનથી બિલકુલ ઉલટું છે. બેસેન્ટે અગાઉ કહ્યું હતું કે રશિયન તેલ ખરીદવા બદલ ભારત પર ૨૫% ટેરિફ લાદ્યા બાદ ભારતીય ખરીદી ઓછી થઈ ગઈ છે અને હવે ટેરિફ હટાવવાનો રસ્તો ખુલ્લો છે. પરંતુ ગ્રીરનું ઉલટું નિવેદન દર્શાવે છે કે ટ્રમ્પના અહંકારી વલણને કારણે ભારત સાથે બિનજરૂરી ગતિરોધ સર્જાયો છે.

- Advertisement -

અમેરિકાનું ડબલ સ્ટાન્ડર્ડ આવ્યું સામે

પૂર્વ ભારતીય રાજદ્વારી કંવલ સિબ્બલે રશિયા પાસેથી તેલની ખરીદી પર ગ્રીરના નિવેદનને ડોનાલ્ડ ટ્રમ્પનું ‘ડબલ સ્ટાન્ડર્ડ’ ગણાવ્યું છે. તેમણે સોશિયલ મીડિયા પર લખ્યું કે ટ્રમ્પ પોતે વ્યાપાર અને રોકાણની શક્યતાઓ જોઈને રશિયા સાથે સંબંધો બનાવી રહ્યા છે. તેઓ ઈચ્છે છે કે યુક્રેન રશિયાને છૂટછાટો આપે, પરંતુ રશિયા પર દબાણ જાળવી રાખવા માટે ભારતનો ઉપયોગ કરવા માંગે છે. તેઓ ઈચ્છે છે કે અમે રશિયન તેલ માટે અમારા દરવાજા બંધ કરીએ કારણ કે અમે કથિત રીતે યુદ્ધને ફાઈનાન્સ કરી રહ્યા છીએ.

વિરોધાભાસી નીતિઓ

સિબ્બલે અમેરિકી રાષ્ટ્રપતિના બેવડા ધોરણોનું ઉદાહરણ આપતા કહ્યું કે, “ટ્રમ્પ રશિયા સાથે આગળ વધવા માંગે છે પરંતુ ઈચ્છે છે કે અમે (ભારત) રશિયાથી પાછળ હટીએ.” તેમણે વધુમાં ઉમેર્યું કે ટ્રમ્પ રશિયા સાથે શાંતિ માટે ઝેલેન્સ્કી પર દબાણ લાવી રહ્યા છે, પરંતુ ઉલટાનું ઈચ્છે છે કે અમે ઝેલેન્સ્કીની મદદ માટે રશિયા પર દબાણ કરીએ.

- Advertisement -
Share This Article