Bluefin Tuna Auction Tokyo: સમુદ્રની રાણીનો મોંઘો સોદો: જાપાનમાં ૨૯ કરોડમાં વેચાઈ એક માછલી, કિંમત જાણીને આંખો પહોળી થઈ જશે

Arati Parmar
2 Min Read

Bluefin Tuna Auction Tokyo: દુનિયાની સૌથી મોંઘી માછલી કેટલાની હોઈ શકે… તમે વિચારી શકો છો ખરા? હકીકતમાં, તમે કે અમે તેનો અંદાજો પણ લગાવી શકતા નથી. એક માછલીએ તમામ રેકોર્ડ તોડતા વેચાણનો કીર્તિમાન સ્થાપિત કર્યો છે. પેસિફિક બ્લૂફિન ટ્યુના નામની આ માછલી 29.20 કરોડ રૂપિયામાં હરાજીમાં વેચાઈ છે. આ પરાક્રમ એશિયાઈ દેશ જાપાનની રાજધાની ટોક્યોમાં થયું છે.

બ્લૂફિન ટ્યુના છે ‘સમુદ્રની રાણી’

- Advertisement -

બ્લૂફિન ટ્યુનાને ‘ક્વીન ઓફ ધ સી’ એટલે કે સમુદ્રની રાણી કહેવામાં આવે છે. આ અત્યંત દુર્લભ પ્રજાતિની માછલી છે અને સ્વાદમાં અદ્ભુત છે. તેની સમગ્ર વિશ્વમાં માંગ છે. તે પ્રશાંત મહાસાગરના ઊંડાણમાં રાજ કરે છે.

બ્લૂફિન ટ્યુનાએ શું વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો

- Advertisement -

આ માછલીની જાપાનની રાજધાની ટોક્યોમાં હરાજી કરવામાં આવી હતી. નવો વર્લ્ડ રેકોર્ડ બનાવતા 510 મિલિયન યેન એટલે કે આશરે 29.20 કરોડ રૂપિયામાં આ માછલી હરાજીમાં વેચાઈ છે. તેનું વજન 243 કિલોગ્રામ છે. તેના એક કિલોની કિંમત 12 લાખ રૂપિયા છે. તેની ટોક્યોના તાયાશુ ફિશ માર્કેટમાં બોલી લગાવવામાં આવી હતી.

બ્લૂફિન ટ્યુનાની આટલી બધી માંગ કેમ છે

- Advertisement -

બ્લૂફિન ટ્યુના કોઈ સામાન્ય માછલી નથી. તે અત્યંત વિશાળકાય છે. તેની આટલી બધી માંગ એટલા માટે છે કારણ કે જાપાની લોકો તેમાંથી સુશી અને સાશિમી જેવી સ્વાદિષ્ટ વાનગીઓ બનાવે છે, જેની માંગ ફાઈવ સ્ટારથી લઈને સેવન સ્ટાર હોટલો સુધી છે. તેનો ફ્લેવર અત્યંત શાનદાર છે અને તેમાં રહેલું ફેટ કન્ટેન્ટ તેને ખૂબ જ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક બનાવે છે. આ જ કારણ છે કે તે દુનિયાની સૌથી મોંઘી માછલી છે.

કેવા પ્રકારની માછલી છે બ્લૂફિન ટ્યુના

બ્લૂફિન ટ્યુના માત્ર તેના વિશાળ કદથી જ જાણીતી નથી, પરંતુ તે ઊંડા સમુદ્રમાં ખૂબ જ ઝડપથી તરે છે. તેને ગ્લોબલ માર્કેટમાં લક્ઝરી સી-ફૂડ માનવામાં આવે છે.

બ્લૂફિન ટ્યુનાને કોણે ખરીદી

બ્લૂફિન ટ્યુનાને કિયોશી કિમુરા નામના એક વેપારીએ ખરીદી છે, જેમને ટ્યુના કિંગ કહેવામાં આવે છે. તેઓ પ્રખ્યાત સુશી ચેઈન ‘સુશી જાનમઈ’ ના માલિક છે. ગયા વર્ષે પણ તેમણે 20 કરોડ રૂપિયામાં એક બ્લૂફિન ટ્યુના ખરીદી હતી. આ બાબતમાં તેમણે પોતાનો જ રેકોર્ડ તોડ્યો છે.

Share This Article